________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૪
-
પ્રતિબોધ પામે છે - જાગૃત થાય છે, તેમ આ આત્મા મિથ્યાત્વ-પડલ ઉઘડી જતાં ઝટ પ્રતિબદ્ધ થયો - પ્રતિબોધ પામ્યો - અનાદિ મોહનિદ્રામાંથી ઉઠીને જાગૃત થયો, અને આમ શીધ્ર પ્રતિબદ્ધ થયેલો તે સાક્ષાત દ્રારં વં - સાક્ષાતુ દા એવા “સ્વ” - પોતાને - આત્માને સ્વયમેવ-પોતાની મેળે જ જાણી, અને શ્રદ્ધીને, તેને જ અનુસરવાનો કામી-અભિલાષી સતો - વયમેવ હિ વિજ્ઞાથ શ્રદ્ધા ર તે વૈવાનુરિતકામ: - સ્વ-આત્મારામ એવા આને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન શું હોય ? એમ પૂછે, તેને આ ગાથામા કહ્યા પ્રમાણે જવાબ દેવા યોગ્ય છે કે - “સર્વ ભાવોને પર (પારકા) એમ જાણીને પચ્ચખે - પરિત્યજે, તેથી પ્રત્યાખ્યાન તે જ જ્ઞાન નિયમથી – નિશ્ચયથી જાણવું.”
૨. ગાથાની વ્યાખ્યા : સર્વભાવ પર પ્રત્યાખ્યાન અર્થાત્ આત્માથી અન્ય દ્રવ્યના સ્વભાવરૂપ જે બીજ સર્વેય ભાવો છે -
દવ્યાંતરસ્ત્રાવમવિનોડવાનવિજ્ઞાન ભાવાનું', તેને “ભગવદ્ - આનૈશ્વર્ય સમસ્ત પરભાવ પ્રત્યાખ્યાન સંપન્ન જ્ઞાતૃદ્રવ્ય-આત્મા પરપણે જાણી પચ્ચખે છે, ત્યજી દે છે, કારણકે તે
પ્રગટ જાણે છે કે આ પરભાવોમાં મહારા સ્વસ્વભાવનું વ્યાપ્યપણું નથી - સ્વભાવમવિવ્યિાતિયા', મ્હારો સ્વસ્વભાવ એમાં કંઈ પણ હોવાપણું નથી. એટલે આત્મા સિવાયના આ બીજા બધા ભાવો હારા નથી, પર છે - પારકા છે. હારે એની સાથે કંઈ પણ લેવાદેવા નથી. એ મ્હારા નથી ને હું એનો નથી. માટે હું એ સર્વ પરભાવોને પચ્ચખું છું, છોડી દઉં છું, ન ગ્રહવાની પ્રતિજ્ઞા કરું છું. પૂર્વે અજ્ઞાન દશામાં જ્યારે મ્હારા સ્વરૂપનું ભાન મન ન હોતું, ત્યારે મેં ભૂલથી ભ્રાંતિથી એને મ્હારા માની બેસી ગ્રહણ કર્યા હતા, પણ હવે શ્રીમદ્ ગુરુ પ્રસાદથી તે હારી આત્મભાંતિ રૂપ ભૂલ ટળી છે, એટલે હવે હું તેને છોડી દેવા જ ઈચ્છું છું. પૂર્વે આ પરભાવોને હું સામો જઈને ગ્રહવા - વળગવા ઈચ્છતો, પણ હવે તો આ પરભાવો પણ ઉલટા સામા વળગતા આવી મને કહે કે અમને ગ્રહણ કર, તો પણ તેમને હું ચોખ્ખું પરખાવી દઉં કે મહાનુભાવો ! ના, ના, મ્હારે તમારું કાંઈ કામ નથી, એમ હું તેઓનું “પ્રત્યાખ્યાન' કરું, સામી ના પાડું, ના ના, તમે મ્હારા નથી એમ ઘસીને સ્પષ્ટ નિષેધ - “નનૈયો' સંભળાવી દઉં, તો પછી તેને ગ્રહણ તો શાનો જ કરું? આમ પ્રતિબદ્ધ - પ્રતિબોધ પામેલો - આત્મજાગૃતિ પામેલો જીવ સર્વ પરભાવોનું પ્રત્યાખ્યાન કરે છે. સમસ્ત પરભાવોને ન સ્પર્શવાની દેઢ આત્મપ્રતિજ્ઞા કરે છે. આમાં જે પૂર્વે જાણનારો જ્ઞાતા છે, તે જ પ્રત્યાખ્યાન કરનારો પ્રત્યાખ્યાતા છે, જે જાણે છે તે જ
પચ્ચખે છે, બીજો કોઈ નહિ, એમ આત્મામાં નિશ્ચય કરી, પ્રત્યાખ્યાન તે જ્ઞાન જ છે – “પ્રત્યાધ્યાનું જ્ઞાનમેવ - એમ અનુભવવું યોગ્ય છે. પ્રત્યાખ્યાન
કરનારો જૂદો અને જાણનારો જૂદો એવું કાંઈ છે નહિં. જાણનારો આત્મા એ જ ત્યાગ પરિણામરૂપ પ્રત્યાખ્યાન ભાવે પરિણમે છે, પ્રત્યાખ્યાન દશાએ પરિણમે છે, અર્થાત્ જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે અને પ્રત્યાખ્યાન એ જ જ્ઞાન છે, એમ બન્નેનો અભેદ છે.
“જ્ઞાન પ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાન પ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે તે યથાર્થ છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે,' અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે.
જે જ્ઞાનીને આકુળ વ્યાકુળતા મટી ગઈ છે, તેને અંતરંગ પચ્ચખાણ જ છે.” “આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૪૪, ૬૪૩, ૫૮), ૯૧૮, ૯૫૭, ૮૫ તાત્પર્ય કે – જ્ઞાન તેનું નામ છે કે જે પ્રત્યાખ્યાન ભાવે પરિણમે છે, અર્થાત્ સર્વ પરભાવનો રિત્યાગ કરે છે, સર્વ પરભાવમાંથી જેણે આત્મભાવ છોડી દીધો છે, તે જ જ્ઞાન છે, પ્રત્યાખ્યાન ભાવે પરિણમતું નથી તે વાસ્તવિક જ્ઞાન જ નથી, સર્વ પરભાવનો જે પરિત્યાગ કરતું નથી. સર્વ
૨૯૯