________________
સમયસાર : આત્મખ્યાતિ
अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई । जीवं अज्झवसाणं कम्मं च तहा परूविंति ॥३९॥ अवरे अज्झवसाणे-सु तिब्वमंदाणुभागगं जीवं । मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवोत्ति ॥४०॥ कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागामिच्छंति । तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो ॥४१॥ जीवो कम्मं उहयं दोण्णिवि खलु केवि जीवमिच्छंति । अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति ॥४२॥ एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा । ते ण परमट्ठवाई णिच्छयवाईहिं णिदिट्ठा ॥४३॥ (पंचकम्)
કાવ્યાનુવાદ (સઝાય) " મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ.
પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છે આતમા રે... ધ્રુવ પદ. ૧. આત્માને ન જાણતા મૂઢ તો રે, પરાત્મવાદીઓ કોય... પુદ્ગલ.
જીવ પ્રરૂપે અધ્યવસાનને રે, વળી કર્મ પ્રરૂપે કોય... પુદ્ગલ. ૩૯ ૨. અધ્યવસાનોમાંહિ પામતો રે, અનુભાવ જે મંદ ને તીવ્ર... પુદ્ગલ.
તેને જીવ બીજાઓ માનતા રે, બીજા નોકર્મને પણ જીવ... પુલ. ૪૦ ૩. કર્મ ઉદયને જીવ બીજા કહે રે, અન્ય ઈચ્છે છે આમ અતીવ... પુદ્ગલ.
તીવ્ર-મંદપણાના ગુણથી રે, જે કર્માનુભાગ તે જીવ.. પુદ્ગલ. ૪૧ જીવ-કર્મ ઉભય એ બેયને રે, “જીવ' એમ ઈચ્છે છે કોય... પુદ્ગલ.
અવર વળી સંયોગથી કર્મના રે, જીવ નિચે ઈચ્છે છે સોય... પુદ્ગલ. ૪૨ ૫. એવા બહુ પ્રકાર દુર્બુદ્ધિઓ રે, પરને આત્મા વદે છે ઈષ્ટ... પુદ્ગલ.
નથી તેઓ પરમારથ વાદીઓ રે, નિશ્ચયવાદીઓથી નિર્દિષ્ટ... પુદ્ગલ. ૪૩ ગાથાર્થ - આત્માને નહિ જાણતા એવા મૂઢો પરાત્મવાદીઓ (પરને આત્મા કહેનારાઓ) કોઈ અધ્યવસાન જીવ છે એમ પ્રરૂપે છે, તથા (કોઈ) કર્મ જીવ છે એમ પ્રરૂપે છે. ૩૯
બીજાઓ અધ્યવસાનોમાં તીવ્ર-મંદ અનુભાગતને જીવ માને છે, તથા બીજા વળી નોકર્મ (શરીર) જીવ છે એમ માને છે. ૪૦.
બીજ કર્મના ઉદયને જીવ (ઈચ્છે) છે, બીજા તીવ્રત્વ-મંદ– ગુણથી કમનુભાગ તે જીવ હોય છે એમ ઈચ્છે છે. ૪૧
કોઈ જીવ કર્મ-ઉભય એ બન્નેને જીવ ઈચ્છે છે અને બીજા કર્મોના સંયોગથી જીવ ઈચ્છે છે. ૪૨
એવા પ્રકારના બહુ પ્રકારના દુર્મેધા દુર્મતિઓ) પરને આત્મા વદે છે (એટલે તે પરાત્મવાદી છે), પણ તે નિશ્ચયવાદીઓથી “પરાત્મવાદી' નિર્દિષ્ટ નથી (અથવા) પરમાર્થવાદી નિર્દિષ્ટ નથી (અથવા) પરમાર્થવાદી નથી એમ નિર્દિષ્ટ છે. ૪૩
૩૫૪