________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૩૯ થી ૪૩
નથી, આત્મા કર્તા છે ભોક્તા નથી, આત્મા કર્તા નથી ભોક્તા છે, આત્મા કર્તા નથી ભોક્તા નથી, આત્મા જડ છે, આત્મા કૃત્રિમ છે, એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસતુ દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત - અયથાર્થ પદે જણી આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે. એવું જે અસત્ સંગ, નિજેચ્છાપણું અને મિથ્યા દર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી અને તે અસત્ સંગાદિ ટળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૫૮, ૪૩૭
સ્વ જીવ
પર પુદ્ગલ
૩૬૧