________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૧
વિવેક ઉપજ્યો, પૃથક્ ભાવ - ભેદ ભાવ ઉપજ્યો, એટલે આ ઉપયોગ સ્વયં આપોઆપ જ એક આત્માને (પોતાને) ધારણ કરી રહ્યો - સ્વયમયમુપયોગો વિપ્રવાત્માનમેળ સર્વ અન્ય ભાવથી વિવેક સતે અર્થાત્ ઉપયોગ આત્મામય થયો આત્માકાર બન્યો. એટલે પરમાર્થ જેણે ઉપયોગ આત્માને ધારતો ‘પ્રકટિત’ પ્રકટ કરેલો છે 'प्रकटित परमार्थैदर्शनज्ञानवृत्तैः'
-
આત્મારામ દર્શન-જ્ઞાન-વૃત્તથી (ચારિત્રથી) જેણે પરિણતિ કરેલી છે, ‘ઋતપરિતિ’ એવો તે આત્મારામ જ પ્રવૃત્ત થયો, ‘ગભારામ વ પ્રવૃત્તઃ ।' - અર્થાત્ આત્મા એ જ દર્શન, આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ વૃત્ત - જ્ઞાન-દર્શન આત્મસ્વભાવમાં વર્તવા રૂપ ચારિત્ર, એમ પરમાર્થથી દર્શન-જ્ઞાન-ચારિત્રનું અભેદપણું થયું, આત્મા આત્માને જ દેખતો જાણતો સતો આત્મામાં જ વર્તી રહ્યો, આમ તે આત્મામાં જ વિશ્રાંત થયેલો આત્મામાં જ આરામ કરતો આત્મારામ' જ પ્રવૃત્ત થયો, આત્મામાં જ રમણ કરતો સતો પ્રકૃષ્ટપણે આત્મામાં જ વર્તી રહ્યો અને સ્વરૂપ રમણતારૂપ પ્રકૃષ્ટ વીતરાગ ચારિત્રરૂપ અસંગ આત્મવૃત્તિ કરીને સ્થિર રહ્યો. આ અંગે વર્તમાન યુગના સંતશિરોમણિ પરમતત્ત્વ દૃષ્ટા પરમ આત્મારામી શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ વચનામૃત છે કે -
‘‘સર્વ જીવ પ્રત્યે સર્વ ભાવ પ્રત્યે અખંડ એક વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે.
-
આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ જરામરણ રહિત અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન શમાય છે. તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્ દર્શન શમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક્ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુ:ખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે, એ જ વિનંતી.''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૧૫, ૭૮૧) (શ્રી સૌભાગ્યભાઈ પરનો સુપ્રસિદ્ધ અંતિમ પત્ર)
પ્રકૃષ્ટ ચારિત્રરૂપ આત્મવૃત્તિ કરીને સ્થિર રહ્યો. અર્થાત્ પૂર્વે જે પરમાં આત્મબુદ્ધિથી પરાનુકૂળ પ્રવૃત્તિરૂપ પર પરિણતિને લઈ પરચરિત આચરતો પરસમય બન્યો હતો, તે ઉપયોગ હવે સ્વયમેવ આત્મામાં આત્મબુદ્ધિથી આત્માનુકૂળ પ્રવૃત્તિરૂપ આત્મપરિણતિને લઈ સ્વચરિત્ર આચરતો સ્વસમય ધારી રહ્યો, સ્થિરપણે સ્વસમય રૂપ - શુદ્ધ આત્મારૂપ* થઈ ગયો, ઉપયોગરૂપ આત્મા સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાયો અને આમ સમજ્યા તે શમાઈ રહ્યા તથા સમજ્યા તે શમાઈ ગયા' એ ઉક્તિ ચરિતાર્થ બની. આ ઉક્તિનો પરમ અદ્ભુત અપૂર્વ પરમાર્થ પ્રકાશતા પરમ આત્મદેષ્ટા સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે -
‘‘જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય ‘સમજીને શમાઈ રહ્યા' તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય ‘સમજીને શમાઈ ગયા' તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે.
"स्वपर विभागावगमे जाते सम्यक् परे परित्यक्ते ।
સહનનોધે ખેતિષ્ઠત્વાત્મા સ્વયં શુદ્ધઃ ।'' - શ્રી પદ્મનંદિ પં.વિં. ‘નિશ્ચય પંચાશત્’, ૪૨
જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂં એ આદિ અહંત્વ મમત્વ શમાવી દીધું, કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારૂં છે એ વિકલ્પ કેવળ શમાઈ ગયો, જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ.
૩૩૧