________________
સમયસાર : આત્મખ્યાતિ
એમ સમજીને – “કન ક્રિય તત્તતિ ત્યા', જેમ કનકપત્ર - સુવર્ણપત્ર કનકથી - સુવર્ણથી કરાઈ રહેલું કનક જ - સુવર્ણ જ છે, નહિ કે અન્ય, તેમ જીવસ્થાનો - બાદર – સૂક્ષ્મ એકેંદ્રિય - દ્વીદ્રિય - ત્રદ્રિય - ચતુરિંદ્રિય - પંચેંદ્રિય પર્યાપ્ત - અપર્યાપ્ત અભિધાનવાળી - નામવાળી પુદ્ગલમયી નામકર્મ પ્રકૃતિઓથી કરાઈ રહેલા એવા - પુદ્ગલ જ છે, નહિ કે જીવ અને “નામપ્રવૃતીનાં’ પુકુતિમયત્વે રામપ્રસિદ્ધ - નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું આગમ પ્રસિદ્ધ છે અને દેશ્યમાન એવા શરીર આકાર આદિ મૂર્ણ કાર્યથી અનુમેય - અનુમાન કરાવા યોગ્ય છે, “દૃશ્યમાનશરીર વારાવિમૂર્વાનુમય વ’ - એમ - એજ પ્રકારે ગંધ-રસ-સ્પર્શ-રૂપ-શરીર-સંસ્થાન - સંહનન પણ પુદ્ગલમય નામકર્મ પ્રવૃતિઓથી નિવૃત્તપણું - નિર્માણ કરાયાપણું - સર્જાયાપણું સતે તેનાથી - જીવસ્થાનોથી અતિરેકથી -
અવિશેષપણાથી - અભિન્નપણાથી જીવસ્થાનોથી જ ઉક્ત છે. તેથી વર્ણાદિ જીવ નથી એમ નિશ્ચય સિદ્ધાંત છે, “તતો ન વળવવો નીવ તિ નિશ્ચયસિદ્ધાંત - “આત્મખ્યાતિકાર અમૃતચંદ્રજી આચાર્યજીની આ વ્યાખ્યાનો વિશેષાર્થ આ પ્રકારે - નિશ્ચય અભેદગ્રાહી છે, એટલે નિશ્ચયથી કર્મ અને કરણનું અભિન્નપણું છે - ભિન્નપણું જૂદાપણું
નથી. અર્થાત જે કરાય છે તે કર્મ અને જેના વડે કરાય છે તે કરણ એમ નિશ્ચયથી કર્મકરણનું કર્મ અને કરણ (Instruments) બન્ને ભિન્ન-જૂદા નથી, અભિન્ન છે, એટલે અભિન્નપડ્યું જેના વડે જે જેના વડે કરાય છે તે તે જ છે. એટલા માટે સુવર્ણ પત્ર - સુવર્ણ પર્ણ - કરાય તે તેજ સવર્ણ પાંદડી નામનું સુવર્ણાદિક આભૂષણ સુવર્ણ વડે કરાઈ રહ્યું છે તે
સુવર્ણ જ છે, નહિ કે બીજું કાંઈ, તેમ જીવસ્થાનો બાદર-સૂક્ષ્મ એકેંદ્રિય - કીન્દ્રિયાદિ પર્યાપ્ત - અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામપ્રકૃતિઓથી કરાઈ રહેલા હોઈ પુદગલ જ છે, નહિ કે જીવ અને નામકર્મ પ્રકૃતિઓ પુદગલમયી છે એનું પ્રમાણ શું? તો કે - નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું આગમપ્રસિદ્ધ છે, આગમમાં પ્રસિદ્ધ - પ્રખ્યાત - જાણીતું છે અથવા આગમ પ્રમાણથી પ્રકૃષ્ટપણે સિદ્ધ - સુપ્રતિષ્ઠિત છે, તેમજ દશ્યમાન - પ્રગટ દેખાઈ રહેલ શરીર આકાર આદિ મૂર્ણ કાર્ય પરથી અનુમેય - અનુમાન કરાવા યોગ્ય છે, એટલે અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ-સુપ્રતિષ્ઠિત છે. અર્થાત્ સર્વ કર્મ પ્રકૃતિઓ પુદ્ગલમય જ, પુદ્ગલ રચના જ છે, એમ આગમમાં કર્મ પ્રકૃતિઓની
ગણના પુદ્ગલમાં જ કરી છે તે પ્રસિદ્ધ છે, આગમ પ્રસિદ્ધ - શાસ્ત્ર પ્રસિદ્ધ નામકર્મ પ્રકૃતિ પુદગલમયી છે, એટલે તેમ માનવામાં આગમ પ્રમાણ તો છે જ અને આ અનુમાન આગમ પ્રસિદ્ધઃ મૂર્ત-કાર્યથી પ્રમાણ પણ છે - જે ઈદ્રિયગ્રાહ્ય મૂર્તિ - મૂર્તિમાન - રૂપી હોય તે પુદ્ગલ અનુમેય
છે અને શરીર આકાર આદિ મૂ-મૂર્તિમાન - રૂપી કાર્યો ચક્ષુથી દૃશ્યમાન -
પ્રગટ દેખાઈ રહ્યા છે, તે પુગલમય કાર્યો પરથી તેના પુદ્ગલમય કારણનું તેવું અનુમાન થઈ શકે છે, એટલે અનુમાન પ્રમાણથી પણ નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું પ્રસિદ્ધ છે. એજ પ્રકારે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનનનું પણ પુદ્ગલમય નામકર્મ પ્રકૃતિઓથી નિવૃત્તપણું – નિર્મિતપણું છે, તે “તેના અવ્યતિરેકથી અવસ્થાનોથી જ ઉક્ત છે', તવ્યતિરાજ્ઞીવસ્થાનૈરવોવત્તાનિ - અર્થાત્ તે તે ગંધાદિ નામકર્મ પ્રકૃતિઓનો જીવસ્થાનથી વ્યતિરેક - ભિન્નભાવ - જૂદાપણું નથી, જીવસ્થાનો અને ગંધાદિ પ્રકૃતિઓ જૂદી પાડી શકાય એમ નથી, કારણકે
જ્યાં જીવસ્થાન છે ત્યાં ગંધાદિ પ્રકૃતિ પણ હોય જ છે, અનુવર્તે જ છે, એમ અવિનાભાવિ સંબંધ છે, એટલે “જીવસ્થાન' કહ્યા એટલે તેનાથી અતિરેકથી - અભિન્નપણાથી ગંધાદિ પ્રકૃતિ પણ કહેવાઈ જ ગઈ. તેથી વર્ણાદિ જીવ નથી, એમ ત્રણે કાળમાં ન ચળે એવો ત્રિકાળાબાધિત અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો.
સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજે.”
૪૩૦