________________
હવે તો જગત્ મોહ છોડો ને શાનનો રસાસ્વાદ લ્યો ! એમ અનુરોધ કરતો સાર સમુચ્ચય રૂપ કળશ લલકારે છે –
સમયસાર : આત્મખ્યાતિ
જગત અબ ત્યજી ઘો મોહ આજન્મ લીન, રસિક રુચિ રસો આ ઊગતું જ્ઞાન પીન;
ક્યમ જ અહિં અનાત્મા સાથે આ આત્મ એક, કદીય કહિં કળે ના વૃત્તિ તાદાત્મ્ય છેક. ૨૧
मालिनी
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं, १
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् ।
इह कथमपि नात्मानात्मना साकमेकः,
किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिं ॥२२॥
અમૃત ૫૪-૨૨
ત્યજો જગત હવે તો મોહ ! ત્યજો જગત હવે તો મોહ !
આ સંસા૨થી માંડી જેનો, છે અનાદિ પ્રરોહ... ત્યજો. ૧ રસજો રોચન રસિકજનોનું, જ્ઞાન ઉદય પામતું;
કરજો સુધારસ પાન રુચિથી, ચેતન અનુભવંતું... ત્યજો. ૨ આત્મા અનાત્મા સાથે એક તો, હોય ન કોઈ પ્રકારે;
વૃત્તિ તાદાત્મ્ય તેહ શું ન પાવે, કોઈ કાળે પણ ક્યારે... ત્યજો. ૩
નિશ્ચય એમ પ્રગટ જાણીને, ત્યજો જગત હવે મોહ;
ભગવાન અમૃત રસ ચાખી આ, કરો નિજ પદ અધિરોહ... ત્યજો. ૪
અર્થ : જગત્ હવે તો આજન્મ લીન-આ સંસારથી માંડીને આત્મામાં લય પામી ગયેલો મોહ ત્યજી ઘો ! રસિકોનું રોચન ઉદય પામતા જ્ઞાનને રસો ! (રસ લ્યો ! ચાખો !) અહીં કોઈ પણું પ્રકારે-કેમે કરીને આત્મા અનાત્મા સાથે એક થઈને નિશ્ચયે કરીને કોઈ પણ કાળે તાદાત્મ્ય ળતો (અનુભવતો) નથી.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘૫૨ વસ્તુમાં નહિં મુંઝવો, એની દયા મુજને રહી.'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મોક્ષમાળા પર ઘર મત જાવો રે, કરી કરુણા મહારાજ.'' - શ્રી ચિદાનંદજી, પદ-૧
'त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं '
-
આમ ઉ૫૨માં અતિ અતિ મા પરિશ્રમથી ‘આત્મખ્યાતિ’ના ગદ્ય વિભાગમાં જે નિષ્ઠુષપણે ખુલ્લે ખુલ્લું વિવરી દેખાડ્યું, તે પરથી ફલિત થતો સાર ઉદ્ઘોષ કરતો આ કળશ મહાગીતાર્થ શિરોમણિ અમૃતચંદ્રાચાર્યજીએ ૫૨મ સંવેગમય ભાવાવેશથી સંગીત કર્યો છે ‘ત્યનતુ નાવિવાની' - હવે જગત્ ત્યજી ઘો ! - અમે આટલું આટલું સ્પષ્ટ વિવરી દેખાડીને બતાવ્યું ત્યારે હવે તો જગત્ છોડી ઘો ! શું ? ‘મોમાનન્મતીન આજન્મલીન મોહ, ‘આજન્મ' જ્યારથી જન્મ-સંસાર છે ત્યારથી જે
'ell-t' - આત્મામાં એકલય થઈ ગયો છે લપાઈ ગયો છે, એવો મોહ, અથવા તો (પાઠાંતર) ‘મોહમાનન્મતીન્દ્ર’ આજન્મલીઢ મોહ, ‘આજન્મ’ ચાટવામાં આવેલ છે, એટલે કે હોંસે
જ્યારથી જન્મ-સંસાર છે ત્યારથી જે ‘લીઢ’ આસ્વાદવામાં આવેલ છે એવો મોહ અને
હોંસે ચાખવામાં
૧. પાઠાંતર : રીઢ
-
-
-
૨૪૨
-