________________
સમયસાર : આત્મખ્યાતિ
ખરેખર ! નિશ્ચય કરીને ઉપાસતો નથી, - “માત્મા* વસ્તુ ક્ષણ જ્ઞાનમુપાતે ' આનું કારણ શું?
કારણકે – સ્વયંબુદ્ધપણા રૂપ કે બોધિતબુદ્ધપણારૂપ કારણપૂર્વકપણાથી જ જ્ઞાનની ઉત્પત્તિ હોય છે, સ્વયં યુદ્ધવોfધતવૃદ્ધત્વIRTHપૂર્વજન જ્ઞાનવત્તે, અર્થાત્ જ્ઞાન કાંતો “સ્વયંબુદ્ધપણાથી” - બીજાના
ઉપદેશ વિના “સ્વયં” - પોતે પોતાની મેળે “બુદ્ધપણાથી' - મિથ્યાત્વ સ્વયંબુદ્ધપણાથી કે બોધિત નિદ્રાના અપગમ-દુર થવા રૂપ સંબોધથી - બોધ પામવાપણાથી ઉત્પન્ન થાય બુદ્ધપણાથી જ્ઞાનની ઉત્પત્તિ છે. કાં તો “બોધિતબદ્ધપણાથી' - બોધિત - બીજાના સિદ્ગુરુના).
બોધ-ઉપદેશથી ઉપજેલા “બુદ્ધપણાથી” - બોધ પામવાપણાથી ઉત્પન્ન થાય છે. પૂર્વ જન્મમાં સદ્દગુરુ યોગે આરાધેલા સદ્દબોધના સંસ્કાર વર્તમાન પ્રસ્તુત જન્મમાં સ્વયં જાગ્રત થતાં સ્વયંબદ્ધ થઈ પોતે પોતાની મેળે બોધ પામે તો જ્ઞાન ઉપજે, અથવા વર્તમાનમાં પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સદ્ગુરુના બોધથી બુદ્ધ થાય, બોધ પામે તો જ્ઞાન ઉપજે.
યદ્યપિ કોઈ જીવો પોતે વિચાર કરતાં બુઝયા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે, પણ કોઈ સ્થળે એવો પ્રસંગ રહ્યો નથી કે અસદ્દગુરુથી અમુક બુઝયા. હવે કોઈ પોતે વિચાર કરતાં બુક્યા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોનો કહેવાનો હેતુ એવો નથી કે સદ્દગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે, પણ તે વાત યથાર્થ નથી અથવા સદૂગુરુની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયં બોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહ પોતાના વિચારથી અથવા બોધથી બુઝયા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થંકરાદિ સ્વયંબુધ કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદ્દગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે અને તે સદ્ગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી.”
• શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ વિવરણ ગા. ૯ કારણકે જ્ઞાનની પ્રાપ્તિ મુખ્યપણે સગરુ થકી પ્રાપ્ત થતા ગુરુગમને આધીન છે. જે જ્ઞાન અમૃતપાનની તૃષા બુઝાવવી હોય, તો તેના બૂઝનની રીત પણ છે અને તે એ છે કે ગુરુગમ વિના
પ્રાપ્ત થાય નહિ - શાનીના માર્ગની આ અનાદિની સ્થિતિ છે. “પાવે નહિ પાવે નહિં ગુરુગમ વિના ગુરુગમ વિના, યે હી અનાદિ સ્થિત.” પ્રત્યક્ષ આત્માનુભવી સદ્ગુરુના યેહી અનાદિ સ્થિત’ ગુરુગમ વિના આવા આગમ પણ અગમ થઈ પડે છે. માત્ર સ્વચ્છેદ
મતિકલ્પનાએ આગમની ગમ પડે એમ નથી અને ગમ પડ્યા વિનાના આગમ ઉલટા અનર્થકારક પણ થઈ પડે. અભિમાનાદિ વા શુષ્કજ્ઞાનાદિ વિકારદોષ પણ ઉપજાવે એવી સંભાવના છે. જેમ મંદ પાચનશક્તિવાળાને પૌષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તો ઉલટું અજીર્ણ ઉપજે, તેમ અનાધિકારી જીવને આવા પરમાગમરૂપ પરમાત્ર પચે નહિં, એટલું જ નહિં પણ હું આટલું બધું શ્રત ભણ્યો છું, હું આવો બહુશ્રુત આગમધર છું, હું આવા સરસ વ્યાખ્યાનો કરી લોકોને મંત્રમુગ્ધ કરી શકું છું, ઈત્યાદિ પ્રકારે શાસ્ત્રનો અપચો-અજીર્ણ થાય ! ખંડન-મંડન વગેરેમાં શાસ્ત્રનો શસ્ત્ર તરીકે ઉપયોગ પણ થાય ! પણ જેમ સદવૈદ્યની અગ્નિદીપક માત્રાથી જેનો મંદાગ્નિ દૂર થયો છે, જેની પાચનશક્તિ ઉદીપિત થઈ છે, તેને પૌષ્ટિક અન્ન સરલતાથી પાચન થાય છે, તેમજ તેના બળ-વીર્ય આદિની વૃદ્ધિ-પુષ્ટિ થાય છે, તેમ ઉત્તમ સદ્ગુરુરૂપ સદ્ગદ્યની સદ્ધપદેશરૂપ માત્રાથી જેનો સબુદ્ધિ રૂપ અગ્નિ ઉદીપિત થયો છે, તેને આ આગમરૂપ પરમાન્ન સહેજે પાચન થાય છે ને તેના આત્મબલ-વીર્યાદિની વૃદ્ધિ-પુષ્ટિ થાય છે. માટે આવા જ્ઞાન પ્રધાન પરમ આગમ સમજાવા માટે પણ ગુરુગની અનિવાર્ય આવશ્યકતા છે. એવો તથારૂપ ગુરુગમ ત્રણે કાળમાં મળવો પરમ દુર્લભ છે.
“અરોરેશન સ્વયં - ગાર્નવ સાવરોધિપ્રાસથી યુદ્ધ - મિથાનિદ્રાપામસોઘન સ્વયંસવુદ્ધા:” - શ્રી પરમર્ષિ હરિભદ્રાચાર્યજી કૃત “લલિત વિસ્તરા” સૂત્ર-૫૭ (વિશેષ માટે જુઓ ડૉ. ભગવાનદાસ કૃત વિવેચન, પૃ. ૧૭૧)
૨૨૦