________________
સમયસાર : આત્મખ્યાતિ
હોઈને ? પુદ્ગલકર્મ અને જીવના કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોઈને, શાને લીધે ? વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે અને આ જ જીવ સસંસાર વા નિઃસંસાર આત્માને - પોતાને અનુભવતો આત્માને એકને જ અનુભવતો ભલે પ્રતિભાસો ! - મ કે બીજાને. શાથી ? પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાથી. શાને લીધે ? ભાવ્ય-ભાવક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે. આ વ્યાખ્યાનો સ્પષ્ટ આયાર્થ આ પ્રકારે - સમુદ્ર છે, તેની ઉત્તરંગ - તરંગવાળી અને નિતરંગ - તરંગ વગરની એમ બે અવસ્થા છે,
પવનના સંચરવારૂપ નિમિત્તથી તરંગવાળી અવસ્થા અને નહિ સંચરવારૂપ
નિમિત્તથી તરંગ વગરની અવસ્થા ઉપજે છે. સનીરસંવરબાસંવરસમુદ્રનું દેણંત નિમિત્તયોf - આમ સમીરનું સંચરણ જેને નિમિત્ત છે. એવી આ
ઉત્તરંગ - નિસ્તરંગ બન્ને અવસ્થામાં પણ પવન અને સમુદ્રનો વ્યાપ્ય-વ્યાપક ભાવ છે નહિ, એટલે એ બે વચ્ચે કર્તા-કર્મપણાનો સંબંધ ઘટતો નથી. પણ પરિવાર gવ વયમંતવ્યાપો મૂત્વ - સમુદ્ર પોતે જ અંતરુ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં તે ઉત્તરંગ-નિતરંગ બન્ને અવસ્થાને વ્યાપીને, રિમધ્યાંતવૃત્તાં નિતરંગવિચ્ચે વ્યાણ, આત્માને - પોતાને ઉત્તરંગ વા નિતરંગ કરે છે - માત્માનમુત્તર નિસ્તરને સુર્વન, અને આમ તે આત્માને - પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે, નહિ કે બીજાને કરતો. વળી પવન ને સમુદ્ર એ બન્ને ભિન્ન ભિન્ન વસ્તુ છે, એટલે આ પવન ને સમુદ્ર વચ્ચે ભાવ્ય-ભાવક સંબંધ પણ છે નહિ. ભાવ્ય એટલે ભાવવા-અનુભવવા યોગ્ય અને ભાવક એટલે ભાવનાર-અનુભવનાર, એવા આ ભાવ્ય-ભાવક ભાવનો એ બે વચ્ચે અભાવ છે, કારણકે પરભાવનું પરથી અનુભવાવું અશક્ય છે. એટલે તે સમુદ્ર પોતે જ આત્માને-પોતાને ઉત્તરંગ વા નિસ્તરંગ અનુભવે છે અને આમ તે આત્માને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, નહિ કે બીજને અનુભવતો. આમ મોજાવાળી કે મોજ વગરની પોતાની બન્ને અવસ્થાનો હેલેથી તે છેલ્લે સુધી કર્તા-ભોક્તા એક સમુદ્ર પોતે જ છે. વાયુ તો તેમાં નિમિત્ત માત્ર જ છે. તે જ પ્રકારે - જીવ છે, તેની “સસંસાર' - સંસાર સહિત અને “નિઃસંસાર” - સંસાર રહિત એમ
બે અવસ્થા છે, પુદ્ગલ કર્મના વિપાક સંભવરૂપ નિમિત્તથી સસંસાર દારતિક - અવસ્થા અને તેના અસંભવરૂપ નિમિત્તથી નિઃસંસાર અવસ્થા ઉપજે છે - સસંસાર - નિઃસંસાર જીવ પુત્તિવિપવિ સંમવાસંમનિમિત્તથીf - આ સસંસાર-નિઃસંસાર બન્ને
અવસ્થામાં પણ પુદ્ગલ કર્મ ને જીવનો વ્યાપ્ય-વ્યાપક ભાવ છે નહિ, એટલે એ બે વચ્ચે કર્તા-કર્મપણાનો સંબંધ સંભવતો નથી. પણ નીવ ઇવ સ્વયમંતવ્યાવિદો મૂવી - જીવ પોતે જ અંતરૂ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં તે સસંસાર-નિઃસંસાર બન્ને અવસ્થાને વ્યાપીને - મહિમધ્યાંતેષ સસંસારનસંસારીવસ્થ વ્યાપ્ય - આત્માને - પોતાને સસંસાર વા નિઃસંસાર કરે છે, ‘સસંસાર નિસંસાર વાત્માનું સૂર્યનું - અને આમ તે આત્માને-પોતાને એકને જ કરતો ભલે પ્રતિભાસો ! પણ અન્યને કરતો મ પ્રતિભાસો ! વળી પુદ્ગલકર્મ ને જીવ એ બન્ને પ્રગટ ભિન્ન ભિન્ન વસ્તુ છે, એટલે આ પુલકર્મ ને જીવ વચ્ચે ભાવ્યભાવક સંબંધ પણ છે નહિ. ભાવ્ય એટલે ભાવાવા - અનુભવાવા યોગ્ય અને ભાવક એટલે ભાવનાર - અનુભવનાર, એવા આ ભાવ્ય-ભાવક ભાવનો એ બે વચ્ચે અભાવ છે, કારણકે પરભાવનું પરથી અનુભવાવું અશક્ય છે. એટલે આ જીવ પોતે જ સસંસાર વા નિઃસંસાર આત્માને-પોતાને અનુભવે છે અને આમ તે આત્માને એકને જ અનુભવતો ભલે પ્રતિભાસો ! પણ, અન્યને અનુભવતો મ પ્રતિભાસો !
આમ સંસારી કે નિઃસંસારી એ બન્ને અવસ્થાનો પહેલેથી તે છેલ્લે સુધી કર્તા-ભોક્તા એક જીવ પોતે જ છે, પુદ્ગલકર્મ તો તેમાં નિમિત્ત માત્ર જ છે.
૫૨૦