________________
સમયસાર : આત્મખ્યાતિ
ધણીપણે નિત્ય અપરિણમનને લીધે. (૪) જ્ઞાન દર્શન સમગ્ર છું - જ્ઞાનદર્શનથી સમગ્ર - સંપૂર્ણ છું. શાને લીધે ? ચિન્માત્ર મહિના - મહાતેજના વસ્તુ સ્વભાવથી જ સામાન્ય-વિશેષે કરી સકલપણાને - સંપૂર્ણપણાને - સમગ્રપણાને લીધે. આમ એક, શુદ્ધ, નિર્મમત, જ્ઞાનદર્શનસમગ્ર એવો હું આ આત્મા ચિન્માત્ર જ્યોતિ, આકાશાદિની જેમ, પારમાર્થિક - ખરેખરો પરમાર્થસતુ વસ્તુવિશેષ છું. તેથી હું હવે
આ જ આત્મામાં નિશ્ચલ અવતિષ્ઠતો, કેવી રીતે ? નિખિલ પરદ્રવ્ય પ્રવૃત્તિની નિવૃત્તિથી - નિશ્ચિત પદ્રવ્યપ્રવૃત્તિનિવૃત્ય, સમસ્ત પરદ્રવ્યમાં પ્રવર્તવાથી પ્રવૃત્તિની નિવૃત્તિથી - પાછું વળવાપણાથી - (૨) આને જ - આ જ આત્માને ચેતતો - અનુભવતો. તે પણ શી રીતે ? પરદ્રવ્ય નિમિત્તક - પરદ્રવ્ય જેનું નિમિત્ત છે એવા વિશેષ ચેતન રૂપ ચંચલ-ચલ કલ્લોલોના - તરંગોના નિરોધથી - નિયંત્રણથી. આમ આ જ આત્મ અવતિષ્ઠતા અને આ જ આત્માને ચેતતા રહીને શું ? સ્વઅજ્ઞાનથી આત્મામાં ઉગ્લવી રહેલા - એકદમ ઊઠી રહેલા આ ભાવોને - અખિલોને જ હું ખપાવું છું, ક્ષય કરૂં - ખતમ કરૂં છું. સ્વીજ્ઞાનાત્મન્સુલ્તવમનાનેતાનું માવાનવિતાનેવ સપયામિ, એમ આત્મામાં નિશ્ચિત કરી - ચિર સંગૃહીત - લાંબા વખતથી - સંગૃહી રાખેલ - પકડી રાખેલ પોત પાત્ર - વહાણ જેણે મૂકી દીધું છે એવા સમુદ્રાવર્તની જેમ – સમુદ્રના વમળની જેમ, ઝટ લઈને જ સમસ્ત વિકલ્પ જેણે ઉદ્ધાંત કર્યો છે - વમી નાંખ્યો છે - નિર્દેવીદ્વાંતસમસ્તવિન્યો, એવો આ આત્મા - “અકલ્પિત” - કલ્પિત નહિ પણ. પરમાર્થસત “અચલિત' - પરભાવનું આકર્ષણ નિવર્તવાથી ચલિત ન થતા અને સકલ વિભાવમલ દૂર થવાથી અમલ એવા આત્માને આલંબતો સતો, નિશ્ચય કરીને ખરેખર ! (કથન માત્ર નહિ પણ ખરેખરી વસ્તુસ્થિતિથી) “વિજ્ઞાનઘનભૂત' - વિજ્ઞાનઘન થયેલો એવો, આમ્રવોથી નિવર્તે છે - પાછો વળે છે. પરમર્ષિ આચાર્યજીએ ભાવન કરાવેલી આ અપૂર્વ આત્મભાવનાની હવે વિશેષ ભાવના કરીએ : - દમયમાત્મા - “હું' - આ દેહમાં અહં પ્રત્યયથી પ્રતીત થતો આ પ્રત્યક્ષ પ્રગટ અનુભવાઈ રહેલો
આત્મા, પ્રત્યક્ષ અક્ષણ અનંત ચિન્માત્ર જ્યોતિ છું - પ્રત્યક્ષમક્ષULTમનંd IYકશનભા . હું આ આત્મા વિન્માત્ર ખ્યોતિઃ - માત્ર - કેવલ ચૈતન્ય જ જ્યાં ઝળહળે છે એવી આ ચિન્માત્ર જ્યોતિ ચિન્માત્ર - ચૈતન્યમાત્ર પ્રકાશ સ્વરૂપ જ્યોતિ પ્રત્યક્ષ પ્રગટ અનુભવ
પ્રકાશથી પ્રકાશી રહી છે; આ જ્યોતિ અક્ષણ છે, કદી પણ લુણ નહિ થયેલી - નહિ કચડાયેલી - નહિ ચગદાયેલી - નહિ દબાયેલી એવી છે, અનાદિકાળથી કદી પણ ખંડિત નહિ થયેલી એવી અખંડ અબાધિત હોઈ, જેવી ને તેવી જ હતી છે અને રહેશે. અનંત છે, સ્વભાવભૂત હોઈ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી જેનો અંત નથી એવી અનંત છે. આવી પ્રત્યક્ષ, અશ્રુષ્ણ - અખંડ, અનંત ચિન્માત્ર જ્યોતિ સ્વરૂપ હું આ આત્મા છું.
હું એક છું, જગને ભેળવવાની શી જરૂર છે?” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૬૪૩, (ઉપદેશ છાયા) એવો હું આત્મા એક છું. શાથી ? અનાદિ અનંત નિત્યોદિત વિજ્ઞાન ઘનસ્વભાવભાવપણાથી,
નાનંનિત્યવિવિજ્ઞાનધનસ્વમવમવેત્વીક્ | વિજ્ઞાનઘનપણું એ જ એક વિજ્ઞાનઘનપણાને આત્માનો સ્વભાવ ભાવ છે તેથી. આ વિજ્ઞાનઘન સ્વભાવ અનાદિ લીધે એક અનંત છે, તેની આદિ નથી તેમજ અંત પણ નથી, કારણ કે જે સ્વભાવ
હોય તે સ્વતઃસિદ્ધ હોઈ અનુત્પન્ન ને અવિનાશી જ હોય એવો નિયમ છે, એટલે વિજ્ઞાનઘન સ્વભાવ પણ અનાદિ અનંત છે. વળી આ વિજ્ઞાનઘન સ્વભાવ નિયોદિત - સદોદિત છે, તે સદાય ઉદિત જ - ઉદય પામેલો જ વર્તે છે, આ વિજ્ઞાનઘન ખરેખર ! વિજ્ઞાન-ઘન જ છે, વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય જ છે. ઉંચાઈ લંબાઈ ને પહોળાઈ એ ત્રણ માપ (Dimensions) જેને હોય તેને ગણિત - પરિભાષામાં ઘન (Cube) નક્કર વસ્તુ કહે છે. જેમકે - મીઠાનો ગાંગડો અથવા સાકરનું ચોસલું. મીઠાનો ગાંગડો સર્વ પ્રદેશે લવણ લવણ ને લવણ સ્વરૂપ જ છે; સાકરનું ચોસલું સર્વ પ્રદેશે મીઠાશ મીઠાશ ને મીઠાશમય જ છે, તેમ આત્મા પણ
४७४