________________
સમયસાર : આત્મખ્યાતિ
પરિત્યાગપ્રતિજ્ઞા શું હોય ? એમ પૂછતો, “આમ” - આ નીચેની ગાથામાં કહ્યા પ્રમાણે કહેવા યોગ્ય છે - “સર્વ ભાવોને “પર” એમ જાણીને પચ્ચખે (ત્યજે) છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ નિયમથી જાણવું.” આ ગાથાની તાત્ત્વિક મીમાંસા કરતાં “આત્મખ્યાતિ'કારજી દે છે - કારણકે સ્કુટપણે ‘દ્રવ્યાંતર સ્વભાવભાવી' - અન્ય દ્રવ્યના સ્વભાવભાવી - સ્વભાવ હોનારા અન્ય અખિલ જ - સર્વે જ ભાવોને ભગવત જ્ઞાતદ્રવ્ય પરપણે જાણીને પ્રત્યાખ્યાન કરે છે. પચ્ચખે છે. શાથી ? સ્વસ્વભાવ ભાવની અવ્યાપ્યતાએ કરીને. તેથી શું? જે પૂર્વે જાણે છે, તે જ પછી પ્રત્યાખ્યાન કરે છે, નહિ કે બીજો કોઈ, એમ આત્મામાં નિશ્ચિત કરી, પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવનીય-અનુભવવું યોગ્ય છે. એમ શાને લીધે ? પ્રત્યાખ્યાન સમયે જેનું પ્રત્યાખ્યાને કરવા યોગ્ય છે એવી પ્રત્યાખ્યય ઉપાધિ માત્રથી પ્રવર્તિત - પ્રવર્તાયેલ કર્તાપણાનું વ્યપદેશપણું-વ્યવહારથી વચન વિકલ્પરૂપ નામ નિર્દેશપણું છતાં, પરમાર્થથી “અવ્યપદેશ્ય - નહિ વ્યપદેશાવા યોગ્ય - નહિ નિર્દેશાવા યોગ્ય જ્ઞાન સ્વભાવથી અપ્રચ્યવનને લીધે - અભ્રષ્ટપણાને લીધે. આમ પ્રત્યાખ્યાન જ્ઞાન જ એમ અનુભવવું યોગ્ય છે. “આત્મખ્યાતિ'કાર આચાર્યની આ પરમ પરમાર્થ ગંભીર વ્યાખ્યાનો સ્પષ્ટ આશયાર્થ સમજવા આ ગાથાનું વિશિષ્ટ ઉત્થાનિક સૂત્ર અને ગાથાની વ્યાખ્યા એમ બે વિભાગમાં અનુક્રમે વિશેષ વિચારણા કરીએ અને તે અર્થે અપૂર્વ તત્ત્વકળાથી ગ્રથિત આ વિશિષ્ટ પરમાર્થઘને ઉત્થાનિકા સૂત્રનું વિમર્શન કરવા પ્રથમ દૃષ્ટિ અને દર્શનનું સ્વરૂપ વિચારી નેત્રરોગીના પ્રસ્તુત દૃષ્ટાંતનું વિશેષ ભાવન કરીએ.
૧. ઉત્થાનિક સૂત્ર - દર્શન અને દૃષ્ટિ નેત્રરોગીનું દષ્ટાંત
આત્મા અને દેહ એક છે એવો એકત્વ અધ્યાય રૂ૫ દુર્વાસનાનો દેઢ સંસ્કાર વર્યો આવે છે. આ મોહતમસુના (અજ્ઞાનાંધકારના) પટલને લીધે તેની દૃષ્ટિને અજ્ઞાનમય આવરણ આવ્યું છે એટલે તેને યથાર્થ વસ્તુદર્શન થતું નથી, પણ ઉક્ત પ્રકારે સગુરુના સબોધ થકી જ્યારે તેનું મોહ-તમસુ પટલ દૂર થાય છે, અજ્ઞાનમય મોહાંધકારનો પડદો ચીરાઈ જાય છે, ત્યારે તેની દૃષ્ટિ ખૂલે છે ને તેને યથાર્થ વસુદર્શન થાય છે. આ મોહાંધકારમય અજ્ઞાન જ્ઞાનરૂપ પ્રકાશ થતાં શીઘ નાસી જાય છે - એકદમ પલાયન કરી જાય છે. લાંબા વખતનું અંધારું પણ દીવો પેટાવતાં તરત જ દૂર થાય છે, તેમ અનાદિનો મોહાંધકાર પણ જ્ઞાન-પ્રદીપ પ્રગટતાં તલ્લણ જ નાશ પામે છે, એટલે સમસ્ત વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપે આ સમ્યગુ દેષ્ટિ યોગીને દેખાય છે.
“કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૯૮* પણ આંખ ઉઘડી ન હોય ત્યાં સુધી જેમ અંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, તેમ સદ્ગુરુબોધ થકી જ્યાં સુધી આંતર દૃષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાં સુધી દષ્ટિ અંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી અને
એટલે જ આ જીવને નેત્રરોગીની ઉપમા ઘટે છે. નેત્રરોગી એટલે કે જેને આંખનો રોગ છે એવો પુરુષ આંખ ઉઘાડી શકતો નથી, આંખ મીંચી જ રાખે છે, તેને ઉજાસ પણ ગમતો નથી. તેની જે કોઈ નિષ્ણાત નેત્રવૈદ્ય (Eye-specialist) બરાબર ચિકિત્સા કરી યથાયોગ્ય અંજન વગેરે આંજીને દવા (Treatment) કરે, તો ધીરે ધીરે તેનો રોગ મટવાનો સંભવ છે. તે સદ્યનો ને તેને આધીન ઔષધનો ભોગ ન બને ત્યાં સુધી તેનો રોગ કેમ કરીને મટે નહિ. તેમ આ જીવને અનાદિનો દૃષ્ટિ અંધપણાનો - મિથ્યાદેષ્ટિપણાનો ગાઢ રોગ લાગુ પડ્યો છે. તે આંખ મીંચીને જ પડ્યો છે. તેનાથી જ્ઞાન-પ્રકાશ પણ દેખી શકાતો નથી ! હવે તેને કોઈ મહાપુણયના જોગાનુજોગે કોઈ તેવા સદ્ગુરુ રૂપ નિષ્ણાત સલૈદ્યનો જોગ મળે, ને તે તેના રોગનું બરાબર નિદાન કરી, યોગ્ય ચિકિત્સા કરે, જ્ઞાન રૂપ
જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત)
૨૯૬