________________
સમયસાર : આત્મખ્યાતિ
સુવર્ણ નથી કે સુવર્ણનો સ્વભાવ નથી, પણ સુવર્ણમાં કલંકરૂપ મલ-વિકાર છે, તેમ મોહભાવ રૂપ અશુદ્ધિ-મલિનતા કાંઈ આત્મા નથી કે આત્માનો સ્વભાવ નથી, પણ આત્મામાં કલંકરૂપ ચેતન વિકાર છે, એટલે તે ચેતન વિકારરૂપ મોહ-વિભાવ મ્હારો સ્વભાવ છે જ નહિ. મ્હારો સ્વભાવ તો ટાંકણાથી શિલામાં ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવો અક્ષર “ટંકોત્કીર્ણ એક - અદ્વિતીય - જ્યાં દ્વિતીય ભાવ છે નહિ એવો અદ્વૈત જ્ઞાયક સ્વભાવ છે. માટે આ ટેકોત્કીર્ણ એક ગ્લાયક સ્વભાવભાવને – ભાવિત કરનારો ભાવક એવો પરભાવ રૂ૫ - વિભાવ રૂપ કોઈ પણ મોહ મ્હારો છે નહિ, આ અખંડ નિશ્ચય છે. કારણકે પૂર્વે પરભાવનું નિમિત્ત પામી અજ્ઞાનને લીધે હું પોતે પરવસ્તુમાં આત્મબુદ્ધિ રૂપ ચારિત્ર મોહ પરિણામે પરિણમતો હતો, પણ હવે તે મહારું અજ્ઞાન દૂર થઈ જતાં, તે દર્શન મોહનો અને ચારિત્ર મોહનો આત્મામાંથી પૃથક કરવારૂપ વિવેક કરી - પૃથક્કરણ કરી, હું ટંકોત્કીર્ણ એક* જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ આત્મસ્વભાવભાવે પરિણમ્યો છું, એટલે હું ખરેખર ! નિશ્ચય કરીને મોહભાવે પરિણમીને મોતને હારો કરતો જ નથી, એટલે હારો કોઈ પણ પ્રકારનો પણ મોહ છે જ નહિં.
મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. જે મોહિનીએ મહા મુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ-સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે ! શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે ! નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું એવો જ્ઞાનીનો ઠામ-ઠામ બોધ છે. તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૮૭
કર્મ મોહની ભેદ બે, દર્શનચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂર-૧૦૩ અને આમ કોઈ પણ પ્રકારનો કોઈ પણ મોહ મહારો છે નહિ, પણ આ છે - આ વસ્તુ તો ચોક્કસ નિશ્ચિત છે કે - “પિવિત્તિમાત્રા માવાવેન - ચિતુશક્તિ માત્ર સ્વભાવભાવથી અવબોધાય છે - “અવ” - વસ્તુ સ્વરૂપની - સ્વસમયની મર્યાદાથી બોધાય છે, પ્રગટ જણાય છે. ભાવનાત્મવા કવવુષ્યતે, ભગવાન આત્મા જ સાક્ષાત અનુભવાય છે, પ્રગટ મહારો સમજાય છે, તે જ હું છું ને તે જ મ્હારો છે અને તે સ્વભાવભાવ કેવો છે ? તો કે સ્વયમેવ - આપોઆપ - પોતાની મેળે વિશ્વપ્રકાશમાં ચંચુર-ચમકતી વિકસ્વર એવી અનવરત - નિરંતર પ્રતાપસંપદુદ્ધાળો છે, “સ્વયમેવ વિશ્વપ્રાિશવંતુરવિઋસ્વર નવરતપ્રતાપસંદ્ધાં, અર્થાતુ વિશ્વને પ્રકાશતી તેની વિકસ્વર પ્રતાપ - સંપત્તિ સદા
સ્વરૂપ તેજથી પ્રતપે છે, આવા વિશ્વપ્રકાશથી ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ ભાવ વડે કેવલ આત્મા જ હું અને મહારો સમજાય છે - અનુભવાય છે.
કારણકે – ‘નિર્દિ વવ:' - પ્રગટપણે હું ખરેખર ! નિશ્ચયથી એક - અદ્વૈત છું, તેથી હું મોહ પ્રત્યે નિર્મમત્વ છું, “નહિં પ્રતિ નિર્માભિ' - સમસ્ત દ્રવ્યોનો પરસ્પર સાધારણ (common to all)
અવગાહન-અવકાશઘન (accomodation) નિવારવાના અશક્યપણાને લીધે, હું ખરેખર ! એક છું મસ્જિત અવસ્થામાં પણ - “મન્નતાવાયામg - એકબીજા દ્રવ્યની એક
- ક્ષેત્રાવગાહથી એક બીજ દ્રવ્યમાં ડૂબી જવારૂપ - મગ્નપણારૂપ અત્યંત ગાઢ મિશ્રિત અવસ્થામાં પણ, દહીં-ખાંડની-શ્રીખંડની અવસ્થાની જેમ, પરિફુટ સ્વાદનો ભેદ જણાઈ આવે છે,
મનસ્વાત' - અર્થાત સમસ્ત દ્રવ્યોની પરસ્પર સાધારણ એવી એકક્ષેત્રાવગાહ સ્થિતિ છે. તેનું નિવારવું અશક્ય છે, એટલે આ મસ્જિત - એકબીજામાં ડૂબી જવા રૂપ એકબીજાથી ઓતપ્રોત મિશ્ર
"सति द्वितीये चिन्ता कर्म ततस्तेन वर्तते जन्म । પોજિ સત્તરાદિતોગભિ કાકસિ નિયત ” . શ્રી પવનંદિ પં.વિ. નિશ્ચય પંચાલતુ, ૩૨
૩૧૬