________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૩ સાકાર છે: સામાન્ય સ્વરૂપ ગ્રહનાર તે દર્શન અને વિશેષ સ્વરૂપ ગ્રહનાર તે જ્ઞાન એમ સામાન્ય-વિશેષાત્મક બે ભેદવાળી મ્હારી ચેતનસત્તા છે અને આ દર્શન-જ્ઞાનમય ચેતનામાત્ર એજ હારૂં-આત્માનું સમગ્ર સકલ સ્વરૂપ છે, સ્વરૂપ-સર્વસ્વ છે, એટલે જ્ઞાન-દર્શન “સ્વ”નો સ્વામી - શુદ્ધ ચૈતન્ય સ્વામી હું જ્ઞાન-દર્શન સમગ્ર છું.
નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે...
વાસુપૂજ્ય જિન.” - શ્રી આનંદઘનજી નિજ શાને કરી શેયનો, શાતા શાયક પદ ઈશ રે; દેખે નિજ દર્શન કરી, નિજ દેશ્ય સામાન્ય જગીશ રે...
- શ્રી શ્રેયાંસ પ્રભુ.” - શ્રી દેવચંદ્રજી આમ એક, શુદ્ધ, નિર્મમત, જ્ઞાન દર્શન સમગ્ર એવો આ હું - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા આકાશાદિની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું, નાનાદ્વિવત્ પરમાર્થિો વસ્તુવિશેષોડાિ આકાશ જેમ
પ્રત્યક્ષ અમૂર્ત જડ વસ્તુવિશેષ છે, પુદ્ગલ જેમ પ્રત્યક્ષ દેશ્યમાન મૂર્ત જડ ગગનાદિવટુ પારમાર્થિક વસ્તુવિશેષ છેઈ., તેમ હું પણ પ્રત્યક્ષ અનુભવાતો ચૈતન્ય સ્વરૂપ વસ્તુ વિશેષ છું પારમાર્થિક વસ્તુવિશેષ છું. હું કાંઈ કલ્પનારૂપ કલ્પિત વસ્તુ નથી, પણ
ખરેખર સત્ - અસ્તિત્વ - સ્વરૂપ સત્તા ધરાવતો, વિદ્યમાન, પરમાર્થસતુ ચેતન વસ્તવિશેષ છું; સર્વ અન્ય જડ દ્રવ્યથી પ્રગટપણે ભિન્ન એવું વિશિષ્ટ ખાસ અસાધારણ ચૈતન્ય લક્ષણથી ભિન્ન એવી વિશિષ્ટ ચેતન વસ્તુ છું.
તેથી હવે હું આ આત્મામાં જ નિશ્ચલ અવસ્થિત થઉં છું. જ્ઞાન-દર્શનમય એવો આ આત્મા મેં જાણ્યો, તેમાં જ જેમ છે તેમ આત્માપણે નિશ્ચલ સ્થિતિ કરું છું અને એવી નિશ્ચલ સ્વરૂપ સ્થિતિ સર્વ
- પરદ્રવ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ વડે કરીને જ થાય; એટલે સર્વ પરદ્રવ્યમાંથી સમસ્ત પર દ્રવ્ય નિવૃત્તિથી નિવૃત્તિ કરીને, સર્વ પરભાવ પ્રવૃત્તિમાંથી પાછો વળીને, સર્વ નિશ્વલ આત્મસ્થિતિ પરભાવ-વિભાવ પરિણામથી ઓસરીને હું નિશ્ચલ એવા આત્મસ્વભાવમાં
સ્થિત થયો છું. “અંતરંગ બહિરંગ અંગ પરસંગ ભંગિ, ઈદ્રીકી ઉમંગ તજી જામે પરછાહિ છે, હોય જે ચેતન એસો જૈસો તો સભાવ તેઓ, તો એ કર્મબંધ મુંજ તો કુ કહાણી છે.”
- દ્રવ્યપ્રકાશ, ૩-૭૩ સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ. સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ. દીઠો સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો હો લાલ.” - શ્રી દેવચંદ્રજી
અને આમ સકલ પરદ્રવ્ય પ્રવૃત્તિની નિવૃત્તિથી આત્મસ્વભાવમાં નિશ્ચલ અવસ્થિત એવો હું આત્માને જ ચેતી રહ્યો - અનુભવી રહ્યો છું. કારણકે સકલ પરદ્રવ્યના નિમિત્તે ઉપજતા વિશેષ
ચેતનરૂપ ચંચલ તરંગોનો મેં નિરોધ કર્યો છે; અર્થાતુ સર્વ પરદ્રવ્ય પદ્રવ્ય નિમિત્તક ચંચલ તરંગ -પ્રવૃત્તિથી નિવૃત્ત થયો છું, એટલે તે પરદ્રવ્યના નિમિત્તે વિભાવ રૂપ કોઈ નિરોધવા આત્મસંચેતન પણ વિકલ્પ તરંગ મ્હારા આત્મામાં હું ઉઠવા દેતો નથી, એવો મેં તેનો
નિરોધ કર્યો છે. આ પ્રકારે નિસ્તરંગ સમુદ્રવતુ સ્થિર એવા આત્માને જ હું ચેતી-અનુભવી રહ્યો છું.
૪૭૭