________________
સમયસાર : આત્મખ્યાતિ
દેહમાં આત્મબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચયે યોજે છે અને સ્વ આત્મામાં જ આત્મબુદ્ધિ તે દેહથી આત્માને વિયોજે છે - વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર-સ્ત્રી વગેરે કલ્પનાઓ (unrealities, Inaginations. Ilusions) ઉપજી છે અને તે કલ્પનાઓ વડે આત્માની-પોતાની સંપત્તિ માનતું આ અભાગીયું જગતુ અરેરે ! હણાઈ ગયું છે ! આ સંસાર દુઃખનું મૂલ દેહમાં આત્મબુદ્ધિ એ જ છે, તેથી આ દેહાત્મબુદ્ધિ છોડીને, બહારમાં ઈદ્રિયને પ્રવૃત્ત નહિં કરતાં, અંતરમાં પ્રવેશ કરવો.”
આપકો ન જાને પરભાવહિકો આપા માને, ગહિકો એકાંત પક્ષ મારયો હે ગહલમેં; ભરમ મેં પરયો રહે પુન્ય કર્મહિકો ચહે, વહે અહં બુદ્ધિભાવ થંભ ક્યું મહલમેં. જેસે રજુ સર૫ ભ્રમ માને, હું અજ્ઞાન મિથ્યામતિ ઠાનેઃ દેહબુદ્ધિકો આત્મ વિચારે, યાતે ભવભ્રમ હેતુ પસારે. દેહાદિક કો ભિન્ન ગણી, ગહિ આતમ શિવકુલ; પરમેં નિજ અભિમાનતા, યહ ભવભ્રમણ સૂલ.'”
- શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૧-૧૭, ૩-૧૨૮, ૫૬
મોહમૂઢ જીવના પરમાં અહંત-મમત્વ આ દેહ-ગૃહાદિ ભાવો મૃગજળ જેવા છે, તે પોતાના નથી, છતાં અવિવેક રૂપ દેહાધ્યાસથી - મિથ્યાભાસથી - વિપર્યાસ રૂપ અસત્કલ્પનાથી પોતાના ભાસે છે ! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તેને પોતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ “જેતી મનની રે દોડ' - જેટલું દોડાય તેટલું દોડે છે ! પણ જે વસ્તુ વસ્તુતઃ પોતાની છે જ નહિ, તે કેમ હાથમાં આવે ? જેમ જેમ આ જીવ તેની પાછળ દોડે છે, તેમ તેમ તે હાથતાળી દઈને દૂર ને દૂર ભાગતી જાય છે ! ને આ જીવની જાણે ક્રૂર મશ્કરી રૂપ વિડંબના કરે છે, ઠેકડી કરે છે ! ' અરે જે દેહમાં દૂધ ને પાણીની જેમ એકક્ષેત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહ” પણ આ આત્માનો નથી થતો, તો પછી પ્રગટપણે અત્યંત અત્યંત ભિન્ન એવા અન્ય પદાર્થ તો આ આત્માના ક્યાંથી બને ? માટે આ દેહાદિ બાહ્ય ભાવો તત્ત્વથી મિથ્યાભાસ રૂપ છે, મૃગતૃષ્ણા જેવા જ છે. છતાં મોહમૂઢ અપ્રતિબુદ્ધ જીવ વિપર્યાસથી તેમાં અહંતા-મમતા કરી હાથે કરીને ભવભ્રમણ દુઃખ પામે છે.
પણ આથી ઉલટું, અસંમૂઢ પ્રતિબુદ્ધ જીવ તેવો અહંતા-મમતા ભાવ ધરતો નથી, પણ આત્મભાવના ભાવે છે કે – “હું આ દેહાદિ સમસ્ત પર વસ્તુથી ભિન્ન એવો ઉપયોગવંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ ભાવ તે હું નથી. વસ્ત્ર નષ્ટ થતાં દેહ નષ્ટ થતો નથી, તેમ દેહ નષ્ટ થતાં હું નષ્ટ થતો નથી. વસ્ત્ર જીર્ણ થતાં દેહ જીર્ણ થતો નથી, તેમ દેહ જીર્ણ થતાં હું જીર્ણ થતો નથી. માટે દેહથી વસ્ત્ર જૂદું છે, તેમ દેહથી હું જૂદો છું. મ્યાનથી તલવાર જૂદી છે,
"देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्मानियोजयति देहिनम् ॥ देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । ચવન્દ્રનાં વિશોત્તરદિવાકૃરિયઃ ” . શ્રી સમાધિશતક "अन्योहमन्यमेतच्छरीरमपि किं पुन न बहिराः ।
પાર પત્ર સુતાર વિઃ સ્વીકાઃ યુ ” - શ્રી પવનંદિ પંડિં. નિશ્ચય પંચાશ, ૨૨
અર્થાત્ – હું અન્ય છું, આ શરીર પણ અન્ય છે, તો પછી બાહ્ય અર્થોનું તો પૂછવું જ શું? પુત્ર જ જ્યાં વ્યભિચારી છે ત્યાં શત્રુઓ સ્વીકાર્ય - આત્મીય - પોતાના કેમ હોય ?
૨૪૦