________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ અખંડ વસ્તુમાં ભેદ કલ્પના કરનારા પ્રમાણ-નય-નિક્ષેપો એ બધા વિકલ્પો સાક્ષાત્ આત્મવસ્તુની અનુભૂતિની અપેક્ષાએ માત્ર કલ્પના-જલ્પના રૂપ છે. કારણકે અતીન્દ્રિય વસ્તુનો માત્ર આછો ઉપરછલો કલ્પિત ખ્યાલ આપી શકે છે. પણ પરમ નિશ્ચય સ્વરૂપ આત્મવસ્તુનું સાક્ષાત્ સહજ શુદ્ધ સ્વરૂપ જ્યારે અનુભૂતિથી પ્રગટ અનુભવાય છે, ત્યારે તે બધી કલ્પના-જલ્પના જાલ મટે છે. અથવા પ્રકારાંતરે કહીએ તો તે કલ્પના-જલ્પના જ્યારે મટે છે ત્યારે વસ્તુ તેણે પ્રગટ પ્રાપ્ત કરી એમ જાણવું, કારણકે પરમ નિશ્ચય સ્વરૂપ સાક્ષાત્ આત્મવસ્તુ જ્યાં દિવ્ય અનુભૂતિ ચક્ષુથી દેખાય છે, ત્યાં પછી કલ્પના-જલ્પના કરવાપણું રહેતું નથી : અને કલ્પના-જલ્પના હોય છે ત્યાં સુધી તેણે સાક્ષાત્ વસ્તુ દીઠી જ નથી. વર્તમાન યુગના પરમ સંતશિરોમણિ પરમ આત્માનુભવી પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ સહજ અનુભવોાર છે કે -
‘‘જહાં કલપના જલપના, તહાં માનો દુઃખ છાંઈ;
મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ
મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, હાથનોંધ ‘‘અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવવયણ જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ.''
૧૬૮
શ્રી આનંદઘનજી (‘વીર જિન’ સ્તવન)
–