________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૩૮ થાય છે, પણ તત્ત્વદૃષ્ટિથી દેખતાં દેહ પુદગલમય જ છે, આત્મા જ ચેતનમય છે. માત્ર દેહાધ્યાસને લીધે - દેહમાં આત્મબુદ્ધિના અધ્યારોપરૂપ અધ્યાસને લીધે આત્મા દેહ સમાન જણાય છે. પણ તે બન્ને માનને તલવારની જેમ - જેમ અસિ ને યાન ભિન્ન જ છે, દા જૂદા જ છે. આ જ પરમ તત્ત્વગંભીર સિદ્ધાંત વસ્તુ પરમ આત્મતત્ત્વદેશ્વ સાક્ષાત આત્મસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સાદામાં સાદા શબ્દોમાં સંદરમાં સંદર - સરલ રીતે આ જ સમર્થ દાંતના અનન્ય લાક્ષણિક પ્રયોગથી રજૂ કરી છે -
* “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન,
પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિજી, સૂત્ર-૪૯
જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત).
૪૩૩