________________
સમયસાર : આત્મખ્યાતિ
તેમ વર્ણાદિ પુદ્ગલ દ્રવ્ય પરિણામ છે, તેનાથી મિશ્રિત ભેળાયેલ આ આત્મા છે, તેમાં પુદ્ગલ દ્રવ્ય પરિણામો સાથે આત્માનો ‘પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ' છે - એકબીજાને અવગાહ - અવકાશ આપવારૂપ માત્ર સંયોગ સંબંધ છે; ‘સ્વક્ષિળમૂતોપયોગમુળવ્યાપ્તતયા' છતાં આત્માનો પોતાનો સ્વલક્ષણ ભૂત ઉપયોગગુણ બીજા બધા દ્રવ્યથી અતિરિક્તપણે - અધિકપણે સ્પષ્ટ જૂદો તરી આવે છે; તે ઉપયોગ ગુણથી આત્માનું વ્યાપ્યપણું છે, તે ઉપયોગગુણ આત્માને સર્વ પ્રદેશે વ્યાપીને રહ્યો છે, તે ઉપયોગ ગુણ બીજા કોઈ પણ દ્રવ્યમાં છે નહિં, તેથી તે ઉપયોગ ગુણ વડે કરીને સર્વ દ્રવ્યોથી આત્માનું અતિરિક્તપણું - અધિકપણું - અતિશાયિપણું - અતિશયપણું પ્રતીત થાય છે 'सर्वद्रव्येभ्योधिकत्वेन प्रतीयमानत्वात् ' વળી ઉષ્ણતા ગુણ સાથે અગ્નિનો જેમ ‘તાદાત્મ્યલક્ષણ સંબંધ' છે, તેમ પુદ્ગલ દ્રવ્ય પરિણામો સાથે આત્માનો તાદાત્મ્ય લક્ષણ સંબંધ છે નહિ, એટલે જીવના ભાવ જીવમાં છે ને પુદ્રલના ભાવ પુદ્ગલમાં છે; માટે નિશ્ચયથી વર્ગાદિ પુદ્ગલ દ્રવ્ય પરિણામો જીવના છે નહિ.
‘‘જીવ, કાયા પદાર્થપણે જૂદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની* પેઠે સંબંધ કહ્યો છે. તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે. છતાં પરમાર્થે તે જૂદાં છે, પદાર્થપણે ભિન્ન છે, અગ્નિપ્રયોગે તે પાછાં સ્પષ્ટ જૂદાં પડે છે, તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. અને જીવ ઈંદ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે. પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જૂદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીર નીરવત્ જૂદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જૂદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.''
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૨૦), ૫૦૯
સ્વ
પર
高圆
જીવ
પુદ્દલ
-
" क्षीरनीरवदेकत्र स्थितयोर्देहदेहिनोः ।
જેવો પતિ તતોવેલુ નારિપુ ા ા ? ||' - પદ્મનંદિ પં. ઉપાસક સંસાર, ૪૯
અર્થાત્ - - ક્ષીર-નીરની જેમ એકત્ર - એકસ્થળે સ્થિત દેહ અને દેહીનો (આત્માનો) જો ભેદ છે, તો અન્ય એવા કલત્રાદિની (સ્ત્રી આદિની) તો શી વાત ?
૪૧૪