________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૬
ગુરુઓ, પરમ જગદ્ગુરુઓ. અર્થાત્ આવા કાંતિમાન્, તેજવાન્, રૂપવાન્, દિવ્ય ધ્વનિવાન્ એક હજારને આઠ લક્ષણવંતા પરમ જગદ્ગુરુ તીર્થંકરો વંદનાર્હ - પરમ ‘અમૃતપદ’ - મોક્ષપદ દર્શક પરમ શાંતસુધારસ પરમ અર્હતો છે. અત્રે વાચક ‘અમૃત' શબ્દથી ‘અમૃતચંદ્રજી'નું નામ પણ અદ્ભુત તત્ત્વ-અર્થ ચમત્કૃતિથી સહજપણે ધ્વનિત થાય છે. અત્રે અતિશયોક્તિ અલંકારનો પ્રકાર છે. તે આ પ્રકારે - આ ભગવંતોની કાંતિ દશે દિશાઓને હવરાવે છે, એટલે એઓના કાંતિ જલનું પૂર કેટલું બધું અતિશયવંત હશે ? કારણકે વરાવવાનું અને તે પણ ‘દશે' દિશાઓને હવરાવવાનું તો એમના અંગમાંથી એટલું બધું વિપુલ કાંતિ-જલ ઉછળતું હોય તો જ બને. અત્રે કાંતિ જાણે જલ હોય એવો ધ્વનિ છે. ઈત્યાદિ સ્વબુદ્ધિથી વિચારવું.
ઈત્યાદિ પ્રકારે તીર્થંકરના દેહને આશ્રીને સ્તુતિ છે. તે દેહ જો આત્મા ન હોય તો આ સ્તુતિ કેમ ઘટે ? તે મિથ્યા કેમ ન હોય ? માટે આત્મા એ જ દેહ-પુદ્ગલ દ્રવ્ય જ છે. એમ મ્હારી ઐકાન્તિકી-એકાન્તરૂપ પ્રતિપત્તિ - માન્યતા છે, જીવ-પુદ્ગલ દ્રવ્ય એ બન્નેનો એક અંત-ધર્મ છે એવી એકાંત રૂપ માન્યતા છે. એવા પ્રકારે અત્ર અપ્રતિબુદ્ધે શંકા ઉઠાવી છે. દેહધારી વીતરાગ જ્ઞાનીનું જગન્જીવોને ઓળખાણ કેમ થતું નથી, તેનો અદ્ભુત તાત્ત્વિક અલૌકિક ખુલાસો કરતાં પરમતત્ત્વદૃષ્ટા પરમ વીતરાગમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે –
‘મનુષ્યાદિને જગાસી જીવો જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એક્બીજાની મુદ્રામાં તથા આકારમાં ઈદ્રિયોમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઈદ્રિયોથી જગાસી જીવ જાણી શકે છે અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગાસી જીવ જાણી શકે છે, કેમકે તે તેના અનુભવનો વિષય છે, પણ જ્ઞાનદશા અથવા વીતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મ ગુણ છે અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી, તેમજ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક જીવ સત્સમાગમના યોગથી સહજ શુભ કર્મના ઉદયથી તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે. તથાપિ ખરેખરૂં ઓળખાણ તો દેઢ મુમુક્ષતા પ્રગટ્યું, તથારૂપ સત્સમાગમથી પરિણમ્બે જીવ શાનીને કે વીતરાગને ઓળખી શકે.” (ઈત્યાદિ) - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૮૭), ૬૭૪
૨૫૭