________________
સમયસાર : આત્મખ્યાતિ
કાયા-આત્માની એકતા અંગે નિશ્ચય-વ્યવહાર નિયવિભાગથી નિખુષ સ્પષ્ટતા કરી ઉક્તનો સારસમુચ્ચય રૂપ કળશ પ્રકાશે છે -
शार्दूलधिक्रीडित - एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चया - त्रु स्तोत्रं व्यवहारतोस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः । स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे -. जातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्मांगयोः ॥२७॥
એકત્વ વ્યવહારથી તન અને આત્માનું – ના નિશ્ચયે, નૃસ્તોત્ર વ્યવહારથી તન સ્તવે ના તત્ત્વથી તે હુયે; નિશ્વ ચિત તણું સ્તોત્ર ચિ સ્તવનથી ને એમ તે સ્તાવના, તેથી તીર્થકરસ્તવોત્તરબલે કાયાત્મ એકત્વ ના. ૨૭
અમૃત પદ-૨૭ મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ. આત્મા દેહથી ભિન્ન પરમાર્થથી રે, એમ થયો સિદ્ધાંત નિર્ધાર... આત્મા. એકપણું છે દેહ ને આત્મનું રે, એમ ભલે ભણે વ્યવહાર... આ. ૧ તોય નિશ્ચયથી દેહ આત્મનું રે, એકપણું કદી ન જ હોય... આ. દેહ સ્તુતિથી સ્તોત્ર પુરુષનું રે, વ્યવહારે-ન તત્ત્વથી સોય... આ. ૨ સ્તોત્ર નિશ્ચયથી ચૈતન્યનું રે, ચૈતન્ય સ્તુતિથી જ થાય... આ. ને તે ચૈતન્ય સ્તુતિ એમ છે રે, જિતેંદ્રિય છે જિનરાય... આ. ૩ જિતમોહ વળી જિનરાજજી રે, ક્ષીણમોહ પણ જિન તેમ... આ. એવા શુદ્ધ ચેતન ગુણવર્ણને રે, કહી સ્તુતિ નિશ્ચયથી એમ... આ. ૪ તેથી તીર્થકર સ્તવ પ્રશ્નના રે, ઉત્તરબલે રીતે આમ... આ.
નોય એકપણું દેહ આત્મનું રે, ભાખે ભગવાન “અમૃત' નામ આ. ૫ અર્થ : કાયા અને આત્માનું એકત્વ-એકપણું વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નથી, શરીરની સ્તુતિથી પુરુષનું સ્તોત્ર વ્યવહારથી, પણ તે તત્ત્વથી નથી, ચિનું નિશ્ચયથી સ્તોત્ર ચિત્ સ્તુતિથી જ હોય છે અને તે ચિત્ સ્તુતિ એમ (ઉક્ત પ્રકારે) હોય છે, એટલા માટે તીર્થકર સ્તવના ઉત્તરના બલથી આત્મા અને દેહનું એકત્વ-એકપણું નથી.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૪૯
જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ” જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત)
૨૯૦