________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૧૯
કારણકે આત્માથી બાહ્ય એવા પરભાવોને વિષે આત્મભ્રાંતિ વર્તતી હોવાથી, બહિરાત્માની દૃષ્ટિ અને વૃત્તિ સદા બહિર્મુખ જ રહે છે. એટલે તે વ્હારથી સુખ મેળવવાને ઝાંવાં નાંખે છે. આત્માથી અન્ય એવા પૌગલિક ઈદ્રિય વિષયોમાં સુખની મિથ્યા કલ્પના કરી, તે સુખ મેળવવાની દુરાશાએ તે મૃગજલ જેવા વિષયોની પાછળ દોડે છે અને તેના કારણે કષાય કરે છે, તેની પ્રાપ્તિમાં અનુકળ પ્રત્યે રાગ ને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. “પરપરિણતિ રાગીપણે, પરરસરંગ રક્ત' થયેલો જીવ આ જીવ પરવસ્તુનો ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભાગમાં આસક્ત થઈને કોશેટાના કીડાની જેમ પોતે પોતાને બાંધે છે અને પરભાવની ખાતર પોતાનું આત્મહિત ચૂકી, વેઠીઆ પોઠીઆની પેઠે પારકી વેઠ ઊઠાવી, પોતે પોતાનો વૈરી બની ભવદુઃખ પામે છે. આમ દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિ એ જ આ મોહમૂઢ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે ને એજ સંસાર દુઃખનું મૂલ છે, આત્મભાંતિથી જ જીવ ભવભ્રાંતિ પામે છે. પરંતુ જે અંતરાત્મા છે તેને તો સંસાર દુઃખના” મૂલરૂપ એવી આ દેહમાં આત્મબુદ્ધિ હોતી જ નથી,
પણ આત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે. એટલે આ સમ્યગુદૃષ્ટિ પુરુષ બહિરુ અંતરાત્માનું સ્વરૂપ વૃત્તિ છોડી દઈ, બાહ્ય ઈદ્રિય વ્યાપાર નહિ કરતાં, અંતરમાં પ્રવેશ કરે છે અને
તેને ખેદ થાય છે કે - અરે ! ઈદ્રિયો દ્વારા હારા સ્વરૂપથી મુક્ત થઈ હું વિષયોમાં “પતિત થયો હતો ! વિષયોને પામીને હું પોતે પોતાને ભૂલી ગયો આનાથી તે બીજું મોટું અંધેર કયું? “આપ આપકું ભૂલી ગયા, ઈનસે ક્યા અંધેર ?' આમ જેને પોતાના પૂર્વ અજ્ઞાનજન્ય દુક્ષેતિનો તીવ્ર પશ્ચાત્તાપ થયો છે, એવો વિચક્ષણ અંતરાત્મા અંતર્મુખ અવલોકન કરતાં દેઢ સંવેગ રંગથી ભાવે છે કે આ મ્હારી આગલી ભૂલ સ્મૃતિમાં આવતાં હવે મને હસવું આવે છે કે શી હારી મૂર્ખતા ! હવે ફરીને હું નહિં જ ભૂલું. “સુમર સુમર અબ હસત છે, નહિ ભૂલેગે ફેર.' આમ પરભાવને વિષે જેની અાંત્વ-મમત્વ બુદ્ધિ નિવૃત્ત થઈ છે એવો અંતરાત્મા, તેના નિમિત્તે ઉપજતા રાગદ્વેષને ત્યજી સમત્વ ભજે છે અને આત્મવિશ્રાંતિથી ભવ વિશ્રાંતિ પામે છે. આમ બહિરાત્મા - અંતરાત્માનું સ્વરૂપ છે. એટલે ઉક્ત પકારે આત્મબાહ્ય-અનાત્મીય એવા
કર્મ-નોકર્મમાં આત્મબુદ્ધિરૂપ બહિરાત્મભાવ છોડવાનો અને આત્મીય એવા સદગુરુ સદબોધથી વા જ્ઞાયકભાવરૂપ આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ અંતરાત્મભાવ જોડવાનો બોધ સ્વયંસંબોધથી પ્રતિબોધ સ્વયંબદ્ધ જીવને “સ્વતઃ - સ્વ થકી પોતે પોતા થકી પ્રાપ્ત થાય છે, અથવા
તો પ્રાયઃ મુખ્યપણે બોધિતબુદ્ધ જીવને પરતઃ' - પર થકી - સદ્ગુરુ ઉપદેશ રૂપ સત નિમિત્ત થકી પ્રાપ્ત થાય છે. કારણકે સાક્ષાત્ સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલ સદ્ગુરુ જ મુખ્યપણે જીવને પ્રતિબોધ પમાડી પ્રતિબદ્ધ કરે છે. જેમકે - શુદ્ધ, નિરંજન, એક અદ્વૈત એવી કેવલ જ્ઞાનજ્યોતિ જ* અબાહ્ય છે. આત્માનું પરમ એવું અંતસ્તત્ત્વ છે. એ સિવાયના શેષ ભાવો તો બાહ્ય છે. આત્માથી પર છે ને તે ઉપપ્લવ રૂપ છે. ઉપપ્લવ એટલે અંધાધુંધી. આફત. આપત્તિ. દુર્ભાગ્ય ક્ષોભ-ખળભળાટ, અરિષ્ટ, ગ્રહ ઈત્યાદિ. કેવલ જ્ઞાન જ્યોતિ સિવાયના જે જે ભાવો છે - પરભાવો છે, તે તે ખરેખર ! ઉપપ્લવ રૂપ જ છે. જેમ કોઈ પરચક્રના આક્રમણથી નગરમાં ઉપપ્લવ મચી રહે, અંધાધુંધી ફેલાઈ જાય, ખળભળાટ વ્યાપી જય, નાસભાગ થઈ રહે, સંપત્તિ લૂંટાઈ જાય, ને વિપત્તિનો પાર રહે નહિ, તેમ પરવસ્તુના આક્રમણથી આ ચૈતન્યમય પુરુષના ચૈતન્યપુરમાં ઉપપ્લવ મચે છે, આત્મપ્રદેશ પરિસ્પંદરૂપ સંક્ષોભ ઉપજે છે, અજ્ઞાનની અંધાધુંધી વ્યાપે છે, આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરત્નોનો ખજાનો લૂંટાય છે અને અનંત ભવપરિભ્રમણરૂપ આપત્તિનો પાર રહેતો નથી. “પારકો પેઠો
"मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । त्वक्त्वैनां प्रविरोदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥ मत्तश्चयुत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । તાજાપવાતિ નાં ગુણ રે તરતઃ ” , “સમાધિશતક
૨૨૯