________________
સમયસાર : આત્મખ્યાતિ
ચિત્ત્શક્તિ શૂન્ય આ કહેવામાં આવતા સર્વેય ભાવો પૌદ્ગલિક છે એમ આગલી ગાથાઓના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા સમયસાર કળશ (૪) પ્રકાશે છે -
अनुष्टुप् चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयं ।
अतोतिरिक्ताः सर्वेपि भावाः पौगलिका अमी ||३६||
અમૃત પદ-૩૬
ભૈયા ! વિષમ આ સંસાર... એ રાગ. ચિત્ત્શક્તિ એ ચેતન કેરૂં, છે સર્વસ્વ જ સાર... ધ્રુવપદ. અનંત સ્વસંપદ્ આત્માની, ચિત્ત્શક્તિ અવધાર... ચિત્ત્શક્તિ. ૧ ચિત્ત્શક્તિથી વ્યાપ્ત જેહનો, છે સર્વસ્વ જ સાર,
આટલો જ છે જીવ તેહ આ, નિશ્ચયથી નિરધાર. ચિક્તિ. ૨ ચિત્ત્શક્તિથી અતિરિક્ત આ, ભાવો જે સઘળાય,
પૌદ્ગલિક જ તે ભગવાન્ ભાખે, અમૃતચંદ મુનિરાય... ચિત્શક્તિ. ૩
અર્થ : ચિક્તિથી જેનો સર્વ સ્વસાર વ્યાપ્ત છે એવો આ જીવ આટલો જ છે, એથી અતિરિક્ત (જૂદા તરી આવતા) આ (કહેવામાં આવે છે તે) સર્વે જ ભાવો પૌદ્ગલિક છે –
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણ ધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મ ગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહપણે (વિભાવે) પરિણમ્યાનું જણાઈ રહે. શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪ વ્યાખ્યાનસાર-૨૨, ૭ ૫૭
"
“પુદ્ગલ હે પ્રગટ ચેતન હૈ ગુપ્તરૂપ, અણુ મુરતીક ઠીક જીવ મૂરતી ન હૈ, પુદ્ગલ હે અજાન જીવ લોકાલોક જાન, જ્ઞાનાદિક ગુનથાન થિરતામેં લીન હૈ, ચિરકાલ કર્મસંગ રહ્યો તૌ ભી કર્મમુક્ત, વિવહાર પક્ષ ગહે કર્મકે અધીન હૈ, અક્ષર ત્રિગુણઈદ દેવચંદ જ્ઞાનવૃંદ, અક્ષર સભાવ લીયે અૌરસ પીન હૈ ?''
ચિત્રશક્તિથી અતિરિક્ત
આ સર્વે ભાવો પૌદ્ગલિક
“ચેતનવંત અનંત ગુન, સહિત સુ આતમ રામ, યાતે અનમિલ ઔર સબ, પુદગલ કે પરિનામ.'' - શ્રી બના. કૃત સ.આ.અ. ૪
આ જ ઉપરોક્ત ભાવનું સમર્થન કરનારો સારસમુચ્ચયરૂપ તેમજ આગળની ગાથાની ઉત્થાનિકા રૂપ આ કળશ (૩૬) આત્મભાવમંદિર શિખરે અમૃતચંદ્રાચાર્યજીએ ચઢાવ્યો છે, વિત્તિવ્યાપ્તસર્વસ્વસારીઃ ચિત્ત્શક્તિથી જેનો સર્વસ્વ સાર વ્યાપ્ત છે વ્યાપેલ છે એવો આ જીવ બસ આટલો જ છે - નીવ ચાનયમ્, એથી અતિરિક્ત - ‘અતોઽતિવિતાઃ' એ સિવાયના આ સર્વેય સ્ક્વેડપિ ભાવો છે તે પૌદ્ગલિક છે. અર્થાત્ ચિત્શક્તિ એજ આત્માનો સર્વસ્વ સાર છે, એજ આત્માની સર્વસ્વ (All in all) સર્વ ‘સ્વ’ સારભૂત ધન - સંપત્તિ છે, એનાથી વ્યાપ્ત-વ્યાપેલો એવો આ જીવ આટલો જ છે, જરા પણ ન્યૂન નહિ - જરા પણ અધિક નહિ (nothing more nothing less), જેટલો ચિત્રશક્તિમય એટલો જ જીવ છે, બાકી એ સિવાયના આ જે નીચેની ગાથાઓમાં કહેવામાં આવે છે.
શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૩૫
૩૯૪