________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૨
“પરમાનંદ રૂપ હિરને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.’’ “અખંડ આત્મધુનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા
કરે છે.’’
“હું એમ જાણું છઉ કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન કેવળ દર્શન સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે.''
‘‘પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી, સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારૂં આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છૈયે.'' (ઈત્યાદિ) - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૯, ૨૧૭, ૩૮૦, ૪૩૭, ૩૦૧), ૨૪૭, ૨૫૫, ૪૬૫, હાથનોંધ
આમ સર્વત્ર પરભાવ-વિભાવના સંગ સ્પર્શથી રહિત એવું આત્માનુચરણ રૂપ અસંગ અનુષ્ઠાન આચરનારા અસંગ મહાત્માઓ યથાખ્યાત ચારિત્ર રૂપ પરમ વીતરાગપણાને “પ્રણમું પદ, વર તે, જય તે” પામે છે, અર્થાત્ જેવું આત્માનું શુદ્ધ નિષ્કષાય વીતરાગ સ્વરૂપ જ્ઞાનીઓએ આખ્યાત કર્યું છે, તેવું આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિ રૂપ યથાખ્યાત’ વીતરાગ ચારિત્ર તેને પ્રગટે છે. એટલે પછી આ અમોહ સ્વરૂપ વીતરાગ યોગીશ્વર તત્ક્ષણ જ મૂળ શુદ્ધ તે આત્મપદ' રૂપ ‘સયોગી જિન સ્વરૂપ' પામી, નિજ કેવલજ્ઞાન નિધાન' પ્રગટાવે છે, પરંજ્યોતિ સ્વરૂપ આત્મારૂપ જિનરાજ-ચંદ્ર સ્વયં પૂર્ણ કેવલજ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, પરમ શાંતસુધારસ વર્ષાવતો અમૃતચંદ્ર આત્મા શુદ્ધ સહજાત્મસ્વરૂપે ઝળહળે છે, જે સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધ્રુવ એવા આ પરમ નિજ પદને - જિનપદને સંતજનો - જોગીજનો ચાહી - નિરંતર ઈચ્છતા રહી રાત દિવસ તેના જ ધ્યાનમાં રહે છે અને સુધામય-અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા જે આ યોગીઓએ વરેલા - પસંદ કરેલા (choicest) ‘વર' પદને - પરમ પદને પ્રણામ હો ! તે વર પદ જયવંત વર્તો ! એમ યોગીંદ્રો અભિનંદે છે અને તેવા પ્રકારે ‘પ્રણમું પદ તે, વર તે, જય તે !' એવા પરમ ભાવવાહી અમૃત શબ્દોમાં યોગીન્દ્ર શ્રીમદ્ રાજચંદ્રજીએ સકલ યોગમાર્ગના ૫૨મ રહસ્યભૂત ઈચ્છે છે જે જોગીજન' વાળી પરમ અદ્ભુત અમર અંતિમ કૃતિની અંતિમ ગાથામાં અપૂર્વ ભાવોલ્લાસથી સંગીત કરેલ છે
=
‘“સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ઘ્યાન મહીં,
પર શાંતિ અનંત સુધામય જે,
પ્રણમું પદ તે, વર તે, જય તે.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૯૫૪
આ ‘સમયસાર’ નામનું મહાન્ અધ્યાત્મ નાટક છે. જેમ બહિરંગ નાટકમાં નાના પ્રકારના પાત્ર વસ્ત્ર-આભરણથી સારી પેઠે બની ઠની, પોત પોતાની વેષ-ભૂષા ધારણ મહા અધ્યાત્મ નાટક સમયસાર કરી, નાટક શાળામાં - રંગભૂમિ પર નાટકમાં પોતપોતાનો ભાગ ભજવવા આવે છે, તેમ આ અંતરંગ નાટકમાં નાના પ્રકારના જીવાદિ તત્ત્વ-પાત્ર સ્વરૂપ સમૃદ્ધિથી સમૃદ્ધ બની, પોતપોતાની વિશિષ્ટ સ્વરૂપ શોભા ધારણ કરી, આ અધ્યાત્મ આ ગ્રંથ રૂપ અધ્યાત્મ રંગભૂમિ પર પોતપોતાનો ભાગ ભજવવા આવે છે.
નાટકશાળામાં
-
બહિરંગ નાટકમાં પડદો હોય છે, તે જ્યાં લગી પડ્યો હોય છે, ત્યાં લગી રંગભૂમિ અને પાત્રનું
દૃશ્ય ચેષ્ટિત દેખી શકાતું નથી, પણ પડદો ખૂલતાં જ રંગભૂમિ અને પાત્રનું દૃશ્ય ચેષ્ટિત દૃષ્ટિ સન્મુખ ખડું થાય છે, તેમ અંતરંગ નાટકમાં વિભ્રમ-મોહરૂપ પડદો હોય છે, જ્યાં લગી પડ્યો હોય છે, ત્યાં લગી આ અધ્યાત્મ ગ્રંથ રૂપ રંગભૂમિ અને તે પરના તત્ત્વ-પાત્રનું દૃશ્ય સ્વરૂપ ચેષ્ટિત દેખી શકાતું
૩૪૯