________________
સમયસાર : આત્મખ્યાતિ
મિથ્યાદર્શન આદિ જે ભાવો છે, તે પ્રત્યેકના બે પ્રકાર છે: જીવ-સ્વરૂપ અને અજીવ સ્વરૂપ. જીવથી જો તે ભાવવામાં આવે તો તે જીવસ્વરૂપ હોય છે અને અજીવથી ભાવવામાં આવે તો તે અજીવ સ્વરૂપ હોય છે. અત્રે મોરનું અને અરીસાનું દૃષ્ટાંત ઘટે છે.
(૧) મોર છે, તે કાળા-લીલા-પીળા વગેરે વર્ણવાળા જે આહાર વિશેષો કરે છે, તે તેના કાળા-લીલા-પીળા વગેરે વર્ણવાળા શરીર આકારે પરિણત થાય છે. તે તે વર્ણો મોરના શરીર સાથે એવા એકરૂપ અંગભૂત થાય છે, કે તે મોરથી જૂદા પાડી શકાય એમ નથી. એટલે કે તે મોર જ છે. આમ આ વર્ણાદિમય પુદ્ગલ સ્વદ્રવ્ય સ્વભાવપણે – “વદ્રવ્યસ્વમવન્વેન’ - પુદ્ગલપરિણામરૂપે પરિણમી મોરના શરીર રૂપે પરિણમ્યા છે; અને આમ પુદ્ગલના પરિણામ પુદ્ગલ જ - અજીવ જ હોય છે. તે જ પ્રકારે કર્મવર્ગણાયોગ્ય - કર્મ પ્રાયોગ્ય એવું જે પુદ્ગલદ્રવ્ય છે, તે તેના સ્વદ્રવ્ય સ્વભાવપણે - પુદ્ગલ પરિણામરૂપ મિથ્યાદર્શનાદિ કર્મરૂપે પરિણમે છે અને આ કર્મ પુદ્ગલરૂપ જ છે, અજીવ જ છે. આમ અજીવથી ભાવવામાં આવતાં મિથ્યાદર્શનાદિ અજીવ જ છે, અચેતન જ છે, જડ છે. આ જે અજીવ મિથ્યાદર્શનાદિ તે જ જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ છે, તે જ પ્રકૃતિ છે, તે જ માયા છે, તે જ આત્મસ્વરૂપને આવરણ છે.
(૨) કાળા-લીલા-પીળા વગેરે ભાવો દર્પણમાં પ્રતિબિંબ પામે છે. તે પ્રતિબિંબિત ભાવોને દર્પણથી જુદા પાડી શકાતા નથી; તે દર્પણ રૂપ જ હોય છે. માત્ર બને છે એટલું જ કે દર્પણની જે સ્વાભાવિક સ્વચ્છતા છે, તેનો આ વિકાર માત્ર થાય છે. અર્થાત સ્વચ્છ દર્પણમાં લીલા વગેરે ભાવોનું પ્રતિબિંબ દશ્ય થવું, તે દર્પણની સ્વચ્છતાની માત્ર વિકતાવસ્થા છે, સ્વચ્છતા પરિણામનો વિકાર માત્ર જ છે. અત્રે એટલું યાદ રાખવું અવશ્યનું છે કે પુદ્ગલ દ્રવ્યનું પુદ્ગલ કર્મપણે પરિણમવું એ જેમ તેના સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને છે, તેમ આ સ્વચ્છતા-પરિણામ વિકાર એ કાંઈ દર્પણના સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને નથી, પણ સ્વચ્છતા વિકારમાત્રપણાએ કરીને - “સ્વચ્છતાવિહારમાત્રેપ' છે; અર્થાતુ પુદ્ગલ દ્રવ્યનું પુદ્ગલ કર્મપણે પરિણમવું એ જેમ તેનો સ્વભાવ છે, તેમ સ્વચ્છતા પરિણામ વિકાર પામવો એ કાંઈ દર્પણનો સ્વભાવ નથી, વા બની જતો નથી, પણ આગંતુક ઉપાધિરૂપ ભાવોને લીધે ઉપજેલો વિભાવ છે, વિકૃત ભાવ છે. વિ + કાર - વિ - વિશેષ - કારણ - કારણરૂપ - કરવારૂપ વિકાર - વિશેષ ભાવ
તે જ પ્રકારે પુદગલ કર્મરૂપ મિથ્યાદર્શનાદિ ઉદય આવતાં, તેના નિમિત્તે જીવ મિથ્યાદર્શનાદિ ભાવે પરિણમે છે. જીવથી ભાવવામાં આવતા આ મિથ્યાદર્શનાદિ ભાવ જીવ જ છે, ચેતન જ છે. આ જીવરૂપ મિથ્યાદર્શનાદિ ભાવ તે તો ચેતનપરિણામના વિકાર માત્ર છે. આ વિકાર એ કાંઈ જીવનો સ્વભાવ નથી, પણ વિભાવ છે. દર્પણમાં પ્રતિબિંબ પામતી આકૃતિ આદિથી વિકૃતિ પામવી તે કાંઈ દર્પણનો સ્વભાવ નથી, તે તો તેના સ્વચ્છતા પરિણામનો વિકાર છે, વિભાવ છે; તેમ મિથ્યાદર્શનાદિ ભાવે પરિણમવું એ કાંઈ જીવનો સ્વભાવ નથી, તે તો આગંતુક કર્મ ઉપાધિરૂપ ભાવોથી ઉપજેલો ચેતન પરિણામનો વિકાર છે, વિકૃત ભાવ છે, વિભાવ છે; જીવનો સ્વભાવ તો અવિકાર દર્પણથી જેમ ઉપયોગની ચેતનપરિણામની સ્વચ્છતા - નિર્મલતા - શુદ્ધતા એ છે.
આમ જીવથી ભાવવામાં આવતા મિથ્યાદર્શનાદિ જીવરૂપ ચેતન ભાવ છે; અને અજીવથી ભાવવામાં આવતા મિથ્યાદર્શનાદિ અજીવરૂપ અચેતન ભાવ છે. જીવરૂપ - ચૈતન્ય વિકાર રૂપ મિથ્યાદર્શનાદિ વિભાવ તે જ “આત્માનું કર્મ - ભાવકર્મ છે; અને અજીવરૂપ મિથ્યાદર્શનાદિ પરભાવ તે જ પુગલનું કર્મ - પુદ્ગલમય દ્રવ્ય કર્મ છે. આ ઉપરથી એ સિદ્ધાંત સ્થાપિત થયો કે અજીવ અજીવભાવોને જ કરે છે અને જીવ જીવભાવોને જ કરે છે; જીવના ભાવો જીવ જ છે અને અજીવના ભાવો અજીવ જ છે.
૫૪s