________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૭
અમર આત્મા છે. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ અસંગ સહાત્મસ્વરૂપ જ મ્હારે છે, બીજું કંઈ પણ મ્હારૂં નથી. હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ મહારા નથી. વ્હારે આ મ્હારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે - ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે - ત્યજવા યોગ્ય છે. માટે હું આત્મભાવને જ ભજું ને સમસ્ત પરભાવ - પ્રપંચને ત્યજે એ જ યોગ્ય છે. એમ દેઢ સંવેગ રંગથી ભાવન કરતો તે વિવેકી પુરુષ સર્વ યભાવથી જ્ઞાયક આત્માને વ્યાવૃત્ત કરી તે જાણપણા રૂપ વિવેકને આચરણારૂપ વિવેકમાં ઉતારે છે, અર્થાતુ એક જ્ઞાયક ભાવરૂપ અસંગ શુદ્ધ ઉપયોગને સિદ્ધ કરવાને શેયરૂપ સર્વ અન્ય ભાવના સંગથી વિરામ પામી સર્વત્ર દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી ને ભાવથી અસંગ વર્તે છે, જેમ દેહાદિથી ભિન્ન આત્માની પ્રતીતિ થઈ તેને સર્વ અન્ય ભાવથી અસંગ જાણ્યો, તેવો સ્થિર અસંગ સ્વભાવ પ્રગટાવવા રૂપ અસંગ અનુષ્ઠાન આચરવા રૂપ આત્મચારિત્ર આચરે છે. સર્વસંગ પરિત્યાગી આ નિર્ગથ વીતરાગ મહામુનિનું આત્મસ્વભાવ રૂપ થઈ ગયેલું અસંગ આચરણરૂપ આત્મચારિત્ર એટલું બધું આદર્શપણે અસંગ થઈ જાય છે કે, તેમાં કોઈ પણ પ્રકારના બાહ્યાભ્યતર પરિગ્રહરૂપ પરભાવનો કંઈ પણ સંગ નથી હોતો, એટલે આત્માથી અન્યત્ર ક્યાંય સંગ વિના, આસક્તિ વિના, આલંબન વિના, પ્રતિબંધ વિના, અસંગ નિગ્રંથ શુદ્ધોપયોગી શ્રમણપણાના આદર્શ આચરણ રૂપ અસંગ અનુષ્ઠાન તેને હોય છે. આવું આત્માને પરમ અમૃતપણે પરિણમતું આ પરમ અમૃતમય અસંગ અનુષ્ઠાન મહાપથના પ્રયાણ રૂપ છે, મહા મોક્ષમાર્ગ પ્રત્યેના સાક્ષાતુ ગમન રૂપ - છેલ્લી મજલ રૂ૫ છે. આ અસંગ અનુષ્ઠાન થકી જ સાક્ષાત મોક્ષમાર્ગની પ્રાપ્તિ હોય છે. અને એટલા માટે જ આ અસંગ અનુષ્ઠાનને શ્રી યોગદષ્ટિ સમુચ્ચય' શાસ્ત્રમાં શ્રી હરિભદ્રાચાર્યજીએ અનાગામિપદાવહ નામથી બિરદાવેલ છે, અર્થાત્ અપુનરાવર્ત પદ કે જ્યાંથી પુનઃ પાછું ફરવાનું નથી એવું નિત્ય પદ-શાશ્વત મોક્ષપદ” તે પ્રાપ્ત કરાવનાર છે. કારણકે જ્યાં અખંડ શાંત સુધારસનો પ્રશાંત એકધારો પ્રવાહ વહ્યા કરે છે તે આત્મા પ્રશાંત ચૈતન્ય રસામૃત સાગરમાં નિમજ્જન કરે છે, અને પરભાવ-વિભાવરૂપ અનાદિ કુવાસનામય વિષનો પરિક્ષય (‘વિસભાગ પરિક્ષય') થઈ પરમ અમૃત સ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે, એવું આ અસંગ અનુષ્ઠાન કદી ન ચળે એવા ધ્રુવપદ-શિવપદ પ્રત્યે લઈ જનાર “ધ્રુવમાર્ગ “શિવમાર્ગ છે - સાક્ષાત મોક્ષમાર્ગ છે, એટલે જ પરમાણુ માત્ર પણ પરભાવ-વિભાવની વાસનાના સ્પર્શલેશથી રહિત એવું આ પરમ અસંગ અનુષ્ઠાન જે આદરે છે, પરમ વીતરાગ ભાવરૂપ અસંગ આત્મચારિત્રને આચરે છે, તે અસંગ શુદ્ધોપયોગ દશાસંપન્ન નિગ્રંથ શ્રમણ “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે' એ સૂક્તિને ચારિતાર્થ કરતાં દેહ છતાં દેહાતીત” એવી સાક્ષાત્ જીવન્મુક્ત દશાનો અનુભવ કરે છે. આવા “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' એવી પરમ અસંગ જીવન્મુક્ત દશાનો જીવનમાં સાક્ષાત અનુભવ કરનારા - સાક્ષાત્ પ્રયોગસિદ્ધ સમયસાર સ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રજીના અનુભવ-વચનામૃત છે કે –
“સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે.
બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે.
અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જૂદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે.
જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સપુરુષોને નમસ્કાર છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭૧૩), ૭૭૯
૩૨૯