________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૪૬
અશાનાંધકારનો પ્રણાશ અને સકલ વસ્તુના પૃથક્ નિર્ભ્રાસ રૂપ વિશ્વપ્રકાશ એ બે મહાન્ કાર્ય એકીસાથે કરે છે. તે આ પ્રકારે (૧) દીપકની જ્યોતિનો પ્રકાશ થતાં - પ્રગટતાં, ઘરમાં પોતપોતાનાં યથાસ્થાને પૃથક્ પૃથક્ યથાસ્વરૂપે રહેલા જૂદા જૂદા સર્વ પદાર્થો પ્રગટ દેખાય છે; તેમ આ જ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિનો પ્રકાશ થતાં, આ વિશ્વગૃહમાં - જ્યાં એક દ્રવ્યમાં પરભાવની લેશ પણ ઉપાધિનો લેશ પણ પ્રવેશ નથી, એવા પોતપોતાના યથાસ્થાને પૃથક્ પૃથક્ યથાસ્વરૂપે રહેલા જૂદા જૂદા સર્વ દ્રવ્યો-પદાર્થો દીવા જેવા અત્યંત સ્પષ્ટ ભાસે છે, એવું આ અખિલ વિશ્વ પ્રગટ દેખાય છે; આમ આ જ્ઞાનજ્યોતિ સ્ફુરતાં પૃથક્ પૃથક્ સ્વરૂપસ્થિત દ્રવ્યોથી સંભૃત આખા વિશ્વનો પ્રકાશ થાય છે. (૨) તેમજ ‘હું' ‘અહમ્’ ચેતન એક કર્તા અને ક્રોધાદિ આ મ્હારૂં કર્મ એવી જે અશજનોની કર્તાકર્મપ્રવૃત્તિ તે જ તમમ્ રૂપ અજ્ઞાન છે અને આ અજ્ઞાનનો પ્રતિપક્ષ પ્રગટપણે શાન હોઈ શાન તે અજ્ઞાનનો સર્વનાશ કરે એ સહજ સ્વાભાવિક છે. ક્રોડો વર્ષનું અંધારૂં હોય, પણ દીવો પેટાવતાં તત્ક્ષણ જ વિલય થાય છે, તેમ અનાદિનું આ અજ્ઞાનનું અંધારૂં દિવ્ય જ્ઞાનજ્યોતિ સ્ફુરતાં તત્ક્ષણ જ વિલય પામે છે. ક્રોડો વર્ષનું સ્વપું હોય પણ જાગ્રત થતાં વેંત જ તે શમાઈ જાય છે, તેમ આ કર્તાકર્મપ્રવૃત્તિ રૂપ અનાદિ અજ્ઞાનમય વિભાવ-સ્વપું જ્ઞાનરૂપ જાગ્રત દશા થતાં વેંત જ શમાઈ જાય છે; આમ જ્ઞાનજ્યોતિ સ્ફુરતાં કર્તા કર્મ પ્રવૃત્તિ રૂપ અજ્ઞાન અંધકારનો પ્રણાશ સર્વનાશ થાય છે. આ અંગે પરમતત્ત્વદેષ્ટા સાક્ષાત્ આત્મસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના તેમની પરમ સુપ્રસિદ્ધ યથાર્થનામા આત્મસિદ્ધિ' પરમ અમૃત કૃતિ અંતર્ગત ટંકોત્કીર્ણ વચનામૃત છે કે -
‘કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.
જ્ઞાનજ્યોતિ - દીવાદાંડી
તમઃનાશ વસ્તુ પ્રકાશ
-
-
કોટિ વર્ષનું સ્વપ્ર પણ, જાગ્રત થતાં શમાય;
તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.'' - શ્રી આત્મસિદ્ધિ સૂત્ર-૯૮, ૧૧૪
-
અને જે જ્યોતિ છે
દા.ત. ચમક ચમક થતી દીવાદાંડી (Light-house), તે પોતાના પ્રકાશથી ઘણે ઘણે દૂરથી પણ ગમે તે કોઈનું એકદમ ધ્યાન ખેંચે છે, આકર્ષે છે, તેમ અંતરમાં ચૈતન્ય ચમત્કારથી ચમક ચમક થતી આ જ્ઞાનજ્યોતિ એકદમ સર્વ કોઈનું ધ્યાન ખેંચે છે, આકર્ષણ કરે છે. આમ આ જ્ઞાનને ‘જ્યોતિ’ કહેલ છે તે સર્વથા યથાર્થ છે. આવા પ્રકારે આ કળશના ભાવાર્થને અત્રે સંક્ષેપમાં વિચાર્યો.
5
-
૪૫૩