________________
સમયસાર : આત્મખ્યાતિ
‘‘સુમતિ ચરણકજ આતમ અરપણા, દર્પણ જિમ અવિકાર સુગ્યાની,
મતિ તરપણ બહુ સમંત જાણિયે, પરિસર્પણ સુવિચાર... સુગ્યાની.'' - શ્રી આનંદઘનજી કૈ અપનો પદ આપ સંભારત, કૈ ગુરુકે મુખકી સુનિ બાની, ભેદવિગ્યાન જગ્યૌ જિન્હિ કૈ, પ્રગટી સુવિવેક કલા રજધાની; ભાવ અનંત ભએ પ્રતિબિંબિત, જીવન મોખ દસા ઠહરાની, તે નર દર્પન જ્યોં અવિકાર, રહૈં થિરરૂપ સદા સુખદાની.' શ્રી બનારસીદાસજી કૃત સ.સા. જીવ. અધિ. ૨૨
·
-
ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં કહ્યું તેના સારસમુચ્ચય અને પરિપુષ્ટિ રૂપ આ કળશ મહાગીતાર્થ ‘અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે જેઓ કેમે કરીને - ઘણા કરે કરીને ‘થમ’િ ભેદ વિજ્ઞાનમૂલા અનુભૂતિ મૈવવિજ્ઞાનમૂતામનુમૂર્તિ’ ભેદવિજ્ઞાન જેનું મૂલ ઉદ્ભવ સ્થાન પ્રભવ સ્થાન (origin resource root) છે એવી અનુભૂતિ અચલિતપણે લહે છે - પામે છે. કોના થકી લહે છે ? સ્વતો વાન્યતો વા ‘સ્વથકી' – પોતાથકી વા અન્યથકી, આમ
જેને સ્વતઃ વા પરતઃ ભેદ વિજ્ઞાન મૂલા અનુભૂતિ, દર્પણ જેમ સદા અવિકાર
-
-
*
જેઓ અચલિત અનુભૂતિ લહે છે, તેઓ જ સંતત પણે - નિરંતર પણે અવિકાર હોય, અવિારા: संततं स्युः વિકારનો જ્યાં સર્વથા અભાવ છે એવા હોય. કોનાથી અવિકાર હોય ? प्रतिफलनिमग्नानंतभावस्वभावैः પ્રતિફલનથી પ્રતિબિંબનથી પ્રતિબિંબ પામવાથી ‘નિમગ્ન’ નિતાંતપણે મગ્ન-અંદરમાં ડૂબી ગયેલ અનંત ભાવોના સ્વભાવથી. કોની જેમ ? ‘મુવત્' - મુકુરની જેમ, દર્પણ-અરીસાની જેમ. દર્પણ* જેમ તેમાં પડતા પ્રતિબિંબ ભાવોથી અવિકાર હોય, તેમ આત્મામાં પ્રતિબિંબ પામવાથી નિમગ્ન અનંત ભાવોના સ્વભાવોથી તેઓ અવિકાર હોય. દર્પણમાં મુખ જોનાર મુખ વાંકુ કરે - ચૂંકુ કરે, રડતું કરે - હસતું કરે કે ગમે તેવું કરે, તેનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે અને તેમાં નિમગ્ન થાય છે, પણ તેથી દર્પણ પોતે કાંઈ વિકાર પામતો નથી. તેમ ભેદવિજ્ઞાની પુરુષના આત્મ-દર્પણમાં આત્માના શાયક સ્વભાવને લીધે અનંત ભાવોનું પ્રતિબિંબ પડે છે અને તેમાં નિમગ્ન થાય છે, પણ તેથી ભેદવિજ્ઞાની પુરુષ ભેદવિજ્ઞાન શક્તિના પ્રભાવે તે તે ભાવોના સ્વભાવોથી લેશ પણ વિકાર પામતો નથી, કારણકે તે જાણે છે કે આ અન્યભાવો તે હું નથી, હું તો અનુભૂતિ માત્ર છું, એટલે તે એક આત્મભાવ સિવાયના સર્વ ભાવોને આત્માથી પૃથક્ કરી નાંખી જૂદા પાડી દે છે, એટલે તે તે ભાવોની કંઈ પણ વિકારરૂપ અસર તેના પર થતી નથી અને તે દર્પણ જેમ અવિકાર જ રહે છે.
‘મેં તો તનધારી નાંહિ એ તો તન મેરો નાંહી, મેં તો જ્ઞાન ગુણધારી કરમસ્યો ન્યારો હૈ, મેં તો ચેતના સરૂપ એ તો જડભાવ રૂપ, મેરો યાકો કોન નેહ એહન વિચાર્યો છેં;
મેં તો નિત્ય એ અનિત્ય પ્રગટ અશુચિ ખાનિ, હાનિ થાન એસો દેહ મોકો કૈસો પ્યારો હૈ, મોહકે વિટંબ ધેરયો ભવકાલ થિત પ્રેરયો, ઐસો ભેદજ્ઞાન મેં તો ચિત્તમેં ન ધારયો હૈ.''
-
શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ, ૩-૬૭ અમૃતચંદ્રજીના આ કળશ કાવ્યનો ભાવ ઝીલીને કવિવર બનારસીદાસજી આ ભાવવાહી સુંદર શબ્દોમાં લલકારે છે કે - કોઈ આપનું – પોતાનું પદ આપ-પોતે સંભારે છે, કોઈ ગુરુના મુખની વાણી સાંભળીને સંભારે છે (અને એમ કોઈ પણ પ્રકારે) ભેદ વિજ્ઞાન જેને જાણ્યું છે, સુવિવેક કલા રાજધાની પ્રગટી છે, ‘ભેદ વિગ્યાન જગ્યૌ જિન્હિ કૈ, પ્રગટી સુવિવેક કહ્યા રજધાની, અનંત ભાવ પ્રતિબિંબિત થાય છે અને જીવન્મોક્ષ દશા - જીવન્મુક્ત દશા સ્થિર થઈ છે, તે પુરુષ દર્પણ જેમ અવિકાર સદા સુખમયપણે સદા સ્થિર રહે છે, ‘તે નર દર્પન જ્યાઁ અવિકાર, રહૈં ચિરરૂપ સદા સુખદાની.' "कुर्यात् कर्म विकल्पं किं मम तेनातिशुद्धरूपस्य ।
મુવસંયોગવિદ્યુતે { વિારી વર્ષનો મતિ ॥' - શ્રી પદ્મનંદિ પં.વિં. નિશ્ચય પંચાશત્રુ,
૨૩૨