________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૪ આગળીઆરૂપ કોઈ પ્રતિબંધ નહિ હોવાથી, તે જેમ નિમર્યાદપણે - અનિયંત્રિતપણે પ્રસરે છે, તેમ જ્ઞાની પણ કર્મપટલ રૂપ ઘનની - મેઘની વિઘટના થતાં, કર્મરૂપ વાદળો વિખેરાઈ જતાં, નિરર્ગલ પ્રસર પામે છે અર્થાત તેના મુક્ત વિકાસને રોધનાર અર્ગલા - આગળીઆરૂપ કર્મપ્રતિબંધ નહિ હોવાથી
તે નિર્મર્યાદપણે - અનિયંત્રિતપણે પ્રસરે છે, વિકાસ પામે છે, વિભે છે, જેમ જેમ વિજ્ઞાનઘન અર્થાત્ જૂભા - બગાસું ખાતાં જેમ મોટું વધારે ને વધારે વિકસે છે, તેમ તેમ તેમ આસવ નિવૃત્તિ તેનું જ્ઞાન વધારે ને વધારે વિકાસ પામતું જાય છે, ઉન્મીલન પામતું જાય છે
અને આમ સહજ વિજ્ભમાણ - ઉલ્લભાયમાન ચિતુ શક્તિતાએ કરીને તે જેમ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે, તેમ તેમ તે આસ્રવોથી નિવર્તે છે; અને જેમ જેમ આગ્રવોથી નિવર્સે છે તેમ તેમ તે વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે કે જ્યાં લગી તે સમ્યકપણે આગ્રવોમાંથી નિવર્સે છે અને ત્યાં લગી આઝવોમાંથી નિવર્તે છે કે જ્યાં લગી સમ્યક વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે. એટલે આમ શાન અને આસવ નિવૃત્તિનું સમકાલપણું (Simultaneousness) છે, જ્ઞાનની સાથોસાથ જ આસ્રવ નિવૃત્તિ હોય છે, તે સ્થિતં | આવી પરમ “વિજ્ઞાનઘન' દશાનો જેણે જીવનમાં આત્માનુભવસિદ્ધ સાક્ષાત્કાર કર્યો હતો એવા શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વસંવેદનજન્ય આત્મવિનિશ્ચયથી નીકળેલા સહજ અનુભવોલ્ગાર
“જ્ઞાનીની પરિપક્વ અવસ્થા(દશ) થયે સર્વ પ્રકારે રાગદ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે.''
સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વશ થાય.”
બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે.
અને એ જે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય તે માટે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દઢ કરીને ભાસે છે.
કારણકે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, માટે અમે તેના અનુયાયિ ખરેખરા છઈએ, સાચા છઈએ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૧, ૨૩૫), હાથનોંધ, ૩-૩૨૨
પર પુગલ
જીવે
४८५