________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૩ થી ૨૫
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા - હે જીવ ! તમે બુઝો, સમ્યક્ પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું દુલ્લભ છે અને ચારે ગતિને વિષે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદ્ વિવેક પામવો દુસ્લભ છે એમ સમજો. આખો લોક એકાંતે દુ:ખે કરી બળે છે એમ જાણો અને સર્વ જીવ પોતપોતાનાં કર્મને કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. (સૂયગડાંગ, અ. ૭-૧૨)''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૦૪
‘‘પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન;
હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન.’’ શ્રી આનંદઘનજી
#
અત્રે શાસ્ત્રકાર ભગવાને અપ્રતિબુદ્ધના પ્રતિબોધનનો વ્યવસાય કર્યો છે : જેની મતિ અજ્ઞાનથી ‘મોહિત’ મોહ પામી ગયેલી મૂંઝાઈ ગયેલી છે એવો ‘બહુભાવ જીવની સાથે સર્વજ્ઞ શાન દેષ્ટ જીવ, પુદ્ગલ સંયુક્ત' ઘણા ભાવોનો સંયોગ પામેલ જીવ, બુદ્ધ' દ્રવ્યરૂપ કેમ થઈ ગયો? એકક્ષેત્રાવગાહ સંબંધથી બંધાયેલ અને અબદ્ધ' - નહિ બંધાયેલ એવા પુદ્ગલ દ્રવ્યને ‘મ્હારૂં આ’ એમ ભણે છે કહે છે. તેની સામે નિરુત્તર કરી દે એવો પ્રશ્ન (Paser) પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી મૂકી પરમર્ષિ કુંદકુંદાચાર્યજી મધુર વાણીથી મીઠો ઠપકો (ઉપાલંભ) આપતાં ઉદ્બોધે છે - અલ્યા ! ‘સવ્વદુગાળદ્દિો' - ‘સર્વજ્ઞ જ્ઞાન દૃષ્ટ’ સર્વજ્ઞ શાને દીઠેલો જીવ જે નિત્ય ઉપયોગ લક્ષણ છે, તે પુદ્ગલ દ્રવ્ય રૂપ કેમ થઈ ગયો ? ‘હ સો પુાતવવ્વીમૂવો ?' - કે જેથી ‘મ્હારૂં આ' તું જાણે છે કહે છે ! જો તે જીવ પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયો, તો ‘ઈતર’ પુદ્ગલ દ્રવ્ય જીવત્વ-જીવપણું પામી ગયું ! તો તું કહેવાને શક્ત-શક્તિમાન્ હો કે મ્હારૂં આ પુદ્ગલ દ્રવ્ય. શાસ્ત્રકારના આ ભાવને ભગવાન આત્મખ્યાતિ ટીકાકારે તેવી જ મધુર ઉપાલંભયુક્ત અમૃતવાણીથી સંભૃત કરી ઓર વિકસ્વર કર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે -
જે અપ્રતિબુદ્ધ જીવ અપ્રતિબુદ્ધ ‘આ પુદ્ગલ મ્હારૂં' એમ અનુભવે છે
છે, તેને આત્માના સ્વભાવભાવનું ભાન નથી, એટલે તે અસ્વભાવભાવોને સ્વીકારતો સતો ‘સ્વ' રૂપ કરી બેસતો, આ પુદ્ગલ મ્હારૂં' એમ અનુભવે છે. તે આ પ્રકારે - ‘યુગપ’ એકીસાથે અનેકવિધ અનેક પ્રકારની બંધન ઉપાધિના ‘સન્નિધાનથી' એકક્ષેત્રાવગાહરૂપ અત્યંત સમીપપણાથી આત્માના સ્વભાવ રૂપ નહિં એવા અનેક ‘અસ્વભાવ ભાવો' આત્મામાં ‘પ્રધાવિત' – વેગે દોડાદોડ કરી રહેલા છે, તે દોડાદોડ કરી રહેલા અસ્વભાવભાવોના સંયોગ 'अस्वभावभावानां संयोगवशात्' વશે કરીને આત્માના સ્વભાવભાવનું અત્યંત તિરોહિતપણું આવરિતપણું – આચ્છાદિતપણું - ઢંકાઈ જવાપણું હોય છે – ‘અત્યંતતિરોહિતસ્વમાવમાવતયા' - કોની જેમ ? વિશેષ (પાઠાં : વિચિત્ર) આશ્રયથી ‘ઉપર' ઉપરંજન પામેલા સ્ફટિક પાષાણની જેમ. જેમ સ્ફટિક સ્વભાવથી સ્વચ્છ - નિર્મલ - શુક્લ છે, છતાં પાસેમાં રાતું ફૂલ મૂક્યું હોય તો તેમાં રાતી ઝાંઈ-છાયા પડે છે, કાળું ફૂલ મૂક્યું હોય તો કાળી ઝાંઈ પડે છે, એમ ઉપાધિ વિશેષના આશ્રયથી સ્ફટિકના* શુક્લ સ્વભાવભાવનું ઉપાધિરૂપ અસ્વભાવભાવોથી તિરોહિતપણું - ઢંકાઈ જવાપણું - આવરિતપણું હોય છે, તેમ બંધન ઉપાધિરૂપ અસ્વભાવભાવોથી આત્માના શુક્લ સ્વભાવ ભાવનું તિરોહિતપણું - ઢંકાઈ જવાપણું આડો આવરણ રૂપ પડદો આવી જવારૂપ આવરિતપણું હોય છે અને તેથી કરીને 'अस्तमितसमस्तविवेकज्योति' તે જીવની સમસ્ત વિવેક જ્યોતિ ‘અસ્તમિત' થાય છે, અસ્ત પમાડાઈ
-
"नैवात्मनो विकारः क्रोधादिः किन्तु कर्मसंबन्धात् । स्फटिकमणेरिव रक्तत्वमाश्रितात् पुष्पतो रक्तवत् ॥ आस्तां बहिरुपधिचयस्तनुवचनविकल्पजालमप्यपरम् । कर्मकृतत्वान्मत्तः कुतो विशुद्धस्य मम किञ्चित् ॥"
=
૨૪૯
-
-
-
-
-
-
- શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, નિશ્ચય પંચાશત, ૨૫, ૨૭