________________
સમયસાર : આત્મખ્યાતિ
Cosmetics), જૂદા જૂદા વેષાદિ સજાવટ (make-up) ધારી જેમ નટ રંગભૂમિ પર આવી નાટક કરી દેખાડે છે અને દાઓ વર્ણાદિમાનું મૂર્તિમાન તેને સાક્ષાત દૃષ્ટિથી દેખે છે, તેમ અત્રે આ ભવપ્રપંચ નાટકમાં જુદા જુદા વર્ણાદિ ધારી, જૂદા જૂદા વેષ ધારી, આ પ્રગટ દશ્યમાન યુગલ નટ વિશ્વ-રંગભૂમિ પર આવી વિવિધ નાટક કરી દેખાડે છે અને દેષ્ટાઓ તે વર્ણાદિમાનું મૂર્તિમાન યુગલ નાટકીઆને પ્રત્યક્ષ – સાક્ષાત્ દૃષ્ટિથી દેખે છે. શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ જીવ દેખતા નથી.
પણ આ જીવ તો રાગાદિ પુદગલવિકારથી વિરુદ્ધ એવી સર્વ પ્રદેશે શુદ્ધ ચૈતન્ય ચૈતન્ય ને ચૈતન્યમય જ શુદ્ધ ચૈતન્ય ધાતુથી ઘડાયેલી મૂર્તિ હોઈ આ અધ્યાત્મ નાટકમાં અદેશ્ય પાત્રપણે પ્રવેશ છે, પણ દૃષ્ટિને (ચર્મચક્ષુને) અગોચર ને ઈદ્રિયોને અગમ્ય હોઈ દેશઓ એને દૃષ્ટિથી દેખતા નથી ને ઈદ્રિયોથી જાણતા નથી. આમ પુદ્ગલ અને જીવ બન્ને “મૂર્તિ' તો છે, પણ આ મૂર્તિ મૂર્તિમાં ફરક છે; પુદગલ દૃષ્ટિથી (ચર્મચક્ષથી) દશ્ય અને ઈદ્રિયોથી ગમ્ય એવી દૃશ્યમાન જડ પ્રગટ જડ અચેતન મુક્તિ છે અને જીવ દૃષ્ટિથી અદેશ્ય અને ઈદ્રિયોથી અગમ્ય એવી અદૃશ્યમાન અતીંદ્રિય અપ્રગટ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. એટલે જીવ જે શાનદૃષ્ટિ ખોલી જુએ તો વર્ણાદિમાનું મૂર્તિમાન શ્રીમાનું પુદ્ગલ નટનો - અને ૨ ચૈતન્ય મૂર્તિ જીવનો પ્રગટ ભેદ દેખવામાં આવ્યા વિના નહિ જ રહે અર્થાત ગમે તેવા મહામોહ મૂઢને પણ પ્રગટ ભેદશાન થાય જ થાય એમ છે. અસ્તુ ! વધારે શું?’
જેમ પરમાણુ શક્તિ - તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૬૪), ૯૫૯ વ્યાખ્યાનસાર, ૨
“પર પરણિત સંગ, કરત અનોખે રંગ; ચિદાનંદ પ્યારે, નટ બાજીસી દિખાવે.” - શ્રી ચિદાનંદજી, પદ-૩૬ “અવધૂ નટ નાગરકી બાજી.” - આનંદઘનજી, પદ-૫
અહો સત્યરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર કરનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિ શાંતિ શાંતિઃ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૭૫
४४८