________________
-
સમયસાર : આત્મખ્યાતિ
“કારક ચક્ક સમગ્ગ, તે જ્ઞાયક ભાવ વિલગ્ગ;
પરમ ભાવ સંસગ્ગ, એકરીતે રે કાંઈ થયો ગુણવર્ગી રે... જિગંદા ! તોરા નામથી મન ભીનો,'' - શ્રી દેવચંદ્રજી “येनात्मनानुभूयेऽहमात्मनात्मानमात्मनि ।
सोऽहं न तत्र सा नासौ नैको न द्वौ न वा बहुः ॥"
કર્દાદિ કારક કુચક્ર પરાર્થ વસ્યું, તે આત્મસાધક સુચક્ર હવે પ્રવર્ત્યે; આત્માર્થ આત્મથકી આત્મક્રિયા જ આત્મા, આત્માથી આત્મમહિં આ કરતો મહાત્મા.
શ્રી યોગદૅષ્ટિ કળશ કાવ્ય (ડૉ. ભગવાનદાસ કૃત) આમ એક જ્ઞાયકસ્વભાવ સહિત હોવાથી એક અને મલરૂપ સકલ પરભાવ - વિભાવરહિત હોવાથી શુદ્ધ એવો હું નિર્મમત છું - મમતા જેની નિર્ગત છે - ચાલી ગઈ છે એવો છું, મમતા રહિત છું. કારણકે ક્રોધાદિ ભાવરૂપ સમસ્ત જે પરસંપત્તિ છે તેના ‘સ્વ'ના સ્વામીપણે નિત્યમેવ હારૂં અપરિણમન છે, पुद्गलस्वामिकस्य क्रोधादिभाववैश्वरूप्यस्य स्वस्य स्वामित्वेन नित्यमेवापरिणमनात् । માલિક - ધણી તો પુદ્ગલ છે, તે અર્થાત્ ક્રોધાદિ પરભાવ વિશ્વના ‘સ્વ'નો ધનનો-સંપત્તિનો સ્વામી - ક્રોધાદિ વિશ્વના સ્વામીપણે - માલિકપણે - ધણીપણે હું કદી પણ પરિણમતો નથી. તે ક્રોધાદિ ‘અહમ્’ -
નિર્મમતઃ જંગના બે પગ, અહં મમ બે ઠગ'
હું નથી તો તે મમ - મ્હારા ક્યાંથી હોય ? પ્રથમ વિભક્તિ ‘અહમ્'
- ન હોય તો છઠ્ઠી વિભક્તિ ‘મમ’ ક્યાંથી હોય ? અહમ્ મમ - નામના આ બે ઠગ છે અને તે બે ઠગના પગ પર આખું જગ ચાલી રહ્યું છે ! પરભાવમાં આત્મસ્રાંતિ કરાવનારા આ ગ્રહમ્ - મમ બે ઠગને – જગના બે પગને મેં ભાંગી નાંખ્યા છે. એટલે તે ક્રોધાદિ સર્વ ભાવ મ્હારા નથી, પુદ્ગલના જ છે, મ્હારે એ પુદ્ગલની સંપત્તિ (Property) સાથે કાંઈ પણ લેવા દેવા નથી. આમ હું નિર્મમત છું. માત્ર એક આત્મા જ મ્હારો છે, બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ મ્હારૂં નથી - ‘વિ અસ્થિ મા િિવવિ ગળું પરમાણુમિત્તપિ’।‘અવિ અપ્પળો વિ ટેમિ નાયરંતિ મમારૂં (મહાત્મા પુરુષ) પોતાના દેહને વિષે પણ મમત્વ આચરતા નથી.’' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૩૯
-
શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિ શતક
‘‘જડતા સુભાવ લીયે મોહ મદ પાન કીયે,
એસો પરદ્રવ્ય સો તો મેરા ધન નાંહી છે,
મૈં તો યાકો નાથ નહિ મૈં તો નાથ ચેતના કો,
જ્ઞાનાદિ અભંગ રંગ જાકે સંગ યાહી હૈ.'' - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૭૩
‘જગના બે પગ, અહં મમ બે ઠગ.' (સ્વ રચિત)
આમ સકલ પરભાવ-વિભાવ પ્રત્યે હું નિર્મમત છું, એટલે મ્હારૂં પોતાનું આત્માનું કાંઈ પણ સ્વ
શાન દર્શન સમગ્ર
(ધન) નથી ને હું ખાલીખમ સાવ નિર્ધનીઓ છું એમ કાંઈ નથી; પણ હું તો અનંત જ્ઞાનાદિ આત્મધનથી સંપૂર્ણ - સમગ્ર હોઈ શાન દર્શન સમગ્ર છું, જ્ઞાન-દર્શન એજ મ્હારૂં આત્માનું સમગ્ર - સંપૂર્ણ સ્વરૂપ છે, સ્વરૂપ સર્વસ્વ છે. કારણકે ચિન્માત્ર-ચૈતન્યમાત્ર એવું જે સર્વાતિશાયિ મહર્ - સર્વથી મહત્ તેજ છે, તેનું વસ્તુ સ્વભાવથી જ સામાન્ય-વિશેષપણું છે, વિન્માત્રસ્ય મહતો વસ્તુત્વમાવત વ સામાન્યવિશેષામ્યાં સતવાતા
તેમાં આકાર-ભેદ નહિ ગ્રહણ કરતું એવું દર્શન નિરાકાર છે અને આકાર-ભેદ ગ્રહણ કરતું એવું જ્ઞાન
૪૭
-