________________
સમયસાર : આત્મખ્યાતિ
અર્થ : દર્શન-જ્ઞાન-ચારિત્રથી ત્રણપણાને લીધે, (અને) સ્વયં-પોતે એકપણાને લીધે આત્મા પ્રમાણથી એકીસાથે મેચક (ચિત્ર-અનેક રૂપ) અને અમેચક (અચિત્ર-એકરૂપ) પણ છે . ૧૬
દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણથી પરિણતપણાથી આ આત્મા, એક છતાં, ત્રિસ્વભાવપણાને લીધે, વ્યવહારથી મેચક (ચિત્ર-અનેક રૂપ) છે. ૧૭
પણ પરમાર્થથી તો વ્યક્ત એવી જ્ઞાતૃત્વ (જ્ઞાયકપણારૂપ) જ્યોતિથી એક એવો આ આત્મા સર્વ ભાવાંતર ધ્વંસી (સર્વ અન્ય ભાવનો ધ્વંસ-નાશ કરનારા) સ્વભાવપણાને લીધે અમેચક (અચિત્ર-એકરૂપ) છે. ૧૮
મેચકપણા - અમેચકપણામાં (ચિત્ર-અચિત્રપણામાં) આત્માની ચિંતાથી જ બસ છે, (મેચકપણું હો કે અમેચકપણું હો કે મેચકામેચકપણું હો તે ત્રણેમાં) દર્શન-જ્ઞાન-ચારિત્રથી સાધ્યસિદ્ધિ છે, નહિં કે અન્યથા (બીજા પ્રકારે નહિં). ૧૯
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘લિંગ અને ભેદો જે વૃત્તના, દ્રવ્ય દેશકાલાદિ ભેદ... મૂળ મારગ.
પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ મારગ.'' - શ્રીમદ્ રાજચંદ્રજી
“દરસન ગ્યાન ચરન ત્રિગુજ્ઞાતમ, સમલરૂપ કહિયે વિવહાર,
નિહઐ દષ્ટિ એકરસ ચેતન, ભેદરહિત અવિચલ અવિકાર,
સમ્યક્ દસા પ્રમાન ઉભૈ નય, નિર્મળ સમલ એક હી બાર,
યૌં સમકાળ જીવકી પરિનતિ, કહૈ જિતેંદ ગહૈ ગનધાર.'' - શ્રી બનારસીદાસજી, જીવ. અ. ૧૬
त्रित्वाद्'
આ કળશ (૧૬-૧૯) પ્રકાશતાં પરમતત્ત્વદેષ્ટા અમૃતચંદ્રાચાર્યજીએ પ્રમાણ-નય દૃષ્ટિથી અત્રે દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદાભેદની અર્થાત્ ભેદ રત્નત્રયી અને અભેદ પ્રમાણથી આત્મા એકીસાથે રત્નત્રયીની તાત્ત્વિક મીમાંસા રજૂ કરી છે તેમાં - (૧) પ્રમાણ દૃષ્ટિથી મેચક-અમેચક (ચિત્ર-અચિત્ર) જોઈએ તો ‘વર્શન-જ્ઞાન-પારિત્રૈઃ (વ્યવહારથી) દર્શન-શાન-ચારિત્રથી આત્માનું ત્રણપણું છે તેથી, અને ‘ત્વતઃ સ્વયં - (નિશ્ચયથી) સ્વયં-આત્માનું એકપણું છે તેથી ‘પ્રમાળતઃ' - પ્રમાણથી આત્મા એકસરખી રીતે એકી સાથે ‘સનમ્’ (Equally & at a time simultaneously) મેચક અને અમેચક છે, ‘મેચક’ અર્થાત્ પંચવર્ણી રત્ન જેમ ચિત્ર-વિવિધ રંગી રંગબેરંગી હોય છે તેમ ચિત્ર-વિવિધ રંગી રંગબેરંગી (Variegrated) અને અમેચક (non-variegated) અર્થાત્ અચિત્ર-એકરંગી છે. જેમ સૂર્યપ્રકાશ સમગ્રપણે (as a whole, colletively) જોતાં એકરંગી છે, છતાં તેમાં એકીસાથે વિવિધરંગીપણું પણ છે, કારણકે સૂર્ય પ્રકાશ લાલ-પીળો-વાદળી આદિ (V.I.B.G.Y.O.R) અનેક વર્ગોનો બનેલો (spectrum) છે - અનેક વર્ણમય છે, તે પૃથક્કરણ દૃષ્ટિથી (analysis) પૃથક્ વર્ગ વિભાજક યંત્રથી (spectroscope) માલુમ પડે છે, છતાં સમન્વય દૃષ્ટિથી (synthesis) સમગ્રપણે તે એકરંગી-એકરૂપ છે. તેમ આત્મા સમગ્ર વસ્તુપણે જોતાં એકરૂપ છે, છતાં તેમાં એકી સાથે વિવિધ રૂપપણું પણ છે, કારણકે આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ અનેક ગુણોનો બનેલો છે - અનેક ગુણમય છે, તે પૃથક્કરણરૂપ ભેદરૂપ વ્યવહાર નયદૃષ્ટિથી માલુમ પડે છે, છતાં સમન્વયરૂપ નિશ્ચયનય દૃષ્ટિથી સમગ્રપણે તે એકરૂપ છે. આમ આ દૃષ્ટાંત અત્ર ઘટાવી શકાય છે, તેમજ Chamelion - કાંકીડાનું દૃષ્ટાંત પણ ઘટાવી શકાય છે. આમ નિશ્ચયનય અને વ્યવહારનય અપેક્ષા બન્ને જ્યાં ગૌણ-પ્રધાન ભાવ વિના એકી સાથે સમપણે સમમ્' વર્તે છે એવી પ્રમાણ દૃષ્ટિથી આત્મા મેચકામેચક-ચિત્રાચિત્ર છે.
“મો મો મળ્યા પતધ્વમ્ દૃાવામમિધાવાભનિ પ્રીતિમાન ।'' - શ્રી પદ્મનંદિ પં. વિ. ૧-૧૨૮
૨૦૬