________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૯
ત્યાં લગીમાં તો સ્વયં આપોઆપ આ અનુભૂતિ આવિર્ભૂત થઈ પ્રગટ થઈ. અનુભૂતિ કેવી ? झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता - ઝટ લઈને જ - શીઘ્ર જ સકલ અન્યદીય-પરકીય-પારકા ભાવોથી વિમુક્ત – વિશેષે કરીને સર્વથા મુક્ત એવી.
-
-
આ પરભાવ ‘અનવમ' પુરાણો છે, આત્માની સાથે અનાદિકાળથી બંધ સંબંધથી જોડાયેલો છે સંલગ્ન થયેલો છે અને પરભાવ અવશ્ય ત્યાગી દેવો જોઈએ એવી તેના ત્યાગની આ દૃષ્ટાંત દષ્ટિ પણ ‘અનવમ’ નવી નહિં એવી પુરાણી છે, આ અનવમ પરભાવ ત્યાગના દૃષ્ટાંતની દૃષ્ટિ હજુ જ્યાં અત્યંત વેગથી વૃત્તિમાં ઉતરતી નથી, ત્યાં તો સકલ પરભાવોથી ઝટ વિમુક્ત થયેલી આ અનુભૂતિ સ્વયં - આપોઆપ આવિર્ભૂત - પ્રગટ થઈ ! અર્થાત્ આ પરભાવ ત્યાગ સંબંધી સિદ્ધાંતને દૃઢ કરવા માટે જે અત્ર ઉપરમાં પરમ સમર્થ અનુપમ દૃષ્ટાંત વિવરી દેખાડ્યું તેની દૃષ્ટિ હજુ આત્માની વૃત્તિમાં - વર્તનામાં
-
ભાવમાં તથારૂપ આત્મભાવ વૃત્તિમાં ઉતરે, ત્યાં તો સર્વ પરભાવોથી સર્વથા મુક્ત થયેલો એવો શુદ્ધ આત્માનુભવ આપોઆપ પ્રકટી ઊઠે છે ! આ સિદ્ધાંત અને તેને સમર્પિત કરતું આ દૃષ્ટાંત એટલું બધું બળવાન છે કે જે કોઈ સકર્ણ આ શ્રવણ કરે, આ દૃષ્ટાંત દ્દષ્ટિ જેને ‘આત્મવૃત્તિમાં' ઉતરે તેને તત્ક્ષણ જ શુદ્ધ આત્માનુભૂતિ ઝળકી ઊઠે છે ! તાત્પર્ય કે - જ્ઞાન અને પ્રત્યાખ્યાન એ બે ક્રિયા એટલી બધી ઝડપી છે કે – એટલી બધી ત્વરિત છે કે જ્ઞાન થતાં ભેગું જ પ્રત્યાખ્યાન automatically - આપોઆપ તાબડતોબ થઈ જ જાય છે, શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટતાં વેંત જ સર્વ પરભાવોનો ત્યાગ થઈ જ ચૂકે છે, વા સર્વ પરભાવોનો ત્યાગ થતાં વેંત જ શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટે જ છે ! ‘જ્ઞ' પરિક્ષાથી જાણવું, ‘પ્રત્યાખ્યાન' પરિક્ષાથી છોડવું એ શાસ્ત્ર પરિભાષાનું રહસ્ય આ જ છે. ‘જ્ઞાનસ્ય સ્તં વિરતિ' - જ્ઞાનનું ફલ વિરતિ છે, અર્થાત્ જ્ઞાન થતાં સકલ પરભાવથી-વિભાવથી આત્મા વિરામ પામે જ પામે છે, એ પરમાર્થ ગંભીર વીતરાગ સૂત્ર અત્ર ચરિતાર્થ બને છે, એટલે કે બાહ્યાન્વંતર સંગરૂપ સર્વ પરભાવ વિભાવથી વિરામ પામી, ‘જ્ઞાનનું ફલ વિરતિ' એ વીતરાગ વચનને તે સત્ય કરે છે અને એટલે જ તે શુદ્ધ આત્માનો અનુભવ કરવાને સમર્થ બને છે. આનું અનંતગુણવિશિષ્ટ બળવાન જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ પરમ આત્મદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના * અધ્યાત્મ ચારિત્રમાં ને અનુભવ વચનામૃતમાં મુમુક્ષુને પદે પદે દૃશ્યમાન થાય છે. જેમકે પરમાર્થ સખા સૌભાગ્ય પરના એક પત્રમાં આત્માની અમૃતાનુભૂતિ દાખવતા અમૃત પત્રમાં પોતાનું આત્મસંવેદનમય હૃદય દર્શન કરાવતા આ પરમ ભાવિતાત્મા મહાત્મા પ્રકાશે છે
-
-
-
“પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી. સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારૂં આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.'' (ઈ.) - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૦૧), ૩૬૮
વિશેષ જિજ્ઞાસુએ આ વિવેચક-લેખકના ‘અધ્યાત્મ રાજચંદ્ર' ગ્રંથનું (સ્વરચિત) અવલોકન કરવું.
" अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् ।
-
કારણકે જ્ઞાની સમ્યક્ દૃષ્ટિ પુરુષ સ્વ-પરનો સ્પષ્ટ વિવેક કરતાં ભાવે છે કે - દેહ-ગૃહાદિ ભાવ બાહ્ય છે, મૃગ જલાદિ જેવા અનિત્ય, અશરણ ને અશુચિ છે, પર છે - પારકા છે, પોતાના નથી અને નિરાબાધ નિરામય એવી કેવલ જ્ઞાન જ્યોતિ જ* અબાહ્ય છે, શાશ્વત, શરણરૂપ ને શુચિ ભાવ છે, આત્મીય-પોતાનો છે, પારકો નથી અને એ જ પરમતત્ત્વ છે, બાકી બીજું બધું ય ઉપપ્લવ રૂપ - આફત રૂપ – અંધાધુંધી રૂપ છે. માટે એક આ કૈવલ જ્ઞાન જ્યોતિ જ આદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી બીજું બધું ય હેય છે - ત્યાગ કરવા યોગ્ય છે. ભૂલથી ધોબીને ઘેરથી પારકું વસ્ત્ર આવી ગયું હોય તો
यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥
एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः ।
ધર્મવાપાળીત્વવત્નવત્તજ્જ તત્ત્વતઃ ॥' - શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યો.દ.સં. ૧૫૭-૧૫૮
૩૧૧
-