________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૩૬
અનુભૂતિનો પરભાવથી વિવેક-પૃથગુ ભાવ કેમ થયો? તે માટેનો ભાવક ભાવનો વિવેક પ્રકાર અત્ર કહી બતાવ્યો છે - મ્હારો કોઈ પણ મોહ છે નહિ, ઉપયોગ જ બૂઝાય છે - જણાય છે. હું એક છું, તેને “મોહનિર્મમત્વ' - જેને મોહનું નિર્મમત્વ-નિર્મમમપણું છે એવો સમયના - આત્માના અથવા શાસ્ત્રના વિજ્ઞાયકો - વિશેષે કરીને જ્ઞાયકો-જાણકારો જાણે છે. આ ગાથાની અદ્દભુત તાત્ત્વિક મીમાંસા કરતાં “આત્મખ્યાતિ' ક વદે છે - અહીં નિશ્ચય કરીને ખરેખર ! કોઈ પણ પ્રકારનો મ્હારો મોહ છે નહિ. કોનાથી નીપજે છે આ મોહ ? પુદગલ દ્રવ્યથી અભિનિર્વર્તમાન - “અભિ” - બધી બાજુથી
“નિર્વર્તમાન' - સર્જઈ રહેલ - ઉપજાવાઈ રહેલ છે. કેવી રીતે ? ભાવક ભાવનો વિવેક પ્રકાર છત્તવાનસમર્થતા પ્રાપુણ્ય - ફલદાન સમર્થતાએ કરી પ્રાદુર્ભત થઈ – પ્રગટ
થઈ માવજૅન સતી - ભાવક (ભાવ કરનાર) સતા હોતાં. આવો આ મોહ શા માટે મ્હારો નથી ? ટંકોત્કીર્ણ એક - અદ્વિતીય - અદ્વૈત શાયક સ્વભાવભાવનું પરમાર્થથી પરભાવનું ભાવાવાનું અશક્યપણું છે માટે. આમ મ્હારો મોહ મ્હારો છે નહિં, તો છે શું ? પણ આ છે કે - સ્વયમેવ ભગવાન આત્મા જ અવબોધાય છે - જણાય છે. શા વડે કરીને ? ચિશક્તિમાત્ર સ્વભાવભાવે કરીને. કેવો છે આ સ્વભાવભાવ ? વિશ્વપ્રકાશથી ચંચુર-ચમકતી વિકસ્વર અનવરત-નિરંતર પ્રતાપસંપદૂવાળો. કારણકે ખરેખર ! ટપણે હું ખરેખર ! નિશ્ચયે કરીને એક - અદ્વિતીય - અદ્વૈત છું, તેથી સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહના - અવકાશદાનના નિવારવાના અશક્યપણાને લીધે મતિ - એકબીજમાં ડૂબેલી - અત્યંત ગાઢ - મિશ્રિત અવસ્થામાં પણ દહીં - ખાંડ અવસ્થાની જેમ પરિસ્ફટ - સર્વથા સ્ફટ સ્વાદમાન - સ્વદાઈ રહેલી સ્વાદભેદતાએ કરીને મોહ પ્રતિ હું નિર્મમત્વ - મમત્વ રહિત છું. એમ શા માટે ? સર્વદા જ એકત્વગતપણાએ કરીને સમયનું - આત્માનું તેમજ સર્વ પદાર્થનું એમજ સ્થિતપણું છે માટે. એમ આવા પ્રકારે ભાવક ભાવનો વિવેક-પૃથગુ ભાવ થયો હતો. પરમ આત્મા અમૃતચંદ્રાચાર્યજીની આ પરમ પરમાર્થઘન તત્ત્વામૃત સંભૂત અમૃત વાણીમય અપૂર્વ વ્યાખ્યાનો વિશેષાર્થ આ પ્રકારે – પૂર્વે જે કર્મપણે બાંધેલ છે તે કર્મરૂપ પુદ્ગલ દ્રવ્ય વિપાક પામી ફલદાન સમર્થપણાએ કરી પ્રાદુર્ભત
થઈ - પ્રગટ ઉદયે આવી ભાવક - ભાવ કરનાર - ભાવનાર અર્થાતુ હારો કોઈ પણ મોહ છે ન વ્યવહારથી સંયોગ સંબંધથી - તેવો તેવો ભાવ કરવાને - ઉપજાવવાને. તેવી
તેવી પોતાની ભાવ રૂપ અસર નીપાવવાને તત્પર એવું હોય છે. જેમ તેલમાં મૂકેલ કુલ તેલને વાસિત કરનાર - ભાવિત કરનાર વાસક-ભાવક કહેવાય છે અને તે તેલમાં સુગંધવાસ-સુગંધભાવ ઉપજાવવાને સમર્થ હોય છે, તેમ આત્માને સન્નિહિત કર્મ પુદ્ગલદ્રવ્ય આત્માને ભાવ-વાસનાથી વાસિત કરનાર-ભાવિત કરનાર “ભાવક' કહેવાય છે અને તે નિમિત્ત-નૈમિત્તિક ભાવથી આત્મામાં તેવો તેવો ભાવ નીપજવવાને સમર્થ હોય છે. મન સંત પુનિકળેઇનિર્વત્થાનો - એવા ભાવક સતા-હોતા પુદ્ગલ દ્રવ્યથી અભિનિર્વત્યમાન - “અભિ' બધી બાજુથી નિર્વત્યમાન-નીપજાવાઈ રહેલો - સવાઈ રહેલો એવો કોઈ પણ પ્રકારનો કોઈ પણ મ્હારો મોહ છે નહિં, “તમોપિ = નામ મર્મ મોહોતિ ' કારણકે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવનું પરમાર્થથી પરભાવથી ભાવાવાનું – ભાવિત કરાવાનું અશક્યપણું છે માટે, ઢોર્જીજ્ઞાસ્વભાવમાવી પરમાર્થતઃ “પરમાવેન માવતHશવત્વા ' અર્થાતુ આ ભાવક એવો મોહ પરભાવ જનિત પરભાવ હોવાથી મ્હારા પર પરમાર્થથી - નિશ્ચયથી પોતાનો ભાવ નીપજવી શકે એમ નથી, મ્હારા પર કંઈ પણ ભાવ ઉપજાવનાર રૂપ અસર ઉપજાવી શકવાને સમર્થ નથી. હા, વ્યવહારથી તેનું નિમિત્ત પામી હું પોતે પરિણામ-પરિણામી ભાવથી મોહભાવે પરિણમું - પોતે મોહભાવ કરી મોહને મ્હારો કરું તો જ મોહ મ્હારો થઈ શકે, ન પરિણમું તો ન જ થઈ શકે, અને તે પરભાવ નિમિત્તે હું પોતે મોહભાવે પરિણમું તો પણ તે મોહભાવ વિકત ચેતનભાવ રૂ૫ - ચિદ વિકારરૂ૫ મ્હારો વિભાવ ભાવ જ હોય, પણ કદી પણ મ્હારો સ્વભાવ ભાવ તો હોઈ શકે જ નહિ. કારણકે વિભાવરૂપ વિકાર છે તે તો વસ્તુને વિષે કલંક છે, વસ્તુ સ્વભાવ નથી, સુવર્ણની અશુદ્ધિ કાંઈ
૩૧૫