________________
સમયસાર : આત્મખ્યાતિ
એમ સર્વ અન્ય ભાવોનો વિવેક સતે (હોતાં), સ્વયં આ ઉપયોગમય આત્મા દર્શન શાન ચારિત્ર પરિણત હોતો આત્મારામ થઈ પ્રવૃજ્યો એવા ભાવનો કળશ સંગીત કરે છે –
मालिनी इति सति सह सर्वैरन्यभावविवेके, स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकं । प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः, -
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः ॥३१॥ ઈતિ સહુ પરભાવો સાથ હોતાં વિવેક, સ્વયમય જ ઉપયોગ સ્વાત્મ ધારત એક પર અરથ પ્રકાશી દર્શન જ્ઞાન વૃત્ત, પરિણતિ કરી આત્મારામ ચૈને પ્રવૃત્ત. ૩૧
અમૃત પદ-૩૧ થયો ઉપયોગ આત્મારામ... થયો ઉપયોગ આત્મારામ. ધ્રુવપદ. એમ અન્ય સર્વે ભાવો આ, જૂદા જ મુજથી છેક; જાણી આત્માથી કરી અળગા, પ્રગટ્ય ફુટ સુવિવેક... થયો ઉપયોગ. ૧ સ્વયં જ આ ઉપયોગ ધરતો, આત્માને જ અહીં એક; પરમાર્થ પ્રકટ કરતા દર્શન-જ્ઞાન-ચારિત્રે છેક થયો ઉપયોગ. ૨ કરી પરિણતિ નિત્ય જ ધરતો, રત્નત્રયી પરિણામ; ઉપયોગ શુદ્ધ પ્રવૃત્ત થયો આ, થઈને આત્મારામ... થયો ઉપયોગ. ૩ આત્મારામ નંદન આરામે, કરતો નિત આરામ;
રમતો આત્મામાં અમૃત તે, ભગવાન્ આત્મારામ.. થયો ઉપયોગ. ૪ અર્થ : એમ સર્વ અન્ય ભાવો સાથે વિવેક થયે સતે સ્વસમય. એવા આ આત્માને ધારતો આ ઉપયોગ, જેનાથી પરમાર્થ પ્રક્ટ કરાયેલો છે એવા દર્શન-જ્ઞાન-વૃત્તથી (ચારિત્રથી) પરિણતિ કરી છે એવો આત્મારામ જ પ્રવૃત્ત થયો.
અમૃત જ્યોતિ મહાભાષ્ય આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.”
આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. ** આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજે સાંભરી આવે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫૬, ૨૩), ૩૧૩ “ચંદ્રબાહુ જિન સેવના ભવનાશિની એહ, પરપરિણતિના પાસની નિકાશન રેહ, પુદ્ગલ ભાવ આશંસના ઉદગ્રાસન કેતુ, સમ્યગુ દર્શન વાસના ભાસન ચરણ સમેત.”
- શ્રી દેવચંદ્રજી આ ઉપરમાં “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં વિવરીને દર્શાવ્યું તેના સમર્થનમાં પરિપુષ્ટિ અર્થે મહા ગીતાર્થ આત્મારામ આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ ઉપસંહારરૂપ આ કળશ અપૂર્વ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યો છે - “તિ સતિ સદ સર્વેરચભાર્વિવ . એમ સર્વ અન્ય ભાવો - બીજા બધા ભાવો સાથે
૩૩૦