________________
સમયસાર : આત્મખ્યાતિ
અંધાધૂંધી (Chos) ફેલાઈ જાય છે, સ્વપરનો ભેદ પરખાતો નથી ને અરાજકતાથી સર્વત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે, તેમ વિભાવરૂપ પરચક્રના આક્રમણથી ચૈતન્યપુરમાં ઉપમર્દ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુંધી વ્યાપે છે, સ્વપરનો ભેદ પરખાતો નથી, સ્વપરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે અને ચેતન રાજના “પદ' ભ્રષ્ટપણાથી અરાજકતાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે ! આમ વિભાવરૂપ અધર્મ સેવનથી, સ્વસ્થાનથી મૃત થયેલો “ઠેકાણા વિનાનો” સ્વરૂપ પદથી ભ્રષ્ટ એવો આ આત્મા અનંત ભવભ્રમણ દુઃખ ભોગવે છે. પણ આ સ્વરૂપ પદ અષ્ટ ચિદૂઘન આત્મા “પ્રતિક્રમણ' કરી, પીછેહઠ કરી, મૂળ અસલ સહજ
સ્વસ્વભાવપણાનો યોગ સાધે, વિભાવરૂપ પર ઘર છોડી દઈ નિજ સ્વભાવ પરમ નિધાન પ્રગટ મખ રૂપ ઘરમાં આવે, ત્યારે તેનો જન્મમરસદિ રૂપ સંસાર વિરામ પામે અને આગળ
સહજાત્મસ્વરૂપ સ્થિતિ રૂપ મોક્ષ પ્રગટે, ને “આતમ ઘર આતમ રમે રે,
નિજ ઘર મંગલમાલ' થાય અને એટલા માટે જ પરમ કૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુ જીવને બોધ આપે છે - આત્મન ! અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય-આનંદ આદિ ગુણરત્નોનો પરમ* નિધાન, સૌથી મોટામાં મોટો ને કિંમતીમાં કિંમતી ખજાનો એવો આ આત્મા મુખ આગળ પ્રગટ ઉઘાડો પડ્યો છે - સાવ ખુલ્લો પડ્યો છે, તે તું કાં દેખતો નથી ? અને દૃષ્ટિ અંધપણાથી એને ઉલ્લંઘીને કેમ ચાલ્યો જાય છે ? આ તો તું પેલા ખજાનાની શોધમાં નીકળેલા બ્રાહ્મણો જેવું મૂર્ણપણે આચરે છે ! તે બ્રાહ્મણો નીકળ્યા હતા તો ખજાનાની શોધમાં, પણ જ્યાં ખાનાવાળી જગ્યા આવે છે ત્યાં “આંધળા કેમ ચાલતા હશે ?” તે અજમાવી જોવાનો તુક્કો તેમના મનમાં ઊઠ્યો. એટલે આંખો મીંચીને ચાલતાં તેઓ તે ખજાનો ઉલ્લંઘી ગયા ! અને તેનું તેમને ભાન નહિ હોવાથી તેઓ હજુ તેની શોધમાં આગળ ને આગળ દોડ્યા જાય છે ! માટે તેનું મૂર્ણપણું નહિં આચરતાં તું અંતર્મુખ અવલોકન કર અને આ પરમ ગુણરત્નના નિધાન રૂપ આત્મદ્રવ્ય-સ્વદ્રવ્ય તું જ છો એવું આત્મભાન આણી આ આત્મદ્રવ્ય જ મ્હારું છે એવો અનુભવ કર ! અને અંધકારથી પ્રકાશની જેમ અનુપયોગ સ્વભાવી પરદ્રવ્યથી ઉપયોગ સ્વભાવી આ આત્મદ્રવ્ય પ્રગટ ભિન્ન છે એમ અખંડ નિશ્ચયથી જાણ ! “(૧) ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી (તૈજસ્ અને કામણ શરીરથી) પણ
ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, (૨) તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય
ત્યાં સુધી શાતા-અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, (૩) જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધરા પ્રત્યે ઉદાસીન થઈ, (૪) દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવ રૂપ પરિણામધારા છે
તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, (૫) પરમ શુદ્ધચૈતન્યસ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી
ઉપશમ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.”* - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૪૦), ૯૧૩
પરમ નિધાન પ્રગટ મુખ આગળ જગત ઉલ્લંઘી હો જાય, જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય... ધર્મ.” - શ્રી આનંદઘનજી શ્રીમદ્ રાજચંદ્રના આ અમૃતપત્રના પરમાર્થ અંગે જુઓ “અધ્યાત્મ રાજચંદ્ર' પ્રકરણ-૧૦૩, (ડૉ. ભગવાનદાસ કૃત)
૨૫૨