________________
સમયસાર : આત્મખ્યાતિ
તાત્પર્ય કે ઉપરમાં કહ્યા પ્રમાણે આત્માના મોહને હઠથી પેઠે સ્વભાવભાવની ભાવના વડે ફરી મોહ ન પ્રાદુર્ભાવ પામે (Once for all) મોહ ક્ષીણ કરે, ત્યારે તે જ ભાવ્ય-ભાવક પરમાત્માને પ્રાપ્ત થયેલો એવો તે ક્ષીણમોહ' જિન છે, એમ આ ત્રીજી નિશ્ચયસ્તુતિનો પ્રકાર છે.
હઠાવી જિતમોહ થઈ, જ્યારે સારી ન ઉદ્ભવે એવી રીતે છેવટને માટે ભાવના અભાવે એકત્વમાં ઢંકોત્કીર્ણ
-
‘‘લોકાલોક ભાસક અનંત જ્ઞાનદૃષ્ટિ જાકી, વીરજ અનંત સુખ ખેરે કર્મકંદ જૂ, ચરણ અનંત વર લોકાલોક ભાવધર, પુન્ય પાપ સૌ વ્યતીત સુધ સુખ વૃંદ જૂ; વેદ કૌન ભેદ તીનો જોગ કૌન ખેદ તહાં, ચેતન પ્રકાશ ભયો કર્મસૌ અણંદ જૂ, ઐસે જિનરાજ નિજ જ્ઞાનમેં વિરાજમાન, અમલ અખંડ નિત ધ્યાવે દેવચંદ જૂ.’’ • શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ, ૧-૧૨ અને એમજ મોહ પદને સ્થાને અનુક્રમે રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન એમ સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે, અર્થાત્ ક્ષીણરાગ, ક્ષીણદ્વેષ, ક્ષીણક્રોધ, ક્ષીણકર્મ, ક્ષીણમન, ક્ષીણશ્રોત્ર ઈત્યાદિ સૂત્રો પ્રકારે વ્યાખ્યા કરવા યોગ્ય છે, આ નિર્દિષ્ટ દિશા પ્રમાણે અન્ય પણ સ્વબુદ્ધિથી સમજી લેવા, અનયા વિશાન્યાપિ દ્ધાનિ ।
-
દા.ત. ક્ષીણશ્રોત્ર આદિ પ્રકારે તે ક્ષીણેંદ્રિય હોય છે. સર્વ ઈદ્રિયોના જયની આત્યંતિક ભાવનાથી તે તેઓનો પુનઃ પ્રાદુર્ભાવ ન થાય એમ સર્વથા ક્ષય કરવાને સમર્થ થાય છે. જેમકે - જે ઈદ્રિયો પૂર્વે હરાયા ઢોરની જેમ છૂટી ફરતી હતી, ને રઘવાઈ થઈને સ્વચ્છંદે વિચરતી હતી, તે હવે સંપૂર્ણ નિયમમાં આવી જઈ, પાછી ખેંચાઈને, પોતાના ચિત્ત ઘરના ખીલે બંધાય છે. વિષયગ્રહણ માટે જ્યાં ત્યાં મુખ નાંખવા રૂપ બહિર્મુખ વૃત્તિ છોડી દઈ, તે હવે ડાહી ડમરી બની અંતર અભિમુખ થાય છે. એટલે જેની આંખો બાહ્ય રૂપને દેખતી હતી તે હવે ભાવથી અંતઃ સ્વરૂપને દેખે છે. જે કાન બાહ્ય શબ્દો સુણતા હતા તે હવે અંતઃનાદ સાંભળે છે. જે નાક બાહ્ય સુગંધથી લોભાતું હતું, તે હવે ભાવ–સૌરભથી સંતોષાય છે. જે રસના બાહ્ય રસથી રીઝતી હતી, તે હવે અંતઃચૈતન્ય રસના પાનથી પ્રસન્ન થાય છે, જે સ્પર્શ બાહ્ય સ્પર્શથી સુખ માનતો હતો, તે હવે ચૈતન્ય સ્વરૂપની સ્પર્શનાથી આનંદ અનુભવે છે. આમ ઈંદ્રિયોની બાહ્ય વૃત્તિ વિરામ પામી ભાવરૂપ આપ્યંતર વૃત્તિ વર્તે છે. કારણકે પાંચે ઈદ્રિયો રૂપ તોફાની ઘોડાની લગામ હવે જાગ્રત આત્માના એક ચિત્ત-સારથિના હાથમાં આવી છે અને આમ ભાવથી અનુપમ ચૈતન્ય રસનો અનુભવ આસ્વાદ થાય છે, એટલે પછી ઈંદ્રિયો એવી તો વશ થઈ જાય છે, એવી તો ગરીબડી ગાય જેવી આધીન થઈ જાય છે, કે તેને પછી બાહ્ય વિષયોમાં રસ પડતો નથી, ને તે પ્રત્યે પરાણે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી ! એવું તો તેને આ ચિત્ત-ઘર ગોઠી જાય છે ! એટલે આ ચૈતન્ય અમૃતરસનો આસ્વાદ છોડીને યોગી ‘બાક્સબુક્સ' રૂપ પુદ્ગલ ભોગને ઈચ્છતો નથી ! આમ વિષયોમાંથી ઈંદ્રિયોને પાછી ખેંચનારા આ પરમ જ્ઞાની યોગીશ્વરને ભોગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય છે, પરમ વૈરાગ્ય જ વર્તે છે, કારણકે - ‘(૧) જેનું મન મૂંગો અનાહત નાદ સાંભળી રહ્યું છે, એવા આ જોગીજનને કોકિલનો કલ સ્વર કેમ આનંદ આપે ? અનુભૂતિ નારીએ લલકારેલા પ્રિય સંગીતમાં જે રત થયા છે, તે કામિનીના કોમલ કકંકણના અવાજથી કેમ ઘૂર્ણાયમાન થાય ? (૨) અવિનાશી ને નિસર્ગ-નિર્મલ એવા સ્વરૂપને જે દેખે છે, તે યોગી પુરુષને નાશવંત ને શુક્ર-શોણિતથી ઉપજેલું રૂપ કેમ ગમે ? (૩) શીલ સૌરભથી જે પ્રસન્ન થાય છે, તેને કસ્તૂરી - ચંદનાદિ સુગંધી દ્રવ્યોથી કેમ આનંદ ઉપજે ? કારણકે બીજી સુગંધી તો ઝાઝીવાર ટકતી નથી, વાયુથી શીઘ્ર ઊડી જાય છે, પણ શીલ સૌરભ તો લાંબો વખત ઉપયોગમાં આવે છે અને તેને વિભાવ રૂપ વાયરો હરી શકતો નથી. (૪) જેનું મન સતત અવિકારી એવા નવમા શાંતરસમાં મગ્ન થયું છે, તે યોગીજન આરંભે સુખરૂપ પણ પરિણામે વસમા એવા રસોથી કેમ રીઝે ? જે મધુર રસને ચાખતાં રસ લોલુપીની રસનામાંથી રસ પડે છે જીભમાં પાણી છૂટે છે, તે રસનો ભયંકર વિપાક ચિંતવતાં આ વિરક્તજનોની આંખમાંથી પાણી પડે
-
૨૮૮