________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૯
વાગોળે છે ! અને વાગોળતાં ગાય જેમ આરામથી અચલિત સ્થિર થઈને બેસે છે, તેમ આ અખિલ વિશ્વને વાગોળતાં ચેતના ગુણ સકલ કાલ જ જરા પણ ચલિત નહિ થતો આત્મારામપણે અચલિત સ્થિર થઈને બેઠો છે. આમ આખું વિશ્વ પણ જ્યાં એક કોળીઓ થઈ જાય છે, એવું આ અનંત જ્ઞાનશક્તિ સંપન્ન અવિચલિત ચેતનાગુણનું અપૂર્વ અચિંત્ય અનન્ય પરમ સામર્થ્ય પ્રકાશે છે ! (૪) આવો આ અવિચલિત ન સાધારતિય મવમૂન' - અનન્ય સાધારણતાએ કરીને સ્વભાવભૂત હોઈ સ્વયમેવ અનુભૂયમાન છે – “સ્વયમેવ અનુભૂથમાનેન - અર્થાત્ આ ચેતના ગુણ અનન્યસાધારણ છે, અન્યને - બીજ કોઈ દ્રવ્યને સાધારણ (common) નહિ એવો છે, અર્થાત આત્મા સિવાયના બીજ કોઈ પણ દ્રવ્યમાં આ ચેતનાગુણનું હોવાપણું નથી, કેવલ આત્માનો જ આ અસાધારણ - અસામાન્ય - અતિશયવંત (Extra-ordinary, uncommon) વિશિષ્ટ (Distinguishing & Distinguished) ગુણ છે અને આવો આ આત્માનો વિશિષ્ટ અવિચલિત અસાધારણ ચેતનાગુણ આત્માનો સ્વભાવભૂત હોઈ સદા સ્વયં જ - આપોઆપ જ આત્માનુભવથી અનુભવાઈ રહેલો છે. આમ સમસ્ત વિપ્રતિપત્તિના પ્રમાથી, વિવેચકજનને સર્વસ્વ સમર્પનારા, સકલ લોકાલોકને પણ કોળીઓ કરી અત્યંત આરામથી ગાયની જેમ તેને વાગોળતો હોય એમ સકલ કાલ જરા પણ ચલિત નહિ થતાં અને અનન્ય સાધારણપણે સ્વભાવભૂત હોઈ સ્વયં જ અનુભવાઈ રહેલાં એવાં આ ચેતનાગુણથી આ આત્મા નિત્યમેવ અંતરમાં પ્રકાશમાન છે, ચેતનાપુનેન નિત્યમેવાંતઃપ્રશમાનવાતુ - તેથી કરીને આ આત્મા ચેતનાગુણવાળો છે, “ચેતના ” |
અને આમ અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અવ્યક્ત અને ચેતનાગુણવાળો જે છે, તે ‘આ’ - પ્રત્યક્ષ પ્રગટ અનુભવાઈ રહેલો “મવાનું' - “ભગવાન” “ભગ' -
ઐશ્વર્યસંપન્ન – સામર્થ્ય સંપન્ન - “મમતાનો:' - “અમલાલોક' - અમલ આવો ભગવાન અમલાલોક નિર્મલ આલોક-પ્રકાશવાળો, અહીં “ઠ્ઠ:' એક - અદ્વિતીય - અદ્વૈત, ટંકોત્કીર્ણ જીવ
‘રંહ્યોર્જીf' - ટંકોત્કીર્ણ - શિલામાં ટાંકણાથી ઉત્કીર્ણ અક્ષર જેવો અક્ષર
કંકોત્કીર્ણ', પ્રત્ય' જોતિ “પ્રત્યગુ જ્યોતિ' - અંતર્ગત – અત એવ બીજા બધાથી પૃથક - ભિન્ન - જૂદી તરી આવે એવો ઝળહળ જ્યોતિ સ્વરૂપ, એવો આ “જીવ’ છે “નીવ:' |
“નિત્ય હૈ કિ અનિત્ય હૈ એક હૈ અનેક હૈ કિ, સદસદ ભાવવાન તેના ઉપાયો હૈ, સુષમનું સૂષમ હૈ લસું અતીવ ગૂલ, અરૂપી અગંધ જિન ગ્રંથનમેં ગાયો હૈ; લોકાલોક તીન કાલ ઉતપાત ધ્રુવ નાસ, જાકી જ્ઞાન જેતિ માંહિ જગત સમાયો હૈ, ઐસો પરમાતમ આતમ મહાતમધારી, પરમ આનંદકંદ દેવચંદ પાયો હૈ.”
- શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૧૦૨
સ્વ જીવ
પર પુદ્ગલ
૩૯૧