________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મસંવેદના ઉપજશે, ‘દૈવ’ ત્યારે જ આ આત્મા ભેદવિજ્ઞાન જેનું મૂલ છે એવી અનુભૂતિ પરિણામ રૂપ પ્રતિબુદ્ધ થશે, ‘પ્રતિબુદ્ધો વિષ્યતિ' । અર્થાત્ કર્મ અને નોકર્મ તે જડ એવા પુદ્ગલ પરવસ્તુ છે અને આત્મા તો શાયક સ્વભાવી ચેતનરૂપ સ્વ વસ્તુ છે, એવું પ્રગટ ભેદ વિજ્ઞાન જેનું મૂળ પ્રભવ સ્થાન છે એવો સાક્ષાત્ આત્માનુભવ તેને જ્યારે થશે, ત્યારે જ આ આત્મા પ્રતિબુદ્ધ થશે. પરમ આત્મદેષ્ટા પરમર્ષિ અમૃતચંદ્રજીની આ અમૃત વાણીનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એવા પરમ આત્મદેષ્ટા પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ અનુભવોદ્ગાર છે કે
છે
-
જડ ને ચેતન બન્ને, દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને, જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ તે સંબંધ માત્ર, અથવા તે શેય પણ, પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.'’
ચેતન
'
-
-
- પરમ આત્મટ્ઠષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી
જડ
આમ કર્મ-મોહાદિ અંતરંગ અને નોકર્મ-શરીરાદિ બહિરંગ એવા પૌલિક ભાવોમાં ‘આ હું' એવી બુદ્ધિ જીવને જ્યાં લગી હોય છે ત્યાં લગી તે અપ્રતિબુદ્ધ હોય છે અને બહિરાત્માનું સ્વરૂપ આ શરીરાદિ આત્મ બાહ્ય ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તે અપ્રતિબુદ્ધ (અબૂઝ – મૂઢ) બહિરાત્મા' કહેવાય છે, પણ જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ ઉપજે છે ત્યારે તે પ્રતિબુદ્ધ હોય છે અને તે ‘અંતરાત્મા' કહેવાય છે. તેમાં અપ્રતિબુદ્ધ એવા બહિરાત્માને આત્મસ્વરૂપનું ભાન નહિ હોવાથી તે પોતાના દેહને જ આત્માપણે માને છે. મનુષ્ય દેહમાં રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચ દેહમાં રહેલાને તિર્યંચ માને છે, દેવ દેહમાં રહેલાને દેવ માને છે અને નારક દેહમાં રહેલાને નારક માને છે. આમ જે જે દેહપર્યાયમાં તે સ્થિતિ કરે છે, તે તે દેહરૂપ તે પોતાને માને છે, પણ હું તત્ત્વથી હું પોતે તેવો નથી, હું તો આ દેહાદિથી ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ શાશ્વત આત્મા છું, એમ તે મૂઢ જાણતો નથી. એટલે ‘દેહ તે હું' એવી દેહમાં અહંકાર રૂપ આત્મબુદ્ધિને લીધે તેને મમકાર (મમત્વ) ઉપજે છે અને તેથી આ મ્હારો પુત્ર, આ મ્હારી સ્ત્રી, આ મ્હારો મિત્ર ઈત્યાદિ વિભ્રમરૂપ કલ્પનાઓનો ઉદ્ભવ થાય છે. આ કલ્પના રૂપ માયાજાલ વડે પોતાની આત્મસંપત્તિ માની બેસી આ મૂઢ મિથ્યાદૃષ્ટિ જીવ તેના નિમિત્તે રાગદ્વેષ કરે છે, તેથી કર્મબંધ કરી તે આત્મઘાતને પંથે પડે છે અને અનંત દુઃખમય સંસાર ચક્રમાં ભમે છે.*
૨૨૮
“बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराङ्कखः । स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥ नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम् । तिर्यञ्चं तिर्यगङ्गस्थं सुरङ्गस्थं सुरं तथा ॥ नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा । अनन्तानन्तधीशक्तिः स्वसंवेयोऽचलस्थितिः ॥ स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ॥ देहेष्वात्मधिया जाताः पुत्रभार्याविकल्पनाः ।
સમ્પત્તિમાત્મનસ્તામિર્મવતે ા હતું ખત્ ।'' - શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત ‘સમાધિ શતક’