________________
સમયસાર : આત્મખ્યાતિ
“અહો સપુરુષના વચનામૃત, મુદ્રા અને સસમાગમ ! સુપુત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્તે સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિ શાંતિ શાંતિઃ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૭૫
શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પર હરિયે પરભાવ; આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે... સ્વામી” - શ્રી દેવચંદ્રજી જ્ઞાતાના - જાણનારના પ્રત્યાખ્યાન ગા.માં કયું દૃષ્ટાંત ઉદાહરણ છે તે આ ગાથામાં કહ્યું છે -
જેમ ખરેખર ! ફુટપણે કોઈ પણ પુરુષ આ પરદ્રવ્ય છે એમ જાણીને ત્યજે ધોબીનું દેણંત છે, છોડી ધે છે, તેમ સર્વ પરભાવોને જાણીને જ્ઞાની વિમુંચે છે - વિશેષ
કરીને સર્વથા મૂકી ધે છે - છોડી ઘે છે. આ દાંતને બહલાવી પરમાર્થ - મહાકવીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં તાદેશ્ય શબ્દચિત્ર આલેખતી સ્વભાવોક્તિથી સાંગોપાંગ સંપૂર્ણ અપૂર્વ બિંબ - પ્રતિબિંબ ભાવે વિવરી દેખાડ્યું છે. તે આ પ્રકારે - જેમ સ્કુટપણે પ્રગટ દૃષ્ટાંત છે કે કોઈ પુરુષ સંભ્રાંતિથી - ભ્રમણાથી રજક-ધોબી પાસેથી પરકીય-પારકું ચીવર-વસ્ત્ર લઈને આત્મીય-પોતાની પ્રતિપત્તિથી - માન્યતાથી પોતાનું છે એમ માનીને, પરિધાન કરી - પહેરીને, શયન કરી ગયો છે - સૂઈ ગયો છે, તે સ્વયં-પોતે અજ્ઞાની હોઈ, અન્યથી તેનો અંચલ-છેડો પકડીને બલથી-બલાત્કારે નગ્ન કરવામાં આવતો, “જલ્દી પ્રતિબૂઝ ! જાગ ! પરિવર્તિત થયેલું - બદલાઈ ગયેલું આ મ્હારૂં વસ્ત્ર આપી દે !' એમ અનેકવાર વાક્ય શ્રવણ - અખિલ – સમસ્ત ચિહ્નોથી-નિશાનીઓથી - એંધાણોથી સારી પેઠે પરીક્ષા કરીને, નિશ્ચિતપણે આ પરકીય-પારકું છે એમ જાણી, જ્ઞાની સતો તે વસ્ત્રને “અચિરથી' - લાંબો વખત લગાડ્યા વિના-વિના વિલંબે જ - તરત જ મૂકે છે - છોડી દે છે. તેમ જ્ઞાતા જણનાર પણ સંભ્રાંતિથી - અત્યંત ભ્રાંતિથી - ભ્રમણાથી “પરકીય' - પારકા - પરસંબંધી ભાવોને લઈને આત્મીય - પોતાની પ્રતિપત્તિથી - માન્યતાથી આત્મામાં અધ્યાસી - માની બેસીને શયન કરી ગયો છે, સૂઈ ગયો છે, તે સ્વયં - પોતે અજ્ઞાની હોઈ, ગુરુથી પરભાવ વિવેક કરીને – પરભાવનો વિવેક – પૃથપણું – ભિન્નપણું કરીને એકી કરાતો - એકરૂપ કરાતો, જલ્દી પ્રતિબૂઝ ! પ્રતિબોધ પામ ! એક છે ખરેખર ! નિશ્ચય કરીને આ “આત્મા” એમ અનેકવાર “શ્રૌત' - શ્રુતિ સંબંધી વાક્ય - વચન શ્રવણ કરતાં, અખિલ - સર્વ ચિહ્નોની - લક્ષણોથી - નીશાનીઓથી સારી પેઠે પરીક્ષા કરીને નિશ્ચિત પણે આ પરભાવો છે એમ જાણી જ્ઞાની સતો, સર્વ ભાવોને “અચિરથી' - લાંબો વખત લગાડ્યા વિના - શીઘ જ મૂકી ઘે છે. અમૃતચંદ્રજીએ તાદેશ્ય વિવરી દેખાડેલા આ દેષ્ટાંત - દાતિકની હવે વિશેષ વિચારણા કરીએ. જેમ કોઈ પુરુષ “સંભ્રાંતિથી” - ભ્રમણાથી - ભૂલથી ધોબીને ઘેરથી પારકું વસ્ત્ર લઈ આવી
પોતાનું માની, હેરીને સૂઈ ગયો છે. તેને પોતાની ભ્રાંતિનું - ભૂલનું ભાન ધોબીના ઘરથી ભૂલથી ન હોઈ તે તો અજ્ઞાની છે. એટલે બીજો પુરુષ તેનો છેડો પકડી બળાત્કાર આણેલું પારકું વસ્ત્ર તેને નગ્ન કરવા માંડે છે, તેનું વસ્ત્ર ઉતારવા માંડે છે અને કહે છે કે -
અલ્યા એ ! ઝટ જગ ! બદલાઈ ગયેલું - પરિવર્તિત થયેલું આ મ્હારૂં વસ્ત્ર મને આપી દે ! એમ વારંવાર ઢંઢોળી ઢંઢોળીને પોકારવામાં આવતું આ વચન સાંભળી, તે જગીને બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી જુએ છે, તપાસી ચકાસી જુએ છે, એટલે એને નિશ્ચિતપણે - ચોકકસપણે ખાત્રી થાય છે કે આ જરૂર પારકું છે - “નિશ્ચિતતારવઠ્ઠી” - એમ જાણી તે જ્ઞાની - જાણકાર હોતાં તે વસ્ત્ર તરત જ વિના વિલંબે જ છોડી દે છે. આમ પારકો માલ ન રાખવો એવી પ્રમાણિક સદ્દગૃહસ્થની (gentleman) નીતિ રીતિને અનુસરી તે તે વસ્ત્ર તેના મૂળ માલિકને સ્વાધીન કરે છે કે - લ્યો ! ભાઈ ! આ તમારું વસ્ત્ર. મહારાથી ભૂલથી લેવાઈ ગયું હતું. તમે હારી
૩૦૪