________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૪૨
જીવનું દર્શન કરવા ચૈતન્યલક્ષણ આલંબાઓ ! એવા ભાવનો સમયસાર કળશ (૧૦) કહે છે -
शार्दूलविक्रीडित -
वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो । नामूर्त्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः । इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा, व्यक्तं व्यंजितजीवतत्त्वमचलं "चैतन्यमालम्ब्यतां ॥४२॥ વર્ણાદિયુત વા અયુત્ અર્જીવ છે દ્વિધા જ તેથી અહિ, નિમૂર્તત્વ ઉપાર્સી વિશ્વ ર્જીવનું સત્ તત્ત્વ દેખે નહિ; એ આલોર્ચી વિવેચકો ન જ અતિવ્યાપિ અવ્યાપી ન જો ! વ્યક્ત વ્યંજતું જીવતત્ત્વ ઉચિતં ચૈતન્ય આલંબો ! ૪૨ અમૃત ૫૬-૪૨
ભેખ રે ઉતારો... એજ રાગ (ચાલુ)
વર્ણાદિથી સહિત આ, વા વર્ણાદિ રહિત રે,
એમ અજીવ બે પ્રકારનો, તેથી જ અહિં એ રીત રે... ચેતન. ૩ ઉપાસી અમૂર્તપણું જગત આ, જીવ તત્ત્વ દેખે ના જ રે; એમ આલોર્ચી વિવેચકો, આલંબો ચૈતન્ય આ જ રે... ચેતન. ૪ અતિવ્યાપિ જે ન વર્તતું, જાતું લક્ષણ જ્હાર રે;
અવ્યાપિ પણ જે છે નહિ, એવું સમુચિત સાર રે... ચેતન. ૫ ચૈતન્ય એહ આલંબજો, જીવતત્ત્વ જે સાર રે;
વ્યક્તપણે વ્યંજિત કરે, ભગવાન અમૃત ધાર રે... ચેતન. ૬
અર્થ - કારણકે વર્ણાદિથી સહિત તથા વિરહિત એમ બે ભેદે અજીવ છે, તેથી કરીને અમૂર્ત્તત્વને ઉપાસીને જગત્ જીવના તત્ત્વને દેખતું નથી, એમ આલોચીને વિવેચકોથી ન અવ્યાપિ વા અતિવ્યાપિ એવું સમુચિત વ્યક્તપણે જીવતત્ત્વ વ્યંજિત કરતું અચલ ચૈતન્ય આલંબાઓ !
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘(આકાશ વાણી) - તપ કરો ! તપ કરો ! શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો ! શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો !'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૭, હાથનોંધ-૩
ચેતના શુદ્ધાતમ કું ધ્યાવો, પર પરચેં ધામધૂમ સદાઈ,
નિજ પરસેં સુખ પાવો.’’ શ્રી આનંદઘનજી, પદ-૮૦
-
–
આ જીવને પ્રાપ્ત કરવા માટે આ ચૈતન્યલક્ષણનું જ આલંબન સમર્થ છે, એની તાત્ત્વિક મીમાંસા કરતાં પરમભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રજી આ કળશમાં આત્માર્થી મુમુક્ષુઓને આત્મબંધુત્વ ભાવે પ્રેરણા કરે છે - વયૈિઃ સહિતસ્તથા વિહિતો àવાસ્યનીવો યતો' જે અજીવ છે તે વર્ણાદિ સહિત
૪૪૩
-
" नात्मा तस्मादमूर्त्तत्वं चैतन्यं चातिवर्तते ।
તતો રેહેન નેરૂં તસ્ય મૂર્રીન ર્દિવિત્ ।' - શ્રી યશોવિજયજી કૃત અ.સા.આ.નિ.અ. ૪૬
અર્થાત્ - તેથી આત્મા અમૂર્ત્તપન્નાને અને ચૈતન્યને અતિવર્તતો (અતિક્રમતો) નથી, તેથી મૂર્ત એવા દેહ સાથે તેનું કોઈ પણ પ્રકારે એકત્વ નથી.