________________
સમયસાર : આત્મખ્યાતિ
એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્યા છે, તે આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન શકાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો અથવા જેટલે અંશે શમાયા એટલે અંશે સમજ્યા અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા એટલો વિભાગાર્જ થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે.
અનંત કાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવ પદમાં વર્તે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાયો નહીં, જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં, જેથી સમજવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય, એ નિઃસંદેહ છે.
અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ હૈયે. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, એ. (પ૬૧), ૫૧ આમ સ્વસમયમાં - સહજત્મસ્વરૂપી શુદ્ધ આત્મસ્વરૂપમાં ઉપયોગની દઢ અવધારણરૂપ ધારણા
જેને હોય છે એવા શુદ્ધોપયોગી મહાશ્રમણ આત્મારામી યોગીને અન્યમુદ્દે આત્મારામ શાનીની હોતી નથી, અન્ય સ્થળે હર્ષ ઉપજતો નથી, એક આત્મા સિવાય બીજે અનન્ય મુદ્દે ક્યાંય આનંદ થતો નથી. કારણકે પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદરૂપી
ભગવાન આનંદઘન આત્માના પરમ અમૃત સુખનો રસાસ્વાદ જેણે ચાખ્યો હોય, તેને તેનાથી અન્ય એવા ““વાક્સ બુક્સ” જેવા તુચ્છ વિષય સુખમાં કેમ રસ પડે ? આત્મા અને આત્મધર્મ સિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે ? આવા આત્મારામી સમ્યગુ દૃષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મ નિમગ્નતામાં જ આનંદ ઉપજે છે. એક ક્ષણ પણ એ સુખનો વિરહ તે ખમી શકતા નથી અને
અનિચ્છતાં છતાં કદાપિ કર્મજન્ય બાહ્ય ઉપાધિ પ્રસંગથી તે અમૃત સુખસિંધુના અખંડ અનુભવનમાં વિઘ્ન આવે, તો તેથી તેનો આત્મા અત્યંત સંવેદનવાળો પ્રશસ્ત ખેદ અનુભવે છે, એવી ઉત્કૃષ્ટ આત્માકારતા જ્ઞાની પુરુષની વર્તે છે.
“મન મોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી, મોહ તિમિર રવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઉપશમચી... હું તો વારિ પ્રભુ! તુમ મુખની.” - શ્રી દેવચંદ્રજી
કારણકે જ્ઞાની સમ્યગુ દૃષ્ટિ પુરુષ પરમ આત્મતત્ત્વના એવા પરમ ભક્ત હોય છે, તેના પ્રત્યે એમને એવી અનન્ય પ્રીતિ પ્રગટી હોય છે, એવો પરમ પ્રેમ પ્રવાહ પ્રવાહતો હોય છે, કે એ સિવાય બીજે ક્યાંય એમનું ચિત્ત રચમાત્ર પણ રતિ પામતું નથી. શુદ્ધ સહજત્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે તેમને એવી અપૂર્વ પ્રીતડી બંધાણી છે, કે તેને બીજાનો સંગ ગમતો નથી. માલતી ફુલે જે મોહ્યો હોય તે ભમરો બાવળની ડાળ પર કેમ બેસે ? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝીલ્યો હોય, તે અશુચિ બંધીયાર ને દુ:ખદ દુર્ગધી ખાબોચિઆના પાણીમાં કેમ રમે ? અત્યંત ઉત્કંઠાથી જે “પી પીઉં જપી જલધરના જલની પ્રતીક્ષા કરતો હોય, તે ચાતક બીજા જલ સામે પણ કેમ જુએ ? શીતલ છાયાપ્રદ ને ફલભારથી નમ્ર એવા આગ્રની પંજરી મંજરી પામી જે મધુર ટહૂકા કરતી હોય, તે કોકિલને ફલકૂલ રહિત ઊંછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે ? કમલિની દિનકરના કર વિના બીજાનો કર કેમ રહે ? કમુદિની ચંદ્ર સિવાય બીજાની પ્રીતિ કેમ કરે ? ગૌરી ગિરીશ વિના ને લક્ષ્મી ગિરિધર વિના પોતાના ચિત્તમાં અન્યને કેમ ચાહે ? તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ એક પરમાત્મ તત્ત્વ
૩૩૨