________________
સમયસાર : આત્મખ્યાતિ
તેના ઉન્મત્તપણાને લીધે - પાગલપણાને લીધે મદિરાપાયી દારૂડીઆની જેમ તે પોતાના સ્વરૂપનું - નિજ
દેહનું (જ્ઞાનનું) ભાન પણ ભૂલી ગયો હતો અને ગાઢ મૂર્છારૂપ ઘોર અનાદિ મોહ ઉન્મત્તતા અજ્ઞાન નિદ્રામાં ઘોરતો મૂચ્છિત થઈને પડ્યો હતો અને આત્માના સતુ.
સ્વરૂપથી નિપાત-નીચે પડવા રૂપ - અધ:પતનરૂપ ત્રિદોષ સન્નિપાતને પામ્યો હતો. ત્રિદોષ સન્નિપાતનો રોગી જેમ પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પોતાનું તે પારકું ને પારકું તે પોતાનું એવું યુદ્ધાદ્ધા અસમંજસ બોલે છે, ટુંકામાં જાણે બદલાઈ ગયો હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીતપણે - વિભાવપણે વર્તે છે અને પોતાના સતુ. સ્વરૂપથી નિપાતને પામી સન્નિપાતી નામને યથાર્થ કરે છે, તેમ મોહ-રાગ-દ્વેષ રૂપ ત્રિદોષ સન્નિપાતનું ઉન્મત્તપણે જે જીવને લાગુ પડ્યું છે, તે જીવ પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પોતાનું ને પોતાનું તે પારકું એવું બેભાનપણે ફાવે તેમ પ્રલપે છે - લવે છે, પોતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીતપણે - વિભાવપણે વરે છે. આમ ત્રિદોષ સન્નિપાતની ઉન્મત્તતાથી જીવને નિજ સ્વરૂપથી નિપાત - અધ:પાતરૂપ પ્રમત્તતા થાય છે. એટલે પછી ઝાડના ઠુંઠામાં પુરુષની ભ્રાંતિ જેને ઉપજી છે એવા ઉન્મત્ત પુરુષની જેમ, દેહાદિ પરભાવમાં જેને આત્મભ્રાંતિ ઉપજી છે એવો આ મોહમૂઢ જીવ ઉન્મત્ત ચેષ્ટિત કરે છે અર્થાતુ પરભાવમાં રાચી, પરવસ્તુની તુચ્છ પ્રાપ્તિથી ઉન્મત્ત બની આ પામર જીવ કાકીડાની પેઠે નાચે છે અને જાતિ, કુલ, રૂપ, બલ, લાભ, ઐશ્વર્ય, બુદ્ધિ, શ્રત એ આઠ પ્રકારના મદરૂપ મદ્યથી છાકટાની જેમ છકી જઈ પોતાના પામરતા પ્રદર્શન (Vanity fair) સાથે ઉન્મત્તતાનું પ્રદર્શન કરે છે. આમ “નીત્વી મોદીમાં ૨ મવિરામુન્નીમૂર્ત નતિ' - મોહમયી મદિરા પીને જે ઉન્મત્ત બની
ગયો છે એવા આ અબૂઝ - અપ્રતિબદ્ધ જીવની આવી મોહોન્મત્ત દશા નિષ્કારણ કરુણાળુ પરમકૃપાળુ દેખી, “નિષ્કારણ કરુણારસ સાગર” પરમ કૃપાળુ સરુ નિર્વિણ - ખિન્ન સદ્ગુરુ દેવનો સત્ ઉપદેશ થાય છે. અત્યંત ખેદ પામે છે કે અરે ! જ્ઞાન નિધાન આ આત્માની આ
જ્ઞાનનિધન જેવી શી મોહદશા ! એમ ખિન્ન થયેલા પરમ કરુણામૃત સિંધુ શ્રીમદ્ સદગુરુ ભગવાનને તે જીવ પ્રત્યે કરુણામૃત રસનો પ્રવાહ વછૂટે છે, એટલે તે નિર્વિક્સ - પરમ નિર્વેદ સંપન્ન, પરમ વૈરાગ્યમૂર્તિ આત્મારામી સદ્ગુરુ ભગવાન અનિર્વણ થઈ, નિવેદ પામી પોતાનો ખેદ પરિશ્રમની ગણના કર્યા વિના – “શ્રમવિંવિત્યાત્માનં - અનવરતપણે (Incessantly) અવિરામપણે - વગર અટક્યું તે મોહમૂઢ જીવને પરમ અમૃતવાણીથી પુનઃ પુનઃ પ્રતિબોધ કરે છે કે - અરે ! તું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ સહજાત્મસ્વરૂપ છે, તે આ જડ મૂર્તિમાં મોહમૂચ્છિત થઈને કેમ પડ્યો છે ? આવા પ્રકારે નિષ્કારણ કરુણાસિંધુ શ્રીમદ્ ગુરુ ભગવાનથી પુનઃ પુનઃ પ્રતિબોધવામાં આવતાં, ફરી ફરી શુદ્ધ સહજ આત્મસ્વરૂપ - “સહાત્મસ્વરૂપ’ - સમાવવામાં આવતાં, આ મોહમૂઢ અપ્રતિબદ્ધ જીવ કેમે કરીને માંડ માંડ સહાત્મસ્વરૂપ સમજીને પ્રતિબદ્ધ થયો, પ્રતિબોધ પામ્યો, અનાદિ મોહ નિદ્રામાંથી ઉઠી જાગૃત થયો. જેમકે -
“હે ચેતન ! તું સર્વ પ્રકારે નિજ આત્મામાં વાસ કર, મોહનો નાશ કરી સર્વ વિભાવને વિસર્જન કર ! સઘળો બાહ્યભાવ ત્યજી દઈ તું અંતર્મુખ અવલોકન કર અને પરમાત્મમાં વૃત્તિ જોડી આ જ્ઞાન આલોકને-જ્ઞાન પ્રકાશને દેખ ! હે ચેતન ! તેં પુદ્ગલરૂપ પરપ્રદેશમાં પ્રવેશ કરીને પોતે આપદા વ્હોરી લીધી ને પરિભ્રમણમાં પડી ભૂલ થાપ ખાધી ! પારકા ક્ષેત્રમાં પ્રવેશનો તે અપરાધ કર્યો તેથી ભવની ઘાણીમાં તું ગાઢ પીલાયો ! પરવસ્તુની ચોરીનો તેં બીજો અપરાધ પણ કર્યો ને તેમાં વળી હારાપણા રૂપ મમકાર કરી તે હારી પોતાની બાધા વધારી દીધી ! તે આત્મસ્વભાવથી વિરુદ્ધ વિભાવ પરિણામથી હારું જ્ઞાન આવરણ પામ્યું ને તેથી મોહમાં ગોથાં ખાતો તું નિજ ભાન ભૂલી ગયો. રાગ-દ્વેષના તાંતણે પોતે પોતાને બાંધી તું કોશકાર કૃમિની જેમ અમાપ દુઃખ પામ્યો. હારા પોતાના ઘરમાં આ વિભાવ રૂપ આંતરૂ ચોર પેઠા છે ને હારો આત્મવૈભવ લૂંટી રહ્યા છે, માટે હે ચેતન ! તું
૩૩૮