________________
સમયસાર : આત્મખ્યાતિ
આવા આ જીવન્મુક્ત યોગીશ્વરની સહાત્માસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણકે પરભાવનું જે દ્વૈત હતું તે ટળી ગયું, એટલે એને પરમ શુદ્ધ અદ્વૈત ભાવે કેવલ એક સહજ આત્મસ્વરૂપમાં જ સ્થિતિ રૂપ સહજ નિઃપ્રયાસ રમણતા વર્તે છે અને આવા આત્મારામી આત્મનિષ્ઠ સત્યરુષને જ નિર્વિકલ્પ અખંડ આત્મસમાધિ દશા પ્રગટ હોય છે. એટલે ધ્યાતા ધ્યાન ને ધ્યેય એ ત્રણેનો ભેદ પણ જ્યાં મટી જાય છે, જ્ઞાતા જોય ને જ્ઞાનની ત્રિપુટી પણ કેવલ એક શાયક ભાવમાં લય પામે છે, જ્ઞાન-દર્શનચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે, સમસ્ત દ્વૈત ભાવ અસ્ત પામી
જ્યાં એક અદ્વૈત કેવલ શુદ્ધ આત્મા સ્વભાવ સમવસ્થિત રહે છે - શુદ્ધ દર્શન - જ્ઞાનમય આત્મસ્વભાવમાં નિયત ચરિતવંત-ચરણવંત વર્તે છે, સ્વસ્વભાવમાં વિલસે છે એવી ઉત્કૃષ્ટ આત્મસમાધિદશાને પામેલો તે આત્મારામી મહામુનિરાજ, કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન” એવી કેવલ જ્ઞાનમય “દેહ છતાં નિર્વાણ' દશાને પ્રત્યક્ષ પ્રગટ અનુભવે છે. આવી શુદ્ધાત્માનુભૂતિમય પરમ નિર્વિકલ્પ આત્મસમાધિ દશાને પામી પ્રયોગસિદ્ધ સમયસારને જીવનમાં સાક્ષાતુ અનુભવનારા પરમ આત્મારામ પરમ આત્મદેશ યોગીંદ્ર શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોદ્દગાર છે કે –
પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું યથાખ્યાત ચારિત્ર પ્રગટેલું એવું અસંગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારું છું.”
આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજે સાંભરી આવે છે.”
જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે, તે જ “પિયુ પિયુ પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજે સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી !' મોહ બળવાન છે !
અલખ નામ ધુની લગી મગનમેં, ગગન ભયા મન બેરાજી, આસન મારી સુરત દેઢ ધારી, દિયા અગમ દ્વારા ડેરાજી... દરશ્યા અલખ દેદારાજી.”
- શ્રીમદ્ રાજચંદ્રજી, અં. દ૨૯, ૨૩, ૧૭૫, ૧૩, ૩૧૩
૩૪૬