________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૩૮ નિજ કરતલ વિન્યસ્ત વિસ્તૃત ચામીકર (સુવર્ણ) અવલોકન ન્યાયે” અર્થાતુ પોતાની હથેળીમાં જ સોનું
મૂક્યું હતું છતાં ભૂલાઈ ગયું હતું, તે હા હા ! એ સોનું તો હારી આત્માને પરમેશ્વર જાણી હથેળીમાં જ મૂક્યું છે એમ ફરી યાદ આવતાં પોતાની હથેળીમાં જ પ્રત્યક્ષ શ્રદ્ધી અને અનુચરી દેખાય તે ન્યાયે, તે દૃષ્ટાંતના ઉપનય પ્રમાણે, આ પરમેશ્વર આત્મા તો આત્મારામ આત્મા પોતે જ છે છતાં વિસ્તૃત થયો હતો. નવ મિત્રોની ગણનામાં પોતાને નહિ
ગણતાં “મણિઓ' ભૂલાઈ ગયો હતો તેની જેમ, આ ચૈતન્ય-ચિંતામણિઓ ભલાઈ ગયો હતો. તેની ફરી સ્મૃતિ થતાં આ પ્રતિબદ્ધ જીવે પરમેશ્વર એવા આત્માને સાક્ષાત દીઠો, પરમેશ્વરમાત્માનું જ્ઞાત્વી શ્રદ્ધાવાનુવર્ય ૨ સચદ્' - એટલે આમ પરમેશ્વર એવા આત્માને સાક્ષાત્ જાણી, શ્રદ્ધી અને સમ્યપણે - યથાવત્ વસ્તુ સ્વરૂપ પણે અનુચરી તે એક આત્મારામ થયો, અર્થાત્ આત્મા
તે પોતાનામાં જ - આત્મામાં જ આરામ કરનારો અથવા આત્મામાં રમણ કરનારો એવો આત્મારામી થયો, અથવા આત્મારૂપ આરામમાં (બગીચો-બાગ) - નંદનવનમાં આરામ કરનારો - વિશ્રાંતિ કરનારો - રમણ કરનારો થયો.
દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો લાલ. સમાધિ. ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ... વિસર્યો. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ... વિસર્યો. સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ... સંચર્યો... દીઠો. મોહાદિની પૂમિ અનાદિની ઉતરે હો લાલ. અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ. તત્ત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે હો લાલ. તે સમતા રસ ધામ સ્વામી મુદ્રા વરે હો લાલ.. દીઠો સુવિધિ.” - પરમતત્ત્વરંગી મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી
સયલ સંસારી ઈદ્રિયરામી, મુનિ ગુણ આતમ રામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે... શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે.”
- મહાનિગ્રંથ મુનીશ્વર યોગિરાજ આનંદઘનજી પ્રણમું ચરણ પરમગુરુ જિનના, હંસ તે મુનિ જન મનના, વાસી અનુભવ નંદન વનના, ભોગી આનંદઘનના... મોરા સ્વામી હો તોરો ધ્યાન ધરી છે,
ધ્યાન ધરી જે સિદ્ધિ વરી જે, અનુભવ અમૃત પીજે... પ્રણામું ચરણ.” - શ્રી દેવચંદ્રજી અને તત્ત્વદેષ્ટિથી વિચારીએ તો આ આત્મા એ જ ખરેખર ! આરામ કરવા યોગ્ય આરામ છે, નંદનવન જેવો આનંદપ્રદ આરામ છે - બાગ છે. એટલે આત્મા એ જ જેનો આરામ છે એવા સ્વરૂપ રમણતામાં રમનારા આત્મારામી મુનિ આ આત્મારામના - આત્માનુભવ નંદનવનના વાસી થઈ આનંદઘનના ભોગી બન્યા હોય એમાં આશ્ચર્ય શું ? આ આત્મારામ આત્માને નંદનવનની ઉપમા કેવી સાંગોપાંગ ઘટે છે તેનું દિગ્ગદર્શન આ વિવેચકે સ્વયં રચેલા “આત્મારામ” નામક કાવ્યમાં કરાવ્યું છે. જેમકે -
૩૪૧