________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે અત્રે ઉપસંહારમાં અમૃતચંદ્રાચાર્યજી “પંચરત્ન' આ પંચ કળશ સમયસાર (૯) લલકારે છે, તેમાં ચૈતન્ય એ જ જીવ છે એવા ભાવનો પ્રથમ કળશ પ્રકાશે છે -
अनुष्टुप् अनायनंतमचलं स्वसंवेद्यमिदं स्फुटं । जीवः स्वयं तु चैतन्यमुचच्चैश्चकचकायते ॥४१॥ અનાદ્યનંત અચલ, સ્વસંવેદ્ય જ ફુટ આ; ચૈતન્ય તે સ્વયં જીવ, ચકચકી રહ્યો અતિ.
અમૃત પદ-૪૧ ભેખ રે ઉતારો રાજા ભરથરી' - એ રાગ. ચેતન ચકચકે આ અતિ, ચૈતન્યલક્ષણે સાર રે... ચેતન. ધ્રુવ પદ. અચલ અનાદિ અનંત જે, સ્વસંવેદ્ય ફુટ ધાર રે... ચેતન. ૧ એવું ચૈતન્ય જીવ આ સ્વયં, ચકચકતો નિરધાર રે,
ભગવાન અમૃત જ્યોત તે, પ્રગટ સમયસાર રે... ચેતન. ૨ અર્થ - જીવ તો સ્વયં અનાદિ અનંત, અચલ, સ્વસંવેદ્ય એવું આ ફુટ ચૈતન્ય અત્યંત ચકચકી
રહ્યું છે.
“અમૃત જ્યોતિ” મહાભાષ્ય ચૈતન્ય લક્ષ કરનારની બલીહારી છે.” - શ્રીમદ્ રાજચંદ્ર નિરાબાધ ચેતન અલખ, જાનૈ સહજ સ્વકીવ, અચલ અનાદિ અનંત નિત, પ્રગટ જગત મૈં જીવ.” - બના. કૃત સ.સા.અજી. ૧૦ રાગાદિ ભાવો જે જીવ નથી, તો પછી જીવ કોણ છે?
તેની આ પ્રથમ અંકનો સર્વોપસંહાર કરતાં મહા આધ્યાત્મિક નાટ્યકાર પરમાર્થ મહાકવિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે આ અચિંત્ય તત્ત્વચિંતામણિ સમા પંચરત્નરૂપ પંચ કળશ કાવ્યમાં અપૂર્વ અદ્દભુત નાટકીય રીતિથી (grand dramatic style) દર્શાવ્યું છે. તેમાંનો આ પ્રથમ શ્લોક છે, તેમાં એ મહાન આર્ષદૃષ્ટાએ પ્રકાર્યું છે કે, “નીવ: સ્વયં તુ વૈતન્યમુāવવછાયતે” જીવ સ્વયં તો આ ફુટ ઉચ્ચપણે ચકચકી રહેલું ચૈતન્ય છે. આ ચૈતન્ય કેવું છે ? ‘મનાધનંતમા : આ ચૈતન્ય આત્મસ્વભાવભૂત હોઈ જેની આદિ નથી ને જેનો અંત નથી એવું અનાદિ અનંત છે; પરભાવથી કદી ચલાયમાન થાય એવું ન હોવાથી અચલ જેવું અચલ છે; “સંવેદ્યદ્દેિ ભુ - પોતે પોતાથી સંવેદાય એવું સ્કુટ સ્વસંવેદ્ય છે - પ્રગટ આત્માનુભવગમ્ય છે; આવું અનાદિ અનંત અચલ આ સ્ફટ સ્વસંવેદ્ય ચૈતન્ય જે અત્યંત ચકચકે છે, દિવ્ય જ્યોતિ જેમ ઝગમગે છે, તે જ જીવ પોતે છે.
“સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.”
- પરમતત્ત્વદેખા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત, આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર-૫૪
૪૪૨