________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૩૪
અંજન આજે, તો ધીરે ધીરે તે દૃષ્ટિ અંધની દૃષ્ટિ ખૂલતી જાય, ને છેવટે તે નેત્રરોગ સાવ મટી જાય. પણ આમાં માત્ર શરત એટલી જ છે કે - સવૈદ્યરૂપ સદ્ગુરુને શોધી કાઢી, તેની દવા દઢ શ્રદ્ધાથી, યથાવિધિ આજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે કરવામાં આવે, તો જ તે આત્મભ્રાંતિ રૂપ મોટામાં મોટો રોગ જાય. આમ સદૂગુરુની ઉપાસનાથી સહાત્મસ્વરૂપી શુદ્ધ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે, સ્વરૂપ દર્શન થાય છે; અને જે “દર્શન’ છે તે ‘દષ્ટિ' વિના-નયન વિના થતું નથી, ‘બિના નયન પાવે નહિ', વિના નયનની જે વાત છે, અર્થાત્ ચર્મચક્ષુને અગોચર એવી જે વાત છે, તે “નયન' વિના અર્થાત્ સદ્દગુરુની દોરવણી વિના અથવા સદૂગુરુએ અર્પેલા દિવ્ય આંતર ચક્ષુ વિના પ્રાપ્ત થતી નથી, પણ જે સદ્ગુરુના ચરણ સેવે છે, તે તો તે ‘બિના નયન કી બાત” સાક્ષાતુ પામે છે. વિનયવત સદૂગુરુના નયનથી દિવ્ય નયન પામી નિજ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે, અતીન્દ્રિય એવા આત્માના શુદ્ધ સહજાનંદ સ્વરૂપનું દર્શન સગુરુએ અર્પેલા દિવ્ય નયન દ્વારા થાય છે, એ શ્રીમદ્ સગુરુ ભગવાનનો અનન્ય પરમ ઉપકાર છે. જો તરસ છીપાવવાની ઈચ્છા હોય, તો તે છીપાવવાની રીત પણ છે અને તે
ગમ વિના કદી પ્રાપ્ત થાય નહિ, એમ અનાદિ સ્થિતિ છે અને તેવા પ્રકારે શ્રીમદ્ રાજચંદ્રજી, શ્રી આનંદઘનજી આદિ પરમ જ્ઞાની પુરુષોએ ભાખ્યું છે -
“આત્મભ્રાંતિ સમ રોગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન.”
- (આત્મસિદ્ધિ, સૂત્ર-૧૨૯) મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને.” “બિના નયન પાવે નહિં, બિના નયન કી બાત, સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત. બુઝી ચહત જો પ્યાસકી, હૈ બુઝન કી રીત, પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.”
- શ્રીમદ્ રાજચંદ્રજી, અં. (૧૦૮), ૨૫૮ “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગ ઘણી, મહિમા મેરુ સમાન... ધરમ જિનેશ્વર ગાઉં રંગશું.” - શ્રી આનંદઘનજી “મજ્ઞાનતિમિરાજાનાં, જ્ઞાનાંનાશનાયા !
नेत्रमुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः ॥" આમ સદ્ગુરુના નયન થકી દિવ્ય નયન ઉન્મીલન પામે છે, સમ્યગુ દષ્ટિ ખૂલે છે, ત્યારે આ દૃષ્ટિમાં થતું દર્શન, નેત્ર રોગ દૂર થતાં ઉપજતા દર્શન જેવું છે. જેમ આંખનો રોગ મટી જતાં- આંખનું પડળ ખસી જતાં, તત્કાળ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે, તેમ અત્રે આ દૃષ્ટિમાં અનાદિ મોહ સંતાનથી ઉપજેલો દેહ-આત્માની ઐક્યબુદ્ધિરૂપ દૃષ્ટિરોગ દૂર થતાં ને દર્શનમોહનો પડદો ઉઠી જતાં, તત્ ક્ષણ જ પ્રતિબુદ્ધ થયેલા જીવને પદાર્થનું સમ્ય દર્શન થાય છે. એટલે આ સાક્ષાત્ દષ્ટા એવા સમ્યગુદૃષ્ટિ પુરુષને સ્વપર પદાર્થના વિવેકરૂપ ભેદજ્ઞાન પ્રગટે છે અને તે સમજે છે કે - “હું એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી એવો આત્મા છું, અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી.” આવું નિશ્ચય વેધસંવેદ્યરૂપ નિશ્ચયસમ્યગુ દર્શન પ્રગટતાં અપ્રતિપાતી “સ્થિરા” યોગદૃષ્ટિ પ્રાપ્ત થાય છે, - જેને “યોગદષ્ટિસમુચ્ચય'કર્તા શ્રી હરિભદ્રાચાર્યજીએ “રત્ન દીપક' ની ઉપમાથી બિરદાવેલ છે. આ દર્શન-બોધને રત્ન દીપકની ઉપમાં બરાબર બંધ બેસે છે. કારણકે (૧) રત્ન પ્રદીપથી જેમ શાંત પ્રકાશ
૨૯૭