________________
સમયસાર : આત્મખ્યાતિ
અંતર્ભાવ પામે છે. અર્થાત આકુલપણું ઉપજાવનાર હોવાથી આકુલપણારૂપ લક્ષણવાળું પુદ્ગલમય કર્મફલ જેમ દુઃખ છે, તેમ પ્રગટ આકુલપણું ઉપજાવનાર હોવાથી આકુલપણારૂપ લક્ષણવાળા અધ્યવસાનાદિ ભાવો પણ દુઃખ જ છે અને આકુલત્વલક્ષણ દુઃખ તે અનાકુલત્વ લક્ષણ સુખ” નામક આત્મસ્વભાવથી વિલક્ષણ - વિપરીત વિરુદ્ધ લક્ષણવાળું ઉલટું હોઈ આત્મસ્વભાવ નથી, પણ પરસ્વભાવ છે. એટલે આ દુખાંતઃપાતિ અધ્યવસાનાદિ ભાવો પણ આત્મસ્વભાવ નથી, પણ પરસ્વભાવો જ છે. એટલે “
વિન્વયત્વવિખ્રમે - ચિદૂઅન્વયપણાના વિશ્વમે પણ આ અધ્યવસાનાદિ ભાવો આત્મસ્વભાવો નથી, પણ પુગલ સ્વભાવો છે, “ તે માત્મસ્વમાવા: વિતું પુત્રીનસ્વમવાદ' | અર્થાતુ તે કર્મફલરૂપ દુઃખ જ છે અને આકુલતારૂપ દુઃખ તે આત્મસ્વભાવ નથી, પણ પરસ્વભાવ છે, એટલે આ અધ્યવસાનાદિ ભાવો ભલે ચિ અન્વયત્વનો - ચૈતન્ય અન્વયનો વિભ્રમ (બ્રાંતિ રૂપ ખ્યાલ) - ઉપજાવતા હોય તો પણ આત્મસ્વભાવો નથી, પણ પુદ્ગલ સ્વભાવો જ છે, આ ત્રણે કાળમાં ન ચળે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત છે.
“પૂરણ ગલન સ્વભાવધર, અસ્તિકાય મૂર્તિક; ફરસ વરણ રસ ગંધમય, પુદ્ગલદ્રવ્ય સુઠીક.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૨-૪
કોલ કહે રાગાદિક ચેતન સો ભિન્ન નાહિ, આદિ વિનું સદાકાલ એક હી સભાવ હૈ; કેસે અણુ રાગી નાહી રાગી કહો જીવટી કો, યાતે જીવ રાગાદિક તાદાભ્યતા દાવ હૈ; સંત કહે બંધે વિનુ છૂટો કહનો અસત્ય, રાગાદિક એક માને મુક્તિનો અભાવ હૈ. યાતે યહ તહકીક કહી દેવચંદ્ર વાત, રાગાદિક પર દ્રવ્ય કર્મકો વિભાવ હૈ.”
- શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૧૩ તાત્પર્ય કે - અધ્યવસાનાદિ ભાવોમાં ચૈતન્ય અન્વય નથી પણ ચૈતન્ય અન્વયનો “વિશ્વમરૂપ પ્રતિભાસ ઉપજે છે. એટલે અધ્યવસાન - કર્મ - નોકર્મ (દહ) આદિ ભાવો અને જીવ અજ્ઞાન વડે કરીને એકરૂપે ભાસે છે, તેથી કરીને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેવા પ્રકારે એકરૂપ ભાવે થાય છે અને
જીવની ઉત્પત્તિ-રોગ-શોક-દુઃખ-મૃત્યુ' એ આદિ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે' - પ્રતિભાસે છે, એવો જે આ અનાદિ જડચેતનના એકરૂપનો વિશ્વમ રૂપ મિથ્યાત્વભાવ છે, તે આવા પ્રકારે સ્પષ્ટપણે અધ્યવસાનાદિ ભાવોનો ને જીવનો ભેદ દર્શાવનારા જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે, એટલે જડ-ચૈતન્યનો પ્રગટ ભિન્ન સ્વભાવ ભાસે છે અને બંને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે અને આવા ભાવનું પરમ આત્મદે શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ વચનામૃત સુપ્રસિદ્ધ છે -
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનિનાં વચન વડે દૂર થઈ જાય છે, ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અંક-૯૦૨
સ્વ જીવ
પર યુગલ
૩૭૨