________________
સમયસાર : આત્મખ્યાતિ
ભાવોનું અનુગમન હોય જ છે, જ્યાં જ્યાં પુદગલદ્રવ્ય ત્યાં ત્યાં તેની પાછળ પાછળ તદ્દગુણરૂપ વર્ણાદિ ભાવ જાય જ છે, યત્ર યત્ર પુકુનદ્રવ્યું તત્ર તત્ર તારૂપી વારિમાવ: એટલે વર્ણાદિ ભાવો પુદ્ગલ સાથે તાદાભ્ય વિસ્તાર છે – પ્રકાશે છે – જોર શોરથી જાહેર કરે છે. તેમ વર્ણાદિ ભાવો ક્રમે કરીને (one by one) આવિર્ભાવ - તિરોભાવ – પ્રગટપણું - અપ્રગટપણું
પામતી તે તે વ્યક્તિઓથી - વિશેષ ભાવોથી (manifestations) જીવને તેમ જીવને અનુવર્તતા અનુગચ્છતા - અનુગમન કરતા - અનુસરતા સતા (following), જીવનું વણદિ માની તાદાભ્ય વર્ણનાદિ સાથે તાદાત્ય વિસ્તાર છે - પ્રકાશે છે - જોરશોરથી જાહેર કરે માનો તો જીવ અભાવ છે. એવો જેને અભિનિવેશ છે - આગ્રહ છે, તેના મતે તો શેષ - બાકી
બીજ બધા દ્રવ્યને અસાધારણ - સાધારણ નહિ એવા વર્ણાદિઆત્મકપણા રૂપ પુદગલલક્ષણનો જીવથી સ્વીકાર કરવાપણું થાય છે અને તેથી કરીને જીવ અને પુદ્ગલના અવિશેષની - બિનતફાવતની પ્રસક્તિ - પ્રસંગાપત્તિ થાય છે, જીવ અને પુદ્ગલમાં કોઈ વિશેષ - તફાવત નહિ હોવાનો અનિષ્ટ પ્રસંગ આવે છે, એટલે તેના મતે પુદ્ગલોથી ભિન્ન - જૂદા એવા જીવદ્રવ્યનો અભાવ થવાથી જીવનો અભાવ હોય જ છે, જે સર્વથા અનિષ્ટ જ છે, કારણકે વર્ણાદિ ભાવોને જીવના ઠરાવતા જતાં ખુદ જીવને જ ખોઈ બેસવાનો મહા અનિષ્ટ પ્રસંગ આવ્યો !
“જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્ત થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી, આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લ્યો, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મૂકાવવા સાધનો કરવાનાં છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃત ભોજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ માટે તે કાંઈ છાનું રહે નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩) ૯૫૭ (ઉપદેશ છાયા)
સ્વ
પર પુદ્ગલ
જીવે
૪૨૪