________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૨
રસવતુ રતિષ્ઠાનાં રોવન' - રસિકોનું રોચન રસો ! ‘રસિકોનું’ તત્ત્વ રસિક – પરમાર્થના રસીઆઓનું ઉદય ૨સ લ્યો ! ૨સથી ચાખો ! શું ? ‘જ્ઞાનમુદ્દત્’ ‘રોચન’ – રુચિપણું - રોચક ભાવ ‘રસો’ પામતું જ્ઞાન, ‘ઉદય' - ઉત્તરોત્તર ચઢતી કળા પામતું જ્ઞાન રસો ! રસપૂર્વક આસ્વાદો ! રસાસ્વાદ લ્યો ! ‘રૂફ થપિ’ અહીં કોઈ પણ પ્રકારે કેમે કરીને, ગમે તેટલો મથી મથીને મરી જાય તો પણ ‘નાભાનાભના સામેઃ' - નથી આત્મા અનાત્માની સાથે એક “તિ તયતિ ાને વાપિ તાવાસ્યવૃત્તિ નિશ્ચયે કરીને ક્યાંય પણ - કોઈ પણ કાળે તાદાત્મ્ય વૃત્તિ કળતો - અનુભવતો, જે આત્મા નથી એવા અનાત્મા સાથે આત્મા એક સતો કોઈ પણ કાળે તાદાત્મભાવ અનુભવતો નથી.
-
-
-
-
અત્રે પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજી પોકારીને કહે છે - ‘આજન્મ’
આ સંસારથી માંડીને એટલે કે અનાદિથી ‘લીઢ’ ચાટેલો હોંસે હોંસે ચાખેલો ‘લીન' - આત્મામાં લય પામી ગયેલો અથવા લપાઈ રહેલો એવો મોહ હવે તો જગત્ છોડી દ્યો ! અમે ખુલ્લે ખુલ્લો પ્રગટમાં પ્રગટ વસ્તુનો ભેદ પાડીને - ફોડ પાડીને આટલું આટલું આ ચોખે ચોખ્ખું પોકારી પોકારીને કહ્યા પછી હવે તો જગને મોહ રહેવો ન જોઈએ. માટે હવે આખું જગત્ - વિશ્વના સમસ્ત આત્માઓ પરદ્રવ્યમાં આત્મસ્રાંતિ રૂપ આ અનાદિ મોહને વિસર્જન કરો ! વિસર્જન કરો ! એ મોહ ચોરની જેમ અનાદિથી આત્મામાં લપાઈ રહ્યો છે, તેને ખોળી ખોળીને - વીણી વીણીને આત્મામાંથી વ્હાર કાઢી આત્માને તેથી વોસરાવી દ્યો ! ‘અપાનું વોસિરામિ' - કરી આત્માને મોહથી સદાને માટે મુક્ત કરો ! મુક્ત કરો !
અને આ જ્ઞાન જે રસિકોનું રોચન આ ઉદય પામતા શાનનો રસ લ્યો !
ઉદય પામી રહ્યું છે, તેનો સરસરસ રસિક જનોનું રોચન (રુચિભાવ) રસો ! ચાખો ! અહીં પ્રતિપદે પરમ અમૃતમય જ્ઞાન ઉદય પામી રહ્યું છે, શાન-અમૃતચંદ્રની પ્રતિપદે ચઢતી કળા થઈ રહી છે. આવા પરમ અમૃતરસ વર્ષતા જ્ઞાનામૃત ચંદ્રનો જે અનુભવામૃત રૂપ પરમ શાંત સુધારસ અત્ર આ અમૃતચંદ્રની અમૃતવાણીમાં વર્ષી રહ્યો છે, તેનો રસાસ્વાદ તત્ત્વરસિક જનોનું ‘રોચન' - અર્થાત રુચિબુદ્ધિ કરો ! અર્થાત્ તત્ત્વરસિક આત્માઓ અમૃતચંદ્રે* વર્ષાવેલા આ પરમ જ્ઞાનામૃતનું પરમ રુચિથી પાન કરો ! અને તે અનુભવ રસાસ્વાદના રુચિપાનથી તૃપ્ત થઈ સાક્ષાત્ સમ્યગ્ દર્શનને અનુભવો !
-
-
-
અહીં કોઈપણ પ્રકારે આત્મા અનાત્મા સાથે એક થઈને કોઈ પણ કાળે તાદાત્મ્ય વૃત્તિને ભજતો નથી, આત્મા ત્રણે કાળને વિષે કદી અનાત્મા થતો નથી ને અનાત્મા કદી આત્મા અનાત્મા સાથે કોઈ કાળેપણ ત્રણે કાળને વિષે આત્મા થતો નથી. - આ ત્રિકાળાબાધિત અખંડ તાદાત્મ્યવૃત્તિ પામે નહિં સિદ્ધાંતમય નિશ્ચય છે. જડ - અનાત્મા તે ત્રણે કાળને વિષે જડ જ રહે છે અને ચેતન-આત્મા તે ત્રણે કાળને વિષે ચેતન-આત્મા જ રહે છે. આ ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન અખંડ વસ્તુસ્થિતિ છે. આ અંગે પરમતત્ત્વદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું ટૂંકોત્કીર્ણ અનુભવ વચનામૃત છે,
૨૪૩
‘જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ;
પ્રગટ અનુભવ રૂપ છે, સંશય એમાં કેમ ?'' - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૨૬૬
‘પરિભ્રમણ કરતો આ જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો.''
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૬૦
આ આત્મા અનાદિથી પોતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો છે. આ સ્વરૂપ અજ્ઞાન રૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પ૨ પદાર્થમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે. અનાદિ કાળના અધ્યાસથી દેહાદિ પ૨વસ્તુમાં તેની આત્મબુદ્ધિ એટલી બધી સજ્જડ થઈ ગઈ છે, એટલા બધા ઊંડા મૂળ ઘાલી
-