________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭, ૧૮
-
ઉત્થાનિકા કળશમાં (૧૯) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાનો દૃઢ આત્મનિશ્ચય પોકારીને જાહેર કર્યો તેમ . આત્માની જ ચિંતાથી અમને બસ છે, આત્મારૂપ મોક્ષાર્થીએ આત્મા જ શાતવ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ* સાધ્ય સિદ્ધિ છે, અન્યથા સાધ્યસિદ્ધિ નથી, તે સૂચિત શ્રદ્ધાતવ્ય અનુચરિતવ્ય ભાવને આ ગાથામાં શાસ્ત્રકાર પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ રાજ-ઉપાસનાના સુગમ દૃષ્ટાંતથી દૃષ્ટાંત-દાષ્ટાંતિકપણે સ્પષ્ટપણે વર્ણવી દેખાડ્યો છે અને તેનો અપૂર્વ પરમાર્થ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અન્વય-વ્યતિરેકથી અત્યંત નિષ્ઠુષપણે વિવરી દેખાડી પ્રવ્યક્ત કર્યો છે : જેમ કોઈ ‘અર્થી’ - અર્થનો - અર્થી-કામી એવો પુરુષ ‘પ્રયત્નેન’ - પ્રયત્નથી - પ્રકૃષ્ટ યત્નથી - આ રાજા છે એમ પ્રથમ જ રાજાને જાણે છે, પછી તેને જ શ્રદ્ધે છે અને પછી તેને જ અનુસરે છે, ‘તમેવાનુવરતિ’, તેમ ‘મોક્ષાર્થિના’ - મોક્ષના અર્થી - મોક્ષ કામી મુમુક્ષુ આત્માએ ‘આ આત્મા છે’ એમ પ્રથમ જ આત્મા જાણવો યોગ્ય છે, પછી તે જ શ્રદ્ધવો યોગ્ય છે અને પછી તે જ અનુચરવો યોગ્ય છે 'स एव अनुचरितव्यः' એમ શા માટે ? સાધ્ય સિદ્ધિની તથા-ઉપપત્તિ અને અન્યથા અનુપપત્તિ છે માટે ‘સાધ્યસિદ્ધેશ્તથા-ચથાપવત્યનુપપત્તિભ્યામ્', સાધ્ય સિદ્ધિની ‘તથા ઉપપત્તિ' તથા પ્રકારે તે જ પ્રકારે ઉપપત્તિ- ઘટમાનતા છે અને અન્યથા-અનુપપત્તિ - અન્ય પ્રકારે - એથી બીજા પ્રકારે અનુપપત્તિ - અઘટ માનતા છે માટે. અર્થાત્ સાધ્ય એવા આત્માની સિદ્ધિ ‘તથા’ - તથા પ્રકારે તેવા પ્રકારે ઘટે છે, ઉપપત્તિ પામે છે (તથોપપત્તિ); અન્યથા - બીજા કોઈ પણ પ્રકારે ઘટતી નથી, ઉપપત્તિ પામતી નથી (અન્યથા અનુપપત્તિ). આ તથોપપત્તિથી અને અન્યથા અનુપપત્તિથી ન્યાયની રીતિએ આ આમ જ છે અને બીજા કોઈ પ્રકારે નથી જ એમ અન્વય-વ્યતિરેકથી ત્રણે કાળમાં ન ફરે એવો દૃઢ નિશ્ચયરૂપ ચોક્કસ અવિસંવાદી તત્ત્વનિર્ણય-સિદ્ધાંત દેઢીભૂત થાય છે. આ વસ્તુ મહાન્ સૈદ્ધાંતિક – મહાન્ નૈયાયિક મહાન્ આત્માનુભવિક ‘આત્મખ્યાતિ’કારે વૈધર્મ દૃષ્ટાંતથી (Comparison by contrast) સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવથી પોતાની અપૂર્વ અનન્ય લાક્ષણિક શૈલીથી સ્પષ્ટ વિવરી દેખાડી છે. તે આ પ્રકારે –
-
સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ
-
જ્યારે આત્માને, અનુભવાઈ રહેલા અનેક ભાવોના ‘સંકરમાં' સંમિશ્રણપણામાં - શંભુ મેળામાં પણ ‘પરમવિવેૌશતેન’ - પરમ વિવેક કૌશલથી – કુશલપણાથી ‘આ હું અનુભૂતિ (અનુભવ)' - ‘અયમહમનુભૂતિ' - એવું આત્મજ્ઞાન ઉત્ક્ષવે છે’ એકદમ ઉછળી પડે છે ઝટ લઈને ઉત્પન્ન થાય છે અને ‘આત્મજ્ઞાનેન संगच्छमानमेव' તે આત્મજ્ઞાનની સંગાથે જ જતું ‘તથેતિપ્રત્યયનક્ષળ' - ‘તથા' - તેવા પ્રકારે છે – તેમજ છે એવા પ્રત્યય - પ્રતીતિ લક્ષણવાળું શ્રદ્ધાન ‘ઉત્ખવે છે' - એકદમ આપોઆપ ઉછળી પડે છે ત્યારે ‘તવા’ - સમસ્ત ‘ભાવાંતરના’ અન્ય ભાવોના ‘વિવેકથી' - આત્માથી પૃથક્ કરવાપણાથી નિઃશંકપણે જ આસ્થિત રહેવાના શક્યપણાને લીધે આત્માનુચરણ* ઉત્બવે છે આપોઆપ એકદમ ઉછળી પડે છે, ઉલ્લુસે છે અને તે ‘ઞભાનુવરમુલ્તવમાન” - આત્માનુચરણ ઉત્બવતું સતું આત્માને સાધે છે ‘આત્માનં સાધયતિ' - આમ સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ હોય છે. અર્થાત્ આત્મજ્ઞાન સંગાથે આત્મશ્રદ્ધાન ઉત્ક્ષવતાં જ – એકદમ ઉત્પન્ન થતાં જ આત્માનુચરણ ઉત્બવતું - એકદમ ઉત્પન્ન થતું આત્માને સાધે છે, આમ જ સાધ્ય એવા આત્માની સિદ્ધિ - આત્મસિદ્ધિ ઘટે છે.
-
=
-
-
–
પણ આથી ઉલટું, ‘આબાલ ગોપાલ જ'
અણસમજુ બાલક અને અભણ ગોવાળીઆ સુદ્ધાંને સકલકાલ જ - સદાય આ ભગવતી અનુભૂતિ આત્મા - આત્મામાં ‘માવત્યનુમૂલ્યાત્મનિઞાત્મનિ સ્વયમેવ અનુભવાઈ રહ્યો છતાં, અનાદિ બંધવશે કરીને રૈઃ સમ ત્વાધ્યવસાયેન વિમૂઢસ્ય'
‘પરો’
“अग्नाविवोष्णभावः सम्यग्बोधेऽस्ति दर्शनं शुद्धम् ।
માત પ્રતીતમાખ્યાં સત્ સ્વાસ્થ્ય મતિ ચારિત્રમ્ ॥' - શ્રી પદ્મનંદિ પં. નિશ્ચયપંચાશત, ૧૪
૨૧૧
-
અર્થાત્ - અગ્નિમાં ઉષ્ણભાવની જેમ સમ્યગ્ બોધમાં શુદ્ધ દર્શન છે, આ બન્ને વડે શાત-પ્રતીત સસ્તું ‘સ્વાસ્થ્ય' - સ્વ આત્મામાં સ્થિતિ તે ચારિત્ર હોય છે.