________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૨૦-૨૨
તેમ આ દેહથી હું જૂદો છું. દૂધ ને પાણી હંસ જૂદા અનુભવે છે, તેમ હું આ ચૈતન્ય સ્વરૂપ આત્માને
દેહથી પ્રગટ જૂદો અનુભવું છું. જે દેહમાં દૂધ ને પાણીની જેમ અસંમૂઢ પ્રતિબુદ્ધ જીવની એક-ક્ષેત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહથી પણ આ આત્મા જે આત્મભાવના ભિન્ન છે, તો પછી દેહ સિવાયની બીજી બધી વસ્તુઓથી તો આ આત્મા
અત્યંત અત્યંત ભિન્ન હોય એમાં પૂછવું જ શું ? ચિત્રશાળા ન્યારી છે, તેમાં પલંગ ન્યારો છે, તેમાં સેજ ન્યારી છે, તેની પર બીછાવેલી ચાદર પણ ન્યારી છે. આવો પરવસ્તુ
સંયોગ સંબંધ છે, એમાં મ્હારી આત્મબુદ્ધિ રૂપ સ્થાપના કરવી જૂઠી છે. માટે હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ મ્હારા નથી. આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહપર્યાય ધારણ કર્યા. તેમાં કયો દેહ આ જીવનો ગણાવો ? જે દેહ પર્યાયિને આ જીવ મિથ્યા દેહાધ્યાસથી પોતાનો માનવા જાય છે, તે દેહ તો ખલજનની માફક દગો દઈને તેનો ત્યાગ કરીને ચાલ્યો જાય છે ! ને આ જીવ મેંઢાની જેમ ‘રે છે” (મારૂં મ્હારૂ) કેરતો હાથ ઘસતો રહે છે ! વ્હાલા વ્હાલો દેહ પણ જ્યાં જીવનો થતો નથી, તો પછી આ દેહને આશ્રયે દેહ હોઈને રહેલી એવી, અન્ય પરિગ્રહ રૂપ વળગણા તો તેની ક્યાંથી થાય ? માટે આ સમસ્ત પર વસ્તુમાં પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી, એની સાથે મારે કિંઈ પણ લેવાદેવા નથી. પૂર્વે મોહથી આ પર વસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદ્ગલ કર્મથી બંધાયો છું, તે આ કર્મ પુદ્ગલો પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે. તે ભલે પોતાનું લેણું લઈ લઈ મને ઝટ ઋણ મુક્ત કરો ! બાકી હું તે પર વસ્તુ નથી ને પર વસ્તુ તે હું નથી." મહારી નથી ને હું તેનો નથી. હું તે હું છું. તે તે તે છે. મહારૂં તે મહારૂં છે, તેનું તે તેનું છે. તે ચેતન ! હારૂં તે હારી પાસે જ છે, બાકી બધું ય અનેરું છે. તો પછી આ પરવસ્તુમાં તું હંકાર હુંકાર શું કરે છે ? મ્હારૂં હારું શું કરે છે ? આત્માનો હુંકાર કરી એ હુંકારનો હુંકાર તું તોડી નાંખ ! “મારું” મારૂં એમ નિશ્ચય કર ! એક સહજાત્મસ્વરૂપી શાશ્વત આત્મા જ હારો છે, બાકી બીજા બધા બાહ્ય ભાવો માત્ર સંયોગ રૂપ છે. એમ ભાવી હે જીવ! તું સમસ્ત પરભાવ પ્રપંચને ત્યજી આત્મભાવને જ ભજ !
વસ્ત્ર-દેહ જ્યમ દેહથી, આત્મા ભિન્ન જ ભાવ; મ્યાન અસિ જ્યમ દેહથી, આત્મા ભિન્ન જ ભાવ; દેહ ન હું હું દેહના, દેહ ન મુજ કો દિન; હું આત્મા આત્મા જ મુજ થઉં આત્મામાં લીન.” - પ્રશાવબોધ મોક્ષમાળા (સ્વરચિત)*
અવધૂ! ક્યા તેરા ક્યા મેરા, અવધૂ. તેરા હે સો તેરી પાસે, અવર સબહી અનેર... અવધૂ.” - શ્રી ચિદાનંદજી
"णाहं देहो ण मणो ण चेव वाणी कारणं नेसि ।
ના ન જ થવા અણુનત્તા વ તીનું ” - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત શ્રી પ્રવચનસાર', ૨-૬૮ અર્થાતુ - નથી હું દેહ, નથી મન, નથી વાણી, નથી તેઓનું કારણ, નથી કર્તા, નથી કારયિતા (કરાવનારો) નથી કર્તાઓનો અનુમંતા - (અનુમતિ આપનારો) (વિશેષ માટે જુઓ શ્રી “અમૃતચંદ્રાચાર્યજી'ની ટીકા) પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા” (સ્વરચિત), આત્મભાવના પાઠ-(૯૬), (ડૉ. ભગવાનદાસ કૃત)
૨૪૧